Former CM Vijay Rupani Death In Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. અમદાવાદ થી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 મેઘાણીનગર નજીક આઈજીપી કમ્પાઉન્ડમાં મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. આ વિમાન દૂર્ઘટનાની પહેલા અને પછીના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, જેમા વિજય રૂપાણી દૂર્ઘટનાગ્રસ્ત વિમાનમાં બેઠા હોવાનો દાવો કરાયો છે. આ વાયરલ ફોટાનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. ચાલો જાણીયે આ ફોટો ખેરખર વિજય રૂપાણીનો છેલ્લો ફોટો છે?
અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે. આ વિમાન દૂર્ઘટના બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું કે આ ફોટો જૂનો છે.
શું છે દાવો?
X યુઝર્સ સરલ પટેલે આ તસવીર ખોટા દાવા સાથે શેર કરી.
અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ દાવા સાથે ફોટો શેર કરી રહ્યા છે.
Fact Check:
અમે આ વ્યાપકપણે શેર કરેલી આ તસવીર પર એક રિવર્સ ઇમેજ સર્ચ કરી.
અમને ખબર પડી કે મજીદ લધાનીએ ટાઇમ્સ અલ્બ્રેજા પોસ્ટના જવાબમાં એક તસવીર શેર કરી હતી. ગોસ્વામી લીનાની ફેસબુક પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કરતા તેમણે લખ્યું કે આ એક જૂની તસવીર હતી.
આજ તક સાથે વાત કરતા લીના ગોસ્વામીએ ખુલાસો કર્યો હતો કે આ ફોટો જૂનો છે અને તેણે 12 ઓક્ટોબર, 2021 ના રોજ જ્યારે તે અમદાવાદથી લંડન જઇ રહી હતી ત્યારે તસવીર લીધી હતી. તેમણે કહ્યું કે તેણે આ તસવીર તેના પુત્રને વોટ્સએપ પર પણ મોકલી હતી અને તેનો સ્ક્રીનશોટ આજ તક સાથે શેર કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા મજીદ લધાણીએ કહ્યું કે, ગોસ્વામીએ આ ફોટો વાયરલ થયા બાદ હવે તેને ડિલીટ કરી દીધો છે.
તારણ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક જૂનો ફોટો તાજેતરનો હોવાનો દાવો કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોગ્રાફ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું તે પહેલાંની તેની અંતિમ ક્ષણોની હોવાનો દાવો ખોટો છે.