Gujarat Govt 4300 Recruitment: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે એક ઉત્તમ તક મળી છે. ગુજરાત સરકાર 4300થી વધારે પદો પર નવી ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત ગ્રેડ 1 અને 2 સહિત વિવિધ 20 કેટર માટે કુલ 4300 પદો પર ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સરકારી નોકરી માટે 4 જાન્યુઆરી, 2024થી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની શરૂઆત થઇ છે.
ગુજરાત સરકાર 4300 પદો માટે અરજી કરવાની છેલ્લા તારીખ કઇ (Last Date To Apply Government Jobs)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પદો પર નવી ભરતી કરવાની ઘોષણા કરી છે. આ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરી, 2024થી થશે. ઉમેદવારો 31 જાન્યુઆરી, 2024ના રોજ રાતના 23.59 વાગે સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સરકારી નોકરીના નિર્ધારિત નિયમો અનુસાર બે તબક્કામાં સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવેશે.
સરકારી નોકરી માટે અરજી ફી 4 ગણી વધારી (Job Application Fee)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની એપ્લિકેશન ફીમાં તોતિંગ 4 ગણો વધારો કર્યો છે. અત્યાર સુધી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે સરકારી નોકરી માટેની એપ્લિકેશન ફી 100 રૂપિયા હતી જે હવે વધારીને 500 રૂપિયા કરવામાં આવી છે. તેમજ મહિલા ઉમેદવારો અને અનામત વર્ગના ઉમેદવારો માટેની એપ્લિકેશન ફી 400 રૂપિયા કરવામાં આવી છે. અલબત્ત પરીક્ષામં હાજર રહેનાર ઉમેદાવારોને આ પરીક્ષા ફી મળવાપાત્ર રહેશે એવું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/202324માં જણાવવામાં આવ્યું છે.
સરકારી નોકરી માટેની શૈક્ષણિક લાયકાત (Government Jobs Education Qualification)
આ સરકારી નોકરી માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
સરકારી નોકરનું પગાર ધોરણ (Gujara Government Jobs Pay Scale)
આ 4300 સરકારી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ-અલગ છે. સૌથી ઓછો પગાર માસિક 26000 રૂપિયા સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.





