Gift City: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટ; જાણો કોને, ક્યાં અને કેવી રીતે વાઇન અને ડાઈન ફેસિલિટી મળશે?

Wine And Dine Facilities In Gift City: ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધ અંગે રાજ્યની ભાજપ સરકારે મોટો નિર્ણય લીધો છે. ગિફ્ટી સિટી ખાતે વાઇન અને ડાઈન ફેસિલિટી હેઠળ દારૂ પીવાની પરવાનગી આપી છે. જાણો કોણ લીકર એક્સેસ પરમિટ મેળવી શકશે?

Written by Ajay Saroya
Updated : December 22, 2023 21:58 IST
Gift City: ગુજરાતના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટ; જાણો કોને, ક્યાં અને કેવી રીતે વાઇન અને ડાઈન ફેસિલિટી મળશે?
ગુજરાતમાં ગાંધીનગરની નજીક ગિફ્ટ સિટી આવેલી છે. (Photo - www.giftgujarat.in)

Gujarat Govt Allow Wine And Dine Facilities In Gift City Campus : ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હવે નામની રહી ગઇ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂ બંધીની આડકતરી રીતે છુટ આપતો એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છુટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે ‘વાઇન અને ડાઈન’ ફેસિલિટીના નામે ગિફ્ટ સિટીમાં આવતા મુલાકાતીઓને દારૂ પીસરવાની પરમિટ આપી છે.

ગિફ્ટ સિટીમાં કોને દારૂની પરમિટ મળશે (Liquor Access Permit In Gift City)

ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવ્યા પ્રમાણે, ગિફ્ટ સિટી સ્થિતિ તમામ ઓફિસો ધરાવતી કંપનીઓના માલિકો અને તેમન ત્યાં કામગીરી કરતા તમામ કર્મચારીઓને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. એટલે કે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ હવે દારૂની મોજ માણી શકશે. આ લોકો લીકર એક્સેસ પરમિટ મારફતે વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે.

Gift City Liquor Access Permit
ગિફ્ટ સિટીમાં લિકર એક્સેસ પરમિટ સંબંધિત રાજ્ય સરકારનો પરિપત્ર.

ઉપરાંત કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી લીકર પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં કે ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવાની જોગવાઈ કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીયે તો ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવતી કંપનીઓ તેમના મુલાકાતીઓને લીકર પરમિટની સુવિધા કરી આપશે.

ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે પણ વેચી શકશે નહીં

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી સ્થિત હોટેલ્સ, રેસ્ટોરાં અને ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ3 પરમિટ મેળવી શકશે. ગિફ્ટ સિટીમાં સત્તાવાર રીતે નોકરી કરતા કર્મચારીઓ અને સત્તાવાર રીતે મુલાકાતે આવેલા મુલાકાતીઓ હોટેલ્સ, ક્લબ કે રેસ્ટોરાંમાં લીકરનું સેવન કરી શકશે પરંતુ દારૂનું વેચાણ કરી શકશે નહીં.

આ પણ વાંચો | ગુજરાતઃ 31ની પાર્ટી કરનારા ચેતી જજો, દારૂ પી ગાડી ચલાવનારને પકડનાર પોલીસને મળશે ઇનામ

આ સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ ૩ પરવાના ધરાવતી હોટેલ્સ રેસ્ટોરેન્ટ-ટ્રકલબ દ્વારા કરવામાં આવતા લીકરના આઘાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં ભાવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ