ગુજરાતઃ વિદ્યાર્થીની પેપર લખતા લખતા ઢળી પડી, સારવાર દરમિયાન મોત થતા પરિવાર અને શાળામાં શોકનો માહોલ, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

Student Death News in Gujarat : ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓ વચ્ચે જસદણ તાલુકામાં ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીનીનું પરીક્ષાનું પેપર લખતા લખતા અચાનક ઢળી પડતા મોત થયું છે. હવે પોસ્ટમોર્ટમમાં મોતનું સાચું કારણ જાણવા મળશે

Written by Ajay Saroya
Updated : November 03, 2023 22:41 IST
ગુજરાતઃ વિદ્યાર્થીની પેપર લખતા લખતા ઢળી પડી, સારવાર દરમિયાન મોત થતા પરિવાર અને શાળામાં શોકનો માહોલ, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ
જસદણ તાલુકાનું શાંતાબા ગજેરા વિદ્યા સંકુલ અને મૃતક વિદ્યાર્થીની સાક્ષી રોજાસરા (Photo - Yashpal wala)

Gujarat – Girl Student Death During Exam in jasdan : ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતની વધુ એક ઘટના બની છે. જસદણ તાલુકામાં નવ ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની પરીક્ષાનું પેપર લખતી વખતે ઢળી પડી હતી. વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. એકાએક મોતથી વિદ્યાર્થીના પરિવારમાં શોકનો માહોલ છે. નોંધનિય છે કે, ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી યુવા લોકોમાં અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ વધી રહી છે. આવી ઘટનાઓને લઇ નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

જસદણ તાલુકામાં વિદ્યાર્થીની પેપર લખતા લખતા ઢળી પડી

સમગ્ર ઘટનાની વાત કરીયે તો જસદણ તાલુકાની વિછીયા ગામના હરેશ ભાઈ રોજાસરાની પુત્રી સાક્ષી રોજાસરા શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે. હાલ શાળામાં પરીક્ષા ચાલી રહી છે. સાક્ષી રોજાસરા પણ પરીક્ષા આપવા શાળાએ ગઇ હતી. શાળામાં પરીક્ષાનું પેપર લખતા લખતા જ એકાએક ઢળી પડી. ત્યારબાદ વિદ્યાર્થીનીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઇ જવાઇ હતી. જો કે સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મૃત્યુ થયું. એકાએક મોત થતા વિદ્યાર્થીનીના પરિવાર, વિછીયા ગામ અને શાળામાં શોક માહોલ છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે

એકાચનક ઢળી પડવાથી વિદ્યાર્થીનીના મોતની ઘટનાથી બધા લોકો અચંબામાં છે. મૃતક વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલ લઇ મોકલામાં આવ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિદ્યાર્થીનીના મોતનું સાચું કારણ જાણવા મળશે.

આ પણ વાંચો | ગુજરાતમાં યુવાનોના હાર્ટ એટેકથી મોત : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને આપી આવી સલાહ

ગુજરાતમાં યુવાનોના હાર્ટ એટેકથી મોતથી ચિંતાનો માહોલ

ગુજરાત સહિત દેશભરમાં તાજેતરના મહિનાઓમાં યુવાનોમાં હૃદયરોગના હુમલામાં થયેલા સતત વધારા વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ગંભીર કોવિડ-19 ચેપથી પીડિત લોકોને સલાહ આપી છે કે, તેઓ કસરત કરતી વખતે વધારે શરીરને વધારે કષ્ટ ન આપે વધારે મહેનત ન કરે અને થોડો સમય સખત મહેનતથી દૂર રહે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ