Gujarat IAS And IPS Transfer Order: ગુજરાત સરકાર દ્વારા એક સાથે 18 આઈએએસ અને 8 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે આટલા મોટી સંખ્યામાં વહીવટી અધિકારીઓના ટ્રાન્સફર ઓર્ડરથી વહીવટી બેડામાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. સિનિયર 18 આઈએસના ટ્રાન્સફરની વાત કરીયે તો જ્યંતી રવિની ગુજરાતમાં ફરી વાપસી થઇ છે તો ફરી મનોજ કુમાર દાસની ગુજરાત સીએમઓમાં નિમણૂક કરવામાં આવી છે. જાણો ક્યા અધિકારીની ક્યા બદલી કરવામાં આવી છે.
ગુજરાતના સિનિયર 18 IAS અધિકારીની બદલી, કોની – ક્યા નિમણૂક કરાઇ
ગુજરાત સરકાર દ્વારા જે 18 સિનિયર આઈએએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે તેમા સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
- સુનૈના તોમર : શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ
- પંકજ જોશી : પોર્ટ અને ટ્રાન્સપોર્ટના વધારાનો હવાલો
- મનોજ કુમાર દાસ : ગુજરાત ગાંધીગનર સીએમઓ અધિક મુખ્ય સચિવ
- ડૉ. જયંતિ રવિ : ગુજરાત સરકારના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ
- અંજુ શર્મા : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિકર મુખ્ય સચિવ
- એસ. જે. હૈદર : ઉર્જા અને પેટ્રો કેમિકલના અધિક મુખ્સ સચિવ
- જગદીશ પ્રસાદ ગુપ્તા : અદિવાસી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ
- ડૉ. ટી નટરાજ : નાણાં વિભાગના મુખ્ય સચિવ
- મમતા વર્મા : ઉદ્યોગ અને ખાણ વિભાગના મુખ્ય સચિવ
- મુકેશ કુમાર : ગુજરાતના શિક્ષણ વિભાગ (પ્રાયમરી, સેકન્ડરી શિક્ષણ)ના મુખ્ય સચિવ
- રાજીવ ટોપનો : ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ
- ડૉ.એસ મુરલીકૃષ્ણન : ચૂંટણી પંચમાં આયુક્ત સ્પેશલ ડ્યૂટી
- વિનોદ રાય : શ્રમ અને રોજગાર સચિવ
- અનુપમ આનંદ : વાહન વ્યવહાર કમિશનર
- રાકેશ શંકર : મહિલા અને બાળ વિકાસ સચિવ
- મનિષ ભારદ્વાજ : કલ્પસર વિભાગના મુખ્ય સચિવ




ગુજરાતના 8 IPS ઓફિસરની બદલી, કોની – ક્યા નિમણૂક કરાઇ
ગુજરાત સરકાર દ્વારા જે 8 આઈપીએસ અધિકારીની બદલી અને નિમણૂક કરવામાં આવી છે તેમા – રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડો.નિધિ ઠાકુર, કોરુકોન્ડા સિદ્ધાર્થ અને જે.એ.પટેલનો સમાવેશ થાય છે.





