/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Gujarat-TRB-Staff.jpg)
ગુજરાતમાં 9000 ટીઆરબી જવાનો ટ્રાફિક સંચાલનની ફરજ બજાવે છે. (Representational Image)
Gujarat TRB Staff: ગુજરાત સરકારે ટ્રાફિક સંચાલન કરતા ટીઆરબી જવાનોને નોકરીમાંથ છુટા કરવાના નિર્ણય અંગે મોટી ઘોષણા કરી રહી છે. ગુજરાત સરકારે થોડાક દિવસ અગાઉ 6400 ટીઆરબી જવાનો છુટા કરવાનો નિર્ણય લીધો હતો. એકાએક નોકરીમાંથી છુટ કરવાના નિર્ણયથી ટીઆરબી સ્ટાફમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો અને ટ્રાફિક સંચાલનની કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ટીઆરબી સ્ટાફના અભાવે રાજ્યના ઘણા શહેરોમાં ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાઈ હતી. જો કે આ સમગ્ર વિવાદનો સુખદ અંત આવતા ટીઆરબી સ્ટાફ માટે આજે દિવાળી જેવો માહોલ છે.
ટીઆરબી સ્ટાફને છુટા નહીં કરાય
ટીઆરબી સ્ટાફને છુટ કરવાની ઘોષણ બાદ ભારે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જેમાં અગાઉ 6400 ટીઆરબી જવાનોને નોકરીમાંથી છુટા કરવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકારે સત્તાવાર પરિપત્ર પણ જારી કર્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-23-at-19.47.07.jpeg)
આ પણ વાંચો | સ્પા સેન્ટરના સંચાલકે પગાર માંગવા આવેલી મહિલા કર્મચારીને માર માર્યો, VIDEO વાયરલ
રાજ્યમાં 9000 ટીઆરબી જવાનો
ગુજરાત રાજ્યમાં હાલ 9000 ટીઆરબી જુવાનો છે, જેઓ વિવિધ સ્થળે ટ્રાફિક સંચાલનની કામગીરી કરે છે. રાજ્ય સરકારે 10 વર્ષ સુધી ફરજ બજાવતા 6400 ટીઆરબી જવાનોને 30 નવેમ્બર સુધીમાં નોકરીમાંથી છુટા કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો. આ 6400 ટીઆરબી જુવાનોમાં 1100 જવાનો 10 વર્ષ, 3000 ટીઆરબી જુવાનો 5 વર્ષ અને 2300 ટીઆરબી જુવાનો 3 વર્ષથી ફરજ બજાવતા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us