/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Gujarat-government-employees-DA-4-percent-increase.jpg)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
Gujarat Government Employees DA 4 Percent Increase : ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો. સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય સરકારના કર્મચારીના મોંઘારી ભથ્થામાં જુલાઈ 2023 થી 4 ટકાનો વધારો કરવામાં આવશે.
મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો, 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનર્સને મળશે લાભ
સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી ઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
ક્યારે મોંઘવારી ભથ્થુ ચૂકવવામાં આવશે
સરકાર તરપથખી જણાવ્યા અનુસાર, મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
કેવી રીતે પગાર સાથે મોંઘવારી ભથ્થુ ઉમેરાઈને આવશે
રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.
એન.પી.એસ. માં પણ કર્મચારીઓને મળશે મોટો લાભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે. એટલે કે, હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.
આ પણ વાંચો - ગુજરાત વેધર : રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી, જાણો – ક્યાં ક્યારે વરસાદ થશે?
હવે છઠ્ઠા નહી સાતમા પગાર પંચ અનુસાર એલ.ટી.સી
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us