Gujarat Govt Holidays 2026 India : ગુજરાત સરકારની વર્ષ 2026 જાહેર રજાની યાદી, આ તારીખે સરકારી ઓફિસ અને બેંકો બંધ રહેશે

National holidays 2026 India : ગુજરાત સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2026 સંદર્ભે સરકારી ઓફિસ અને બેંક માટે જાહેર રજાની યાદી જાહેર કરી છે. કેલેન્ડર વર્ષ 2026માં સરકારી કર્મચારીઓ માટે 23 જાહેર રજા અને બેંક ઓફિસ માટે 19 જાહેર રજા જાહેર કરી છે. જુઓ કેલેન્ડર વર્ષ 2026માં કઇ તારીખે તમને રજા મળશે

National holidays 2026 India : ગુજરાત સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2026 સંદર્ભે સરકારી ઓફિસ અને બેંક માટે જાહેર રજાની યાદી જાહેર કરી છે. કેલેન્ડર વર્ષ 2026માં સરકારી કર્મચારીઓ માટે 23 જાહેર રજા અને બેંક ઓફિસ માટે 19 જાહેર રજા જાહેર કરી છે. જુઓ કેલેન્ડર વર્ષ 2026માં કઇ તારીખે તમને રજા મળશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National holidays 2026 List Out | gujarat govt holidays 2026 List Out | holidays in year 2026 | Government office holiday dates 2026 in Gujarati

Gujarat Government holidays 2026 List : ગુજરાત સરકાર વર્ષ 2026 જાહેર રજા યાદી. (Photo: Freepik)

Gujarat Government Calendar Year 2026 Holiday List : ગુજરાત સરકાર દ્વારા કેલેન્ડર વર્ષ 2026 માં આવતી સરકારી રજાઓની યાદી (Holiday Calendar 2026 List) જાહેર છે. ગુજરાત સરકારના હોલીડે કેલેન્ડર વર્ષ 2026 મુજબ રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે 23 દિવસ જાહેર રજા તરીકે જાહેર કર્યા છે. ઉપરાંત 35 દિવસ એવા છે જેને મરજિયાત રજા તરીકે વર્ગીકૃત કર્યા છે. ઘણી સરકારી ઓફિસોમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે કામકાજ બંધ રહે છે. ચાલો જાણીયે કઇ તારીખે ગુજરાતની સરકારી ઓફિસોમાં રજા રહેશે.

Advertisment

કેલેન્ડર વર્ષ 2026 જાહેર રજાની યાદી (ફરજિયાત)

ગુજરાત સરકાર દ્વારા કેલેન્ડર 2026 માટે 23 ફરજિયાત જાહેર રજા ઉપરાંત 35 દિવસ મરજિયાત રજા તરીકે માન્ય કર્યા છે. ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સરકારી કર્મચારી પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાદ્ય વિગત આ 35 મરજિયાત રજાઓ માંથી વધુમાં વધુ બે મરજિયાત રજા ભોગવી શકશે.

ગુજરાત સરકાર : કેલેન્ડર વર્ષ 2026 જાહેર રજા યાદી, તારીખ અને તહેવાર

ક્રમતહેવારતારીખવાર
1મકરસંક્રાતિ, ઉત્તરાયણ14 જાન્યુઆરીબુધવાર
2પ્રજાસત્તાક દિન26 જાન્યુઆરીસોમવાર
3ધુળેટી4 માર્ચબુધવાર
4ચેટીચાંદ19 માર્ચગુરુવાર
5રમજાન ઇદ, ઇદ ઉલ ફિત્ર21 માર્ચશનિવાર
6રામ નવમી26 માર્ચગુરુવાર
7મહાવીર જન્મ કલ્યાણ જયંતી31 માર્ચમંગળવાર
8ગુડ ફ્રાઇડે3 એપ્રિલશુક્રવાર
9ડો. બાબસાહેબ આંબેડકર જયંતી14 એપ્રિલમંગળવાર
10બકરી ઇદ27 મેબુધવાર
11મહોરમ26 જૂનશુક્રવાર
12સ્વાતંત્ર્ય દિન, પારસી નૂતન વર્ષ15 ઓગસ્ટશનિવાર
13ઇદ એ મિલાદ26 ઓગસ્ટબુધવાર
14રક્ષાબંધન28 ઓગસ્ટશુક્રવાર
15જન્માષ્ટમી4 સપ્ટેમ્બરશુક્રવાર
16સંવત્સરી, ગણેશ ચતુર્થી15 સપ્ટેમ્બરમંગળવાર
17મહાત્મા ગાંધી જયંતી2 ઓક્ટોબરશુક્રવાર
18વિજયા દશમી, દશેરા20 ઓક્ટોબરમંગળવાર
19સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી31 ઓક્ટોબરશનિવાર
20નૂતન વર્ષ, બેસતું વર્ષ10 નવેમ્બરમંગળવાર
21ભાઈબીજ11 નવેમ્બરબુધવાર
22ગુરુ નાનક જયંતી24 નવેમ્બરમંગળવાર
23નાતાક, ક્રિસમસ25 ડિસેમ્બરરવિવાર

આવી મરજિયાત રજા ભોગવવા અંગેની પરવાનગી માટે અગાઉથી અરજી કરવી પડશે અને સામાન્ય રીતે પરચૂરણ રજા મંજૂર કરનાર યોગ્ય અધિકારી સરકારી કામકાજના અગત્યતા જોઇને પરવાનગી આપસે. સરકારી કર્મચારીઓએ તેમની પસંદગી પ્રમાણેના આ બે દિવસો પર લીધે રજા તેમના પરચૂરણ રજાઓના દિવસમાં ઉધારવામાં આવશે નહીં.

Advertisment

ગુજરાત : કેલેન્ડર વર્ષ 2026 બેંક રજા યાદી

ભારત સરકારના ગૃહ મંત્રાલયના તારીખ 8 મે, 1968ના જાહેરનામાને અનુસરી ગુજરાત સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ ઓફિસના પરામર્શ અનુસાર વર્ષ 2026 માટે બેંકો માટે જાહેર રજાની યાદી જાહેર કરી છે. ગુજરાતમાં કેલેન્ડર વર્ષ 2026માં 19 દિવસ બેંકોમા જાહેર રજા રહેવાની છે. જેમા ઉત્તરાયણ, રક્ષાબંધન જેવા ધાર્મિક અને પ્રજાસત્તાક દિન, સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો સામેલ છે.

ગુજરાતી ન્યૂઝ ગુજરાત