Gujarat: ગ્રાહક ખરીદેલો માલ દુકાનદારને પરત આપી શકશે, ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ પરિપત્ર

Gujarat Government Circular: ગુજરાત સરકારે ગ્રાહક અધિકારના રક્ષણ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમા જણાવ્યું છે કે, જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે.

Gujarat Government Circular: ગુજરાત સરકારે ગ્રાહક અધિકારના રક્ષણ માટે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમા જણાવ્યું છે કે, જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
court judgement | consumer court complaint | consumer court case

Consumer Court: ગ્રાહક દુકાનદાર કે વેપારી વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી શકે છે. (Photo: Freepik)

Gujarat Government Circular: જ્યારે પણ તમે કોઈ શોપિંગ મોલ કે દુકાન પર જાવ છો તો ઘણી જગ્યાએ લખેલું જોયું હશે કે વેચાયેલો સામાન પરત નહીં આવે. દુકાનદારોનો આ નિર્ણય ગ્રાહકોના અધિકારોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. ગ્રાહકોના અધિકારના રક્ષણ માટે ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં જણાવાયું છે કે કોઈપણ ગ્રાહક જે રીતે વસ્તુ ખરીદે છે, તે જ રીતે દુકાનદારને વસ્તુ પરત કરી શકે છે. દુકાનદાર તે વસ્તુ પરત ખરીદવા બિલકુલ ના પાડી શકતા નથી.

Advertisment

ગુજરાત સરકારના પરિપત્રમાં શું છે ખાસ

ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવાયું છે કે, જો કોઇ વેપારી કે દુકાનદાર વેચેલો માલ પરત લેવાની ના પાડે તો તેની સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ શકે છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જાતે જ નિયમો બનાવી શકશે નહીં. જો વેપારી દોષી સાબિત થાય તો તેને દંડ પણ થઈ શકે છે અને સજા પણ થઈ શકે છે.

અમદાવાદમાં મહિલા એ દુકાનદાર વિરુદ્ધ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરી

આવા એક નહીં પરંતુ ઘણા ઉદાહરણો જોવા મળશે. અમદાવાદમાં એક મહિલાએ શો રૂમ માંથી પતિ માટે લગભગ 16 હજારની કિંમતની ઘડિયાળ ખરીદી હતી. જ્યારે મહિલા તે ઘડિયાળ લઇ ઘરે પહોંચી તો પતિના કાંડા પર બરાબર ફિટ નહોતી થઈ. આ પછી મહિલા આ ઘડિયાળ પરત કરવા માંગતી હતી, પરંતુ શોરૂમના માલિકે બિલમાં લખેલી લાઇનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'એક વખત વેચાયા બાદ ઘડિયાળ પરત લેવામાં આવશે નહીં. એટલું જ નહીં તેણે મહિલાને પરત મોકલી દીધી હતી. મહિલાએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ દાખલ કરી દીધી.

કાયદો શું કહે છે?

હવે ગ્રાહક કાયદાની વાત કરીએ તો જાણકારોના મતે જો દુકાનદારે ગ્રાહકને કોઈ સામાન વેચી દીધો હોય અને તે ગ્રાહકની જરૂરિયાત મુજબ ન હોય તો ગ્રાહક તેને પરત કરી શકે છે. જો દુકાનદાર માલ પાછો લેવા માટે આનાકાની કરે તો ગ્રાહક ફરિયાદ નોંધાવી શકે છે.

Advertisment

ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019

જો ચીજ વસ્તમાં કોઈ ખામી જોવા મળે તો તેને બદલવાનો ગ્રાહકને અધિકાર છે. તેમજ જો ગ્રાહકને માલ પરત કરવો હોય તો દુકાનદાર માલના પૈસા પરત આપી શકે છે. એટલું જ નહીં ખરાબ માલના કારણે જો ગ્રાહકને કોઈ નુકસાન થાય છે તો તે નુકસાન માટે ગ્રાહક વળતરનો દાવો પણ કરી શકે છે.

ગ્રાહક ફરિયાદ ક્યા કરવી?

ઘણા લોકોને કદાચ આવા કેસો વિશે ક્યાં ફરિયાદ કરવી તે વિશે ઓછી જાણકારી હોય છે. ખરીદેલા માલ સામાન વિશે ગ્રાહકો જિલ્લા ગ્રાહક ફોરમ, રાજ્ય ગ્રાહક આયોગ અને રાષ્ટ્રીય ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે. સાથે જ તમે ગ્રાહક બાબતોના મંત્રાલયની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકો છો.

ગુજરાત ગુજરાત સરકાર બિઝનેસ