ગુજરાત સરકારે લીધો વધુ એક નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરી બિન અધિકૃત બાંધકામ કાયદેસર થશે

impact fee gujarat : ગુજરાત સરકાર (Gujarat Goverment) ની કેબિનેટ બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારે વટ હુકમ આધારે બિન અધિકૃત બાંધકામ (unauthorized construction) ને ઈમ્પેક્ટ ફી (impact fee) દ્વારા કાયદેસર કરવાનો નિર્ણય લીધો છે.

Written by Kiran Mehta
Updated : October 18, 2022 18:57 IST
ગુજરાત સરકારે લીધો વધુ એક નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરી બિન અધિકૃત બાંધકામ કાયદેસર થશે
બિન અધિકૃત બાંધકામ નિયમ અનુસાર ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે

ગાંધીનગર : સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યતામાં મળેલી બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પ્રજાલક્ષી વધુ એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત રાજ્યપાલનો વટ હુકમ બહાર પાડવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા મળેલી આ બેઠકમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા માટે ફરી એકવાર સરકારે મોકો આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે, બિન અધિકૃત બાંધકામ હોય તે ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર કરાવી શકાશે, અને માર્જીન અને પાર્કિગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે. તો બાંધકામ કાયદેસર કરાવવા એડિશ્નલ ચાર્જ ચૂકવવો પડશે.

રાજ્ય સરકાર વતી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે, રાજ્યના અનેક મધ્યવર્ગીય લોકો, વ્યાપારીઓ, ડોક્ટરો વગેરે લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી. જેને પગલે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે, આ પહેલા પણ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રકારનો વટ હુકમ કરી અનેક લોકોને પોતાના રહેણાક મકાન કે દુકાનમાં ભય વગર રહેવાનો અવસર આપવામાં આવ્યો હતો. આ સાથે નિયમનું ઉલ્લંગન પણ ન થાય અને પ્રજાને ફાયદો થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કેવા બિન અધિકૃત બાંધકામને કાયદેસર કરી શકાશે

જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર, તા. 1-10-2022 પહેલાના જે બાંધકામ થયા હોય તેવા અને મહાનગર પાલિકા, શહેરી વિકાસ સત્તામંડળ, નગરપાલિકાઓમાં આવતા બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરી શકાશે. રેરા કાયદા હેઠળ આવતા બાંધકામોને નોટિસ આપી હશે ત્યાં આ વટ હુકમ લાગુ પડશે નહીં.

કેવી રીતે અરજી કરી શકાશે

જીતુ વાઘાણીએ જણાવ્યું કે, આ પ્રક્રિયામાં વચોટિયા લોકો પોતાના સ્વાર્થ માટે હું કામ કરાવી આપીશ તેવી લાલચો આપી લોકોને છેતરતા હોવનો મામલા ભૂતકાળમાં સામે આવ્યા છે, જેને લઈ સરકારે પુરી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે ઈ-નગર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાનું, ફી પણ ઓનલાઈન ભરવાની, તથા મંજુરી અને ના મંજુરીના હૂકમની પ્રક્રિયા પણ ઓનલાઈન કરવામાં આવશે.

https://www.facebook.com/jitu.vaghani/videos/434429088821466

કેટલી જગ્યા માટે કેટલી ઈમ્પેક્ટ ફી

રેસિડેન્સિયલ

અપટુ 50 સ્કવેર મીટર 3000 ઈમ્પેક્ટ ફી50 થી 100 સ્કવેર મીટર માટે – 6000 ઈમ્પેક્ટ ફી100થી 200 સ્કેવેર મીટર માટે – 12000200થી 300 સ્કવેર મીટર માટે – 18000300થી વધારે સ્કવેર મીટર માટે- 18000 પ્લસ પર સ્કવેર મીટરે દર નક્કી કરવામાં આવ્યો છે

કોમર્શિયલ

મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, કોમર્શિયલ બિનઅધિકૃત બાંધકામ માટે રેસિડેન્સિયલ માટે જે ઈમ્પેક્ટ ફી જણાવવામાં આવી છે, તેનાથી ડબલ ફી નક્કી કરવામાં આવી છે. એટલે કે, અપટુ 50 સ્કવેર મીટર 6000, 50 થી 100 સ્કવેર મીટર માટે – 12000 ઈમ્પેક્ટ ફી, 100થી 200 સ્કેવેર મીટર માટે – 24000 તો 200થી 300 સ્કવેર મીટર માટે – 36000 રૂપિયા રહેશે. વધુ વિગત તમે ઈ-નગર પોર્ટલ પર જોઈ શકો છો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની અંદર અનેક બિલ્ડિંગ આવેલી છે કે જ્યાં પાર્કિંગ નથી. આવા કેટલાક મુદ્દાઓ છે કે જેમાં ઇમ્પેક્ટ ફીથી રેગ્યુલર કરવાની રજૂઆત હતી. હાઇકોર્ટ પણ અનેક પિટિશન થઇ ચુકી છે, જેને પગલે સરકારે ઇમ્પેક્ટ ફી વિધેયકની અંદર મહત્વનો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેને રાજ્યપાલે પણ મંજૂરી આપી દીધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ