/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Government-Employees-DA-Increase-2024.jpg)
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની કરી જાહેરાત
Gujarat Government Employees DA Increase 2024 : ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્સનર્સ માટે ખુશીના સમાચાર જાહેર કર્યા છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, જાન્યુઆરી-2024 થી આ વધારો ગણવામાં આવશે. જેનો લાભ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને મળશે.
ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં બેઠક બાદ આ નિર્મયની જાહેરાત કરી છે. સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024 થી આપવાની જાહેરાત કરી છે.
મોંઘવારી ભથ્થાનો લાભ રાજ્ય સરકારના 4.71 સરકારી કર્મચારી અને 4.73 લાખ પેન્સનર્સને થશે
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થાનો લાભ ત્રણ હપ્તામાં પગારમાં ચૂકવવામાં આવશે
મોંઘવારી ભથ્થાની 6 માસની એટલે કે 1 જાન્યુઆરી 2024 થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
કયા મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થાનો વધારો આવશે
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024 ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024 ની તફાવતની રકમ ઓગષ્ટ-2024 ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024 ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024 ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
આ પણ વાંચો - ગુજરાત વરસાદ : સાવધાન! આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ, તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
રાજ્ય સરકાર આ મામલે માહિતી આપતા કહ્યું છે કે, આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ પણ આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us