/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Gujarat-Legislative-Assembly.jpg)
ગુજરાત વિધાનસભા (Photo - Social Media)
Gujarat Government IAS Transfer Ordered : ગુજરાત સરકાર દ્વારા એક સાથે 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે આઈએએસ ઓફિસરોની બદલીથી ઉચ્ચ અધિકારીઓના બેડામાં અંદરખાને ખભખભાટ મચ્યો છે. જેમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરમાં કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાતમાં મોટી સંખ્યામાં આઈએએસ ઓફિસરોની બદલીથી ગણગણાટ શરૂ થઇ ગયો છે. ગુજરાત સરકારે 30 જાન્યુઆરી,2024ના રોજ એક સાથે 50 ઉચ્ચ વહીવટી અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કર્યો છે. જેમાં હાલ મોરબીના કલેક્ટર જીટી પંડયાની દેવભૂમી દ્વારકામાં કલેક્ટર પદે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે બી.એ. શાહની જામનગરના કલેક્ટરથી બદલી કરીને હવે વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો | સુરતના વેપારીની ‘ગેરકાયદે અટકાયત’ મુદ્દે સુપ્રીમ કોર્ટની ઝાટકણી, પોલીસકર્મી સસ્પેન્ડ, તપાસ શરૂ
તો અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી પદે વિદેશ ખારેની નિમણુંક કરવામાં આવી છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ મિશનના મિશન ડિરેક્ટરની ફરજ નિભાવી રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us