/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Kuniyil-Kailashnathan-ias.jpg)
Kuniyil Kailashnathan IAS: ગુજરાતના વરિષ્ઠ અધિકારી કુનિયિલ કૈલાશનાથન (File Photo)
Who Is senior Gujarat Official Kuniyil Kailashnathan: ગુજરાતના સૌથી પાવરફુલ વહીવટી અધિકારી અને કેકે ના નામથી જાણીતા 72 વર્ષીય કુનિયિલ કૈલાશનાથન નિવૃત્ત થયા છે. કૈલાસનાથન 11 વર્ષ સુધી સેવા આપ્યા બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિવૃત્ત થયા છે. 2013માં સીએમઓ માંથી અધિક મુખ્ય સચિવ તરીકેની નિવૃત્તિ પછી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માટે આ પદ બનાવ્યું હતું. કૈલાસનાથનને આજે પણ વડાપ્રધાન મોદીના નજીકના માનવામાં આવે છે, તેથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેમને કોઇ મહત્વપૂર્ણ પદ મળી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોસ્ટ પદ અનુસાર, કૈલાશનાથનનો કામ કરવાનો છેલ્લો દિવસ રવિવાર (30 જૂન) હશે. તેમને સ્વસ્થ અને તંદુરસ્ત નિવૃત્તિની શુભેચ્છા પાઠવતા, પટેલે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું - 2006થી તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળ દરમિયાન (મુખ્યમંત્રી તરીકે) સીએમઓમાં મુખ્ય સચિવ તરીકે સેવા આપી… તેમના કાર્યકાળ દરમિયાન તેમની વહીવટી કુશળતા, જાહેર મુદ્દાઓની ઊંડી સમજ અને કુશળ કાર્યશૈલી મુખ્ય વિશેષતાઓ હતી.
મારા કાર્યાલયમાં મુખ્ય અગ્ર સચિવ તરીકે સેવાઓ આપીને શ્રી કે. કૈલાસનાથનજી તા. ૩૦ મી જૂન ૨૦૨૪થી સ્વેચ્છાએ કાર્યનિવૃત્ત થઈ રહ્યા છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬થી તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અગ્ર સચિવ તરીકે સેવારત રહ્યા… pic.twitter.com/pC7T63I0nY— Bhupendra Patel (@Bhupendrapbjp) June 29, 2024
એક અધિકારીએ જણાવ્યું હતું કે, સીએમઓ ખાતે એક નાનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ફક્ત થોડા અધિકારીઓ જ હાજર રહ્યા હતા. સીએમઓના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કૈલાસનાથને આ વખતે એક્સ્ટેંશનની માંગ કરી નથી.
ગુજરાત કેડરના 1979 બેચના આઈએએસ અધિકારી કૈલાશનાથન 2013માં નિવૃત્ત થયા હતા. તે સમયે સીએમઓમાં તેમની નિમણુંક હતી, અને તેમના માટે એક નવું પદ બનાવવામાં આવ્યું હતું, જેમાં તેમને બે વર્ષના કાર્યકાળ માટે મુખ્ય અગ્ર સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને 11 વર્ષ સુધી આ પદ પર રહેવા માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
કૈલાશનાથન અનેક સંવેદનશીલ જવાબદારીઓ ઉપરાંત ગાંધી આશ્રમ સ્મારક કાર્ય અને કેમ્પસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ સંભાળી રહ્યા હતા, જેનો અમલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યો છે. કૈલાશનાથન પોતાની છેલ્લી જાહેર હાજરીમાં શુક્રવારે સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (એસએપીએમટી)ના પૂર્વ સચિવ અમૃત મોદી માટે સાબરમતી આશ્રમમાં પ્રાર્થનાસભામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો | ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને આપશે 50 હજાર, ડોક્યુમેન્ટ સહિત તમામ વિગત જાણો
કૈલાસનાથનની નિવૃત્તિથી અમલદારશાહી અને રાજકીય વર્તુળોમાં તેમના ભવિષ્ય વિશે અટકળો શરૂ થઈ ગઈ છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, "આ બધું કેકે પોતાના માટે શું નિર્ણય લે છે તેના પર નિર્ભર કરે છે. તેમની રાજ્યપાલ અથવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિમણુંક કરવામાં આવી શકે છે. સરકાર ચોક્કસપણે કેકે જેવી વ્યક્તિનો અનુભવ ગુમાવવા માંગશે નહીં … તેઓ શું કરવા માંગે છે તેના પર બધું નિર્ભર છે.
(ઈનપુટ: પરિમલ ડાભી)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us