ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને આપશે 50 હજાર, ડોક્યુમેન્ટ સહિત તમામ વિગત જાણો

Gujarat Government Namo Laxmi Yojna For Girl Students: ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીની માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જે માટે બજેટમાં 1250 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Written by Ajay Saroya
June 26, 2024 21:38 IST
ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને આપશે 50 હજાર, ડોક્યુમેન્ટ સહિત તમામ વિગત જાણો
Namo Laxmi Yojna: ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીની માટે શરૂ કરવામાં આવી છે. (Photo: @InfoGujarat)

Gujarat Government Namo Laxmi Yojna For Girl Students: ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9થી 12 સુધીની વિદ્યાર્થિનીઓના શિક્ષણ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. માર્ચમાં શરૂ કરવામાં આવેલી બે યોજનાઓ હેઠળ લગભગ 4.37 લાખ છોકરીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 4.03 લાખ વિદ્યાર્થિનીઓએ નમો લક્ષ્મી યોજના માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે, એમ મંગળવારે એક સત્તાવાર જાહેરાતમાં જણાવાયું હતું. તો લગભગ 37000 વિદ્યાર્થિનીઓએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ 2024 હેઠળ પ્રવેશ મેળવ્યો છે.

ગુજરાતમાં ધોરણ 1 માં કન્યાઓની નોંધણી માટેનું આ વાર્ષિક અભિયાન છે. નમો લક્ષ્મી યોજના હેઠળ, સરકાર શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ લેવા ઇચ્છુક કન્યાઓને ચાર વર્ષના સમયગાળામાં 50000 રૂપિયા આપશે. આવી જાહેરાતમાં જણાવાયું છે કે, આ યોજના એવી છોકરીઓને લાગુ પડે છે, જેમની કૌટુંબિક આવક વાર્ષિક 6 લાખ રૂપિયાથી ઓછી છે.

નમો લક્ષ્મી યોજના – કેવી રીતે પૈસા મળશે

ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીની વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. સરકારી જાહેરાતમાં જણાવાયું છે કે, નમો લક્ષ્મી યોજના હેઠળ નવમા ધોરણમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીને દસ મહિના સુધી દર વર્ષે 500 રૂપિયા દર મહિને મળશે અને બાકીના 10000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે. જાહેરાત અનુસાર ધોરણ 11 અને 12ના લાભાર્થીઓને દસ મહિના સુધી દર વર્ષે 750 રૂપિયા દર વર્ષે મળશે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ 15000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીનીને વિજ્ઞાન વિષય પસંદ કરવા અને તેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ધોરણ 11 અને 12માં સાયન્સ વિષય પસંદ કરનારા વિદ્યાર્થીઓને દસ મહિના માટે દર મહિને 1000 રૂપિયા મળશે, જે બે વર્ષમાં કુલ 20000 રૂપિયા થશે અને બાકીના 5000 રૂપિયા 12મા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવશે.

આ જાહેરાત કહેવામાં આવ્યું છે કે, જૂન અને જુલાઈ મહિનાની બંને યોજનાઓ હેઠળ સહાયની રકમ લાભાર્થીની માતાના બેંક ખાતામાં અથવા ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા તેમના પોતાના ખાતામાં જમા કરવામાં આવશે.

નમો લક્ષ્મી યોજના માટે 1259 કરોડ ખર્ચાશે

ગુજરાત સરકાર દ્વારા બજેટ 2024-25માં નમો લક્ષ્મી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજનાનો લાભ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મળશે. આ યોજનાનો સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

નમો લક્ષ્મી યોજના નો લાભ કોને મળશે?

  • નમો લક્ષ્મી યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળશે
  • ગુજરાતની ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આ યોજના માટે પાત્ર છે
  • સરકારી નિયમ અનુસાર શાળામાં વિદ્યાર્થીનીની પુરતી હાજરી હોવી જોઇએ
  • અરજદાર વિદ્યાર્થીની સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી હોવી જોઇએ
  • અરજદાર વિદ્યાર્થીનીના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ

નમો લક્ષ્મી યોજના માટે ક્યા ડોક્યુમેન્ટ જોઇએ?

  • વિદ્યાર્થીનીનું આધારકાર્ડ
  • માતા પિતાનું આધારકાર્ડ
  • શાળાનું આઈ કાર્ડ
  • શાળાની માર્કશીટ
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક ખાતાની વિગત (અજરદારની માતાનું બેંક એકાઉન્ટ)
  • જન્મ પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર

આ પણ વાંચો | ઘર હોમ લોન લઇ ખરીદવું કે ભાડે રહેવું? જાણો, ફાયદા અને ગેરફાયદા

નમો લક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી?

નમો લક્ષ્મી યોજના માટે અરજદાર વિદ્યાર્થિની એ સંપૂર્ણ પણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે – તે શાળા દ્વારા જ અરજદાર વિદ્યાર્થીનીના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરીને નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ