ગુજરાત સરકારની એક જાહેરાત અત્યારે વિવાદમાં છે. ગુજરાત સરકારની રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનની એક જાહેરાતમાં ભાગરો વટાયો હતો. સરકારની આ જાહેરાત એક ફોટોના કારણે વિવાદમાં સપડાઈ છે. સોશિયલ મીડિયા ઉપર આ જાહેરાત ઉપર ભારે પ્રતિક્રિયાઓ આવી રહી છે. ગ્રામ વિકાસ વિભાગની આ જાહેરાતમાં ઉપયોગમાં લેવાયા ફોટામાં તિરુવંનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરનો ફોટો લેવામાં આવ્યો છે. ટ્વિટર ઉપર રિના અજીત નામના યુઝર્સે આ પોસ્ટ પોસ્ટ કરી હતી.
શું છે જાહેરાત?
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની જાહેરખબરના હોર્ડિંગનું પોસ્ટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યું છે. પોસ્ટર રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંગેનું છે. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના જાહેરખબરના પોસ્ટરમાં લખ્યું છે કે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન દ્વારા પંચાયતોનો સશક્તિકરણ પંચાયત સભ્યોની ટ્રેનિંગ થકી ગામનો વિકાસ, પોસ્ટરમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર છે. આ ઉપરાંત પોસ્ટરમાં બે ફોટાનો ઉપયોગ કર્યો છે. જેમાં એક ફોટો હાથ ઊંચો કરીતી યુવતી દેખાય છે જ્યારે બીજા ફોટામાં ટ્રેનિંગ લઇ રહેલી મહિલાઓ દેખાય છે.
શું છે વિવાદ?
ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના રાષ્ટ્રય ગ્રામ સ્વરાજ અભિયાનના પોસ્ટરમાં એક ફોટો લેવામાં આવ્યો છે. જે વિવાદનું કારણ બન્યો છે. સરકાર દ્વારા ફોટો લેવામાં ભાંગરો વટાઇ ગયો છે. ગુજરાત સરકારની આ જાહેરખબરના પોસ્ટરમાં લેવાયેલો ફોટો કોઈ સામાન્ય યુવતી કે મહિલાનો નથી પરંતુ આ મહિલાનું નામ આર્યા રાજેન્દ્રન છે. જે કેરળ રાજ્યની રાજધાની તિરુવંનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી યુવા મેયર છે. ગુજરાત સરકારની જાહેરખબરમાં યુવા મહિલા મેયરના ફોટાનો ઉપોયગ થતાં આ જાહેરખબરનો ફોટો વાયરલ થયો છે અને વિવાદમાં ફસાયો છે. સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ ગુજરાત સરકારની આ જાહેરખબર ઉપર ભારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ગુજરાત સરકારની જાહેરખબરના પોસ્ટમાં ફોટામાં રહેલી યુવતી કોણ છે?
ગુજરાત સરકારની આ જાહેરખબરના પોસ્ટરમાં હાથ ઉંચો કરીને ઊભેલી યુવતોનો લેવાયેલો ફોટો કોઈ સામાન્ય યુવતી કે મહિલાનો નથી પરંતુ આ મહિલાનું નામ આર્યા રાજેન્દ્રન છે. તેમણે 28 ડિસેમ્બર 2020ના રોજ થિરુવનંતપુરમ કોર્પોરેશનમાં 21 વર્ષની ઉંમરે મેયરના શપથ લીધા હતા. આર્યા નાની ઉંમરના મેયર બન્યા હતા. આર્યા ત્યારે બીએસસીના બીજા વર્ષના વિદ્યાર્થિની હતા. એ સમયે તેમણે વિદ્યાર્થિની તરીકે અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે શહેરના મેયર તરીકેની જવાબદારી પણ સંભાળી હતી. તસવીરમાં માત્ર મેયર જ નહીં પરંતુ તિરુવનંતપુરમ તત્કાલિન જિલ્લા કલેક્ટર ડો. નવજોત ખોસે પણ દેખાય છે.
ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ આ પોસ્ટની પુષ્ટી કરતું નથી
ગુજરાતમાં આ પોસ્ટર ક્યાં લગાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી. ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસ આ પોસ્ટરની કોઈ પુષ્ટી કરતું નથી. રીના અજીથ ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે. અને લોકો આ પોસ્ટ ઉપર ભારે પ્રતિક્રિયા આપી હતી.