Vibrant Gujarat Global Summit 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે વિવિધ દેશોના પ્રમુખો અને કંપનીઓના વડાઓનું ગુજરાતમાં આગમન શરૂ થઇ ગયુ છે. કોરોના મહામારી બાદ ગુજરાતમાં પહેલીવાર વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયુ છે. છેલ્લે વર્ષ 2019માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ હતી. જો કે ત્યારબાદ કોરોના મહામારીના કારણે વર્ષ 2022માં વાઇબ્રન્ટ સમિટનું આયોજન મૌકૂફ રાખવામાં આવ્યું હતું. અલબત્ત વર્ષ 2022થી 2024 દરમિયાન છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 23 લાખ કરોડ રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યા છે. જે ઔદ્યોગિક વિકાસ અને રોકાણમાં ગુજરાતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
વાઇબ્રન્ટ સમિટ પૂર્વે છેલ્લા બે વર્ષમાં 23 લાખ કરોડના એમઓયુ થયા (Gujarat MoU Data)
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું તારીખ 10 થી 12 જાન્યુઆરી, 2024 આયોજન કરવામાં આવ્યુ છે, જે છેલ્લા ચાર વર્ષ બાદ પહેલી વાઇબ્રન્ટ સમિટ છે. અગાઉ કોરોના મહામારીના કારણે 2022માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મૌકૂફ રાખવામાં આવી હતી. જો કે વાઇબ્રન્ટ સમિટ 2024ની પૂર્વે 1 ફેબ્રુઆરી, 2022થી 3 જાન્યુઆરી, 2024 સુધીના છેલ્લા બે વર્ષમાં પણ દેશ – વિદેશની ઘણી કંપનીઓએ ગુજરાત સરકારે 23,72,031.74 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

નોંધનિય છે કે, કોરોના મહામારીના લીધે વર્ષ 2022ની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવામાં આવી હતી.જો તેના પણ વચનબદ્ધ રોકાણને ધ્યાનમાં લેવામાં આવે તો આ આંકડો 42.59 લાખ કરોડ સુધી પહોંચી જાય છે.
ગુજરાતમાં 10થી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ સમિટ 2024ની પહેલા રાજ્યના ખાણ અને ખનિજ વિભાગના સત્તાવાર આંકડા અનુસાર વિવિધ 20 ઔદ્યોગિક ક્ષેત્રોમાં ફેબ્રુઆરી 40,696 પ્રોજેક્ટમાં 23.72 લાખ કરોડ રૂપિયાના રોકાણના એમઓયુ થયા છે. આ એમઓયુથી રાજ્યમાં લગભગ 34.62 લાખ રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે.
મીડિયા રિપોર્ટમાં ટોચના સરકારી સૂત્રોને ટાંકીને જણાવાયુ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 40,000થી વધારે ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ સ્થાપવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે અને જો કોવિડ-19ના સમયગાળાને પણ ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં લગભગ એક લાખ નવા પ્રોજેક્ટના એમઓયુ કરવામાં આવ્યા છે, જેમાં એમએસએમઇ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરાર પર હસ્તાક્ષર થયા છે.
વર્ષ 2019ના વર્ષમાં 18.87 લાખ કરોડના એમઓયુ થયા (Vibrant Gujarat Summit 2019 MoU Data
કોરોના મહામારી ફેલાઇ તેની પૂર્વે 1 ફેબ્રુઆરી 2019થી 1 ફેબ્રુઆરી 2020 દરમિયાન 57,236 પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા, જેમાં 18,87,423.30 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જેમાં વર્ષ 2019થી 2021 દરમિયાન રાજ્યમાં 42.14 લાખ નવી રોજગારી ઉભી થવાની અપેક્ષા છે.
એમએસએમઇ સેક્ટરમાં સૌથી વધુ એમઓયુ (Gujarat MSME Sector MoU)
1 જાન્યુઆરી 2022થી 3 જાન્યુઆરી 2024ના આંકડાનું વિશ્લેષ્ણ કરીયે તો ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 40,696 પ્રોજેક્ટ માટે એમઓયુ થયા છે, જેમાં 23.72 લાખ કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. જેમાં સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ એમએસએસઇ સેક્ટરમાં 32,884 પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ઔદ્યોગિક ક્ષેત્ર પ્રોજેક્ટની સંખ્યા મૂડીરોકાણ (લાખ કરોડ) રોજગારી સર્જન (લાખ) પાવર, ઓઇલ – ગેસ (રિન્યુએબલ એનર્જી સહિત) 232 ₹ 8.41 3.17 કેમિકલ, ખાતર અને જીઆઈડીસી પ્રોજેક્ટ 631 ₹ 2.74 1.35 એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગો 138 ₹ 2.04 1.8 આઈટી અને બાયોટેકનોલોજી 90 ₹ 1.96 2.3 અર્બન ડેવલપમેન્ટ 2449 ₹ 1.90 5.08 એમએસએમઇ 32884 ₹ 1.19 5 કુલ 40694 ₹ 23.72 34 
આ પણ વાંચો | વાઇબ્રન્ટ સમિટ: ‘ગુજરાત ગ્રીન હાયડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને પોર્ટ્સ ત્રણેય સેક્ટરમાં લીડ લેવા સજ્જ’
તો રોકાણના મૂલ્યની દ્રષ્ટિએ પાવર, ઓઇલ-ગેસ (રિન્યુએબલ એનર્જી સહિત) સેક્ટરમાં સૌથી વધુ 8.41 લાખ કરોડના એમઓયુ કરાયા હતા. ત્યારબાદના ક્રમે કેમિકલ, ખાતર અને જીઆઈડીસી પ્રોજેક્ટમાં 2.76 લાખ કરોડ રૂપિયા; તો એન્જિનિયરિંગ – ઓટો અને અન્ય ઉદ્યોગોમાં 2.04 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા છે. તો સૌથી વધુ રોજગારી અર્બન ડેવલપમેન્ટ (શહેરી વિકાસ)ના પ્રોજેક્ટથી 5.08 લાખ લોકોને નોકરી મળવાની અપેક્ષા છે.





