/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-2.jpg)
ગુજરાતમાં રખડતા ઢોરની સમસ્યા બહુ ગંભીર છે. (Express Photo)
Gujarat Government Stray Cattle Guidelines : ગુજરાત સરકારે રખડતા ઢોર અંગે નિયમો જાહેર કર્યા છે. ગુજરાત હાઇકોર્ટની વારંવાર ફટકાર બાદ આખરે રાજ્ય સરકારે મહાનગર પાલિકા અને નગર પાલિકામાં ઢોર રાખવા અને રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર મનપા અને નપામાં ઢોર રાખવા માટે પશુપાલકે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમજ ઢોર રસ્તા પર રખડતા દેખાશે તો તેના માલિક પાસેથી દંડ વસૂલવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
રખડતા ઢોર માટે ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર
ગુજરાત સરકારે આજે મહાનગર પાલિક અને નગર પાલિકાઓ માટે રખડતા ઢોર અંગે નિયમો જાહેર કર્યા છે. રખડતા ઢોરની આ ગાઇડલાઇનનું મનપા અને નપા તેમજ ઢોર રાખનાર પશુપાલકોએ કડક પાલન કરવું પડશે. નિયમના ઉલ્લંઘન બદલ ઢોરને જપ્ત કરવાની સાથે સાથે તેના માલિકને દંડ ફટકારવાની જોગવાઇ કરાઇ છે.
ગુજરાતમાં રખડતા ઢોરની ગાઇડલાઇન
- નિયમ મુજબ મહાનગર પાલિકા અને નગરપાલિકામાં પશુપાલકોએ ઢોરનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે
- પશુપાલકે લાઇસન્સ અને પરમીટ આ માટે સિટી સિવિક સેન્ટરમાં કે ઓનલાઇન અરજી કરાવાની રહેશે
- પશુ દીઠ 200 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે
- પશુ રાખવા માટે લાઇસન્સ અને ફરજિયાત મંજૂરી મેળવવી પડશે, જેની મુદ્દત 3 વર્ષની રહેશે
- પશુ દીઠ લાઇસન્સ ફી 500 રૂપિયા અને પરમીટ ફી 250 ચૂકવવી પડશે
- 3 વર્ષની મુદ્દત પુરી થવાના એક મહિના પહેલા અરજી કરીને લાઇસન્સ અને પરમીટ રિન્યુઅલ કરાવવી પડશે. જેની માટે 500 રૂપિયા લાઇસન્સ ફી અને 250 રૂપિયા પરમીટ ફી ચૂકવવી પડશે અને તેની મુદ્દત 3 વર્ષની રહેશે
- જો કે 3 વર્ષની મુદ્દત સમાપ્ત થયા બાદ રિન્યુઅલ ફી ભરવા પર માસિક 100 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવશે
- દર વર્ષે પરમીટ આપનાર સરકારી ઓફિસર વાર્ષિક ઇન્સ્પેક્શન કરી મોનેટરીંગની કામગીરી કરશે.
- પશુપાલક નિયમનું ઉલ્લંઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
- નિયમનો ભંગ થશે તો પશુ માલિકી પાસેથી 1 હજારથી 10 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે
- બીજી વખત રખડતા ઢોર પકડાશે તો દોઢ ગણો દંડ થશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ચંદ્રયાન-3-ચંદ્ર-પર-પહોંચ્યું-3.jpg)
જગ્યા ધરાવતા પશુપાલકો માટે ઢોર રાખવાના નિયમો
- જગ્યા ધરાવતા પશુપાલકોએ કોઇ પણ પશુને શહેરની હદમાં લાવતા પહેલા મ્યુનિસિપલ કમિશ્નરની પૂર્વ મંજૂરી લેવી પડશે
- કોઇ પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો એક માસમાં પશુની નોંધણી કરાવવી પડશે, RFID ચીપ અને ટેગ લગાડવાની તેમજ પરમીટ લાઇસન્સ મેળવવાની કામગીરી પૂરી કરવાની રહેશે.
- હાલ શહેરોમાં રહેલા તમામ પશુઓને RFID ચીપ અને ટેગ લગાડવાની કામગીરી પશુપાલકે નિર્ધારિત ચાર્જ કરીને બે મહિનામાં પુરી કરાવી લેવી.
- રખડતા ઢોરની માર્ગદર્શિકા અમલમાં આવ્યાના ચાર મહિના બાદ જો કોઇ પણ પશુ RFID ચીપ અને ટેગ લગાડવાનો બાકી હશે તો તેને પકડી ઢોર ડબ્બો પૂરવામાં આવશે અને તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી તથા આ પશુઓને શહેરની બહાર મોકલી દેવામાં આવશે.
જગ્યા વગરના પશુપાલકો માટે ઢોર રાખવાના નિયમો
- જગ્યા નથી તેવા પશુપાલકો દ્વારા શહેરોમાં ઢોર રાખવા માટે નવા જાહેર કરાયા છે
- હંગામી ધોરણે નોંધાયેલા પશુ માલિકોએ નિયમ સમય (વધુમાં વધુ૨ માસમાં) સ્વ ખર્ચે પશુઓને શહેરીની હદની બહાર અન્યત્ર ખસેડવા પડશે.
- પશુને લાગેલી RFID ચીપ અને ટેગ જાણી જોઇને તોડવામાં આવશે તો પશુપાલક પાસેથી 500 રૂપિયા ચાર્જ વસૂલ કરી ફરી આરએફઆઇડી ચીપ અને ટેગ લાગડવામાં આવશે.
નવા નિયમ બનાવવાથી રખડતા ઢોરની સમસ્યા દૂર થશે? અમલ પણ જરૂરી
ગુજરાતના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. કેટલીક વખત તો રખડતા ઢોરની લડાઇ કે રખડતા ઢોરના હુમલાના કારણે નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. આથી ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કર્યા બાદ રાજ્ય સરકારે આખરે રખડતા ઢોરની ગાઇડલાઇન જાહેર કરી છે. જો કે મનપા અને નપાના સરકારી અધિકારીઓ રાજ્ય સરકારે જાહેર કરેલી રખડતા ઢોરની ગાઇડલાઇનનો કેટલો અને કેવી રીતે પાલન કરે છે તે જોવાનું રહ્યું.
ઘાસનું વેચાણ કરવા માટે પણ લાઇસન્સ મેળવવું પડશે
નવા નિયમ મુજબ શહેર વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ કે સંસ્થાએ ઘાસ વેચવા માટે લાઇસન્સ અને પરવાનગી મેળવવી પડશે. ઘાસ ક્યાથી લાવ્યા અને કોને વેચ્યુ તેની વિગતોનો રેકોર્ડ રાખવો પડશે.
આ પણ વાંચો | અમદાવાદમાં રખડતા ઢોરના નિયમો - પશુ રાખવા લાયસન્સ-પરમિટ-ટેગ હવે ફરજિયાત
અગાઉ અમદાવાદ AMCએ રખડતા ઢોર માટે નિયમો જાહેર કર્યા હતા
મેટ્રો સિટી અમદાવાદમાં પણ રખડતા ઢોરની ગંભીર સમસ્યા છે. ગુજરાત હાઇકોર્ટની વારંવાર ટકોર બાદ જુલાઇ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યાના નિવારણ માટે પશુ નિયંત્રિત પોલીસી બનાવવામાં આવી અને દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેમાં દૂધાળા પશુ રાખવા માટે લાયન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જ્યારે વ્યક્તિગત પશુ રાખવા માટે પરમિટ ફી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us