/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/secretaries-transferred.jpg)
ગુજરાત સરકાર દ્વારા 18 નાયબ સચિવોની બદલી કરવામાં આવી
Gujarat Government : ગુજરાત સરકાર દ્વારા 18 નાયબ સચિવોની બદલી કરવામાં આવી છે. જેમાં મનીષ શાહને ઉદ્યોગ અને ખાણ વિભાગમાંથી આદિજાતિ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય જે સચિવની બદલી કરવામાં આવી છે તેમાં તેજસ સોની. દિલીપ ઠાકર, દેવાયત ભમ્મર, કોમલ ભટ્ટ, નિકુંજ જાની, અનિતા ઝુલા, સમીર જોષી, રાજેન્દ્ર રાઠોડ, એમ વી પટેલ, આથમેરા કણસાગરા, કાનન પંડ્યા, મહેશ પ્રજાપતિ, ડો. જયશંકર ઓધવાણી, દિપલ હડીયલ, ભાવિતા રાઠોડ, હરેન્દ્રસિંહ પરમાર અને આર જે ખરાડીનો સમાવેશ થાય છે.
તેજસ સોનીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યાં
સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવ તેજસ સોનીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં મુકવામાં આવ્યાં છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ દિલીપ ઠાકરને ડે. કન્ટ્રોલર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે મુકવામાં આવ્યાં છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ દેવાયત ભમ્મરને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં નિમણૂંક અપાઈ છે. નાણાં વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો - રાજ્યસભા ચૂંટણી 2024 : ગુજરાત કોંગ્રેસ એક પણ ઉમેદવાર ઉભો નહી કરે, જાણો કેમ?
ગૃહ વિભાગના નાયબ સચિવ નિકુંજ જાનીને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. નાયબ સચિવ અનિતા ઝુલાને ગૃહ વિભાગ (ફરિયાદ)માં મોકલવામાં આવ્યા છે.
એક દિવસ પહેલા 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી
એક દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા એક સાથે 50 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી એમ.કે. દવેની ગાંધીનગરમાં કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી. જેમાં હાલ મોરબીના કલેક્ટર જીટી પંડયાની દેવભૂમિ દ્વારકામાં કલેક્ટર પદે બદલી કરવામાં આવી હતી. બી.એ. શાહને જામનગરના કલેક્ટરથી બદલીને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us