રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી

Gujarat IAS Transfer List : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેમની પાસે પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે

Gujarat IAS Transfer List : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેમની પાસે પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે

author-image
Ashish Goyal
New Update
Gujarat Government transfers IAS officers

Gujarat IAS Transfer List : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી

Gujarat IAS Transfer List : ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. 

Advertisment

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારે 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંજીવ કુમારને વન-પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે.

ગુજરાતના 26 IAS અધિકારીઓની બદલી

સંજીવ કુમાર (IAS 1998): વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેઓ ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો હવાલો પણ સંભાળશે.

ડૉ. વિક્રાંત પાંડે (IAS 2005) : તેઓ હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે રહેશે. સાથે જ તેઓ માહિતી અને પ્રસારણ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે.

Advertisment

અજય કુમાર (IAS 2006): ડેપ્યુટેશનથી પરત ફરતા તેમને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ના VC અને CEO નો વધારાનો ચાર્જ પણ સંભાળશે.

રમેશ ચાંદ મીણા, IAS (1997)  :  પ્રિન્સિપલ સેક્રેટરી, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ    પ્રિન્સિપલ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ.

અરુણકુમાર એમ. સોલંકી, IAS (1990) :   મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન, ગાંધીનગર, એડિશનલ ચીફ સેક્રેટરી, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્યોદ્યોગ) (વધારાનો ચાર્જ: MD, ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન).

મુકેશ કુમાર (IAS 1996): શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) માંથી બદલી કરીને શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ) ના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.

મિલિંદ તોરવણે (IAS 2000): પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક) ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે.

અશ્વિની કુમાર (IAS 1997): રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગમાંથી બદલી કરી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક અપાઈ છે.

અવંતિકા સિંઘ ઔલખ (IAS 2003): મુખ્યમંત્રીના વધારાના પ્રિન્સિપલ સેક્રેટરી પદેથી મુક્ત કરી GSPC ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિમણૂક અપાઈ છે. તેઓ ગુજરાત ગેસ અને GSPC LNG નો વધારાનો હવાલો પણ સંભાળશે.

સંદીપ કુમાર (IAS 2002): કૃષિ વિભાગના સેક્રેટરીથી બદલી કરી નાણા વિભાગ (આર્થિક બાબતો) ના સેક્રેટરી બનાવાયા છે.

જેનુ દેવન (IAS 2006): સ્ટેમ્પ ડ્યુટી નિરીક્ષકથી બદલી કરી નાણા વિભાગ (ખર્ચ) ના સેક્રેટરી બનાવાયા છે. તેઓ GUVNL ના MD નો ચાર્જ ચાલુ રાખશે.

રાજેશ માંઝુ, IAS (2004)  :  રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને Ex-officio સેક્રેટરી, મહેસૂલ વિભાગ    રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર અને Ex-officio સેક્રેટરી, મહેસૂલ વિભાગ (વધારાનો ચાર્જ: સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને IG ઓફ રજીસ્ટ્રેશન, ગાંધીનગર).

આ પણ વાંચો - ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યાં ગાયબ થઈ ગઈ?

આરતી કંવર, IAS (2001) :   સેક્રેટરી, નાણાં વિભાગ (આર્થિક બાબતો)    ચીફ કમિશનર, સ્ટેટ ટેક્સ, અમદાવાદ

ડૉ. વિનોદ રાવ (IAS 2000): શ્રમ અને રોજગાર વિભાગમાંથી બદલી કરી વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા છે.

અંજુ શર્મા (IAS 1991): કૃષિ વિભાગના ACS થી બદલી કરી સામાન્ય વહીવટ વિભાગ (પર્સનલ) ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

હરીત શુક્લા, IAS (1999)    ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અને Ex-officio પ્રિન્સિપલ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી)    ચીફ ઇલેક્ટોરલ ઓફિસર અને Ex-officio પ્રિન્સિપલ સેક્રેટરી, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી) (વધારાનો ચાર્જ: પ્રિન્સિપલ સેક્રેટરી, પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ).

રાજીવ ટોપનો (IAS 1996): સ્ટેટ ટેક્સ કમિશનરથી બદલી કરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

ડૉ. સંધ્યા ભુલ્લર, IAS (2003) :    રાજ્ય સરકારમાં પરત    કમિશનર, આરોગ્ય (શહેરી).

ડૉ. રાજેન્દ્ર કુમાર, IAS (2004)   સેક્રેટરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન, દેવસ્થાનમ વ્યવસ્થાપન,

ડૉ. કુલદીપ આર્ય, IAS (2009) :   CEO, સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા SIR અને માંડલ-બેચરાજી SIR), ગાંધીનગર ક્રેટરી, ઉદ્યોગ અને ખાણ વિભાગ (પ્રવાસન, દેવસ્થાનમ વ્યવસ્થાપન, નાગરિક ઉડ્ડયન અને તીર્થયાત્રા) (વધારાનો ચાર્જ: CEO, સ્પેશિયલ પ્રોજેક્ટ, ગાંધીનગર).

લોચન સેહરા (IAS 2002): ડેપ્યુટેશનથી પરત ફરતા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સેક્રેટરી તરીકે નિમણૂક પામ્યા છે.

રાજકુમાર બેનીવાલ (IAS 2004): GMB ના CEO પદેથી બદલી કરી GNFC (ભરૂચ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મુકાયા છે.

ધનંજય દ્વિવેદી (IAS 1998): આરોગ્ય વિભાગમાંથી બદલી કરી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુકાયા છે.

હર્ષદકુમાર રતિલાલ પટેલ, IAS (2005) :  કમિશનર, આરોગ્ય (શહેરી), ગાંધીનગર    સેક્રેટરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ.

ડૉ. રાહુલ બાબુલાલ ગુપ્તા, IAS (2004)  : સેક્રેટરી, ક્લાયમેટ ચેન્જ વિભાગ    સેક્રેટરી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ (વધારાનો ચાર્જ: સેક્રેટરી, ક્લાયમેટ ચેન્જ વિભાગ ચાલુ રહેશે)

મોહમ્મદ શાહિદ (IAS 1998): સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાત ગુજરાત સરકાર