/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Gujarat-Rain-transports.jpg)
ગુજરાતમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયો - Express photo
Gujarat Heavy Rain : ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં જળબંબાકરની સ્થિતિ સર્જાઈ છે. અનેક જિલ્લાઓના ગામે ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખૂબ જ પ્રભાવિત થયો છે. 24 કલાકમાં સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. જેના કારણે હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે જો તમે બહાર ગામ જવાનું વિચારી રહ્યા છો તો તમારે આ સમાચાર ચોક્કસ વાંચવા જોઈએ. અહીં તમને કયા હાઈવે અને કઈ ટ્રેનો સહિતની હવાઈ મુસાફરી માટેની એડવાઈઝરી સહિતની માહિતી આપવામાં આવી છે.
ગુજરાતના 22 સ્ટેટ હાઈવે પાણી ભરાવવાના કારણે બંધ
ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગુજરાતના 22 સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેના પગલે આ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાં અન્ય 37 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. વિવિધ પંચાયતો અંતર્ગત આવતા 549 રસ્તાઓ પણ બંધ થયા છે. આમ રાજ્યના કૂલ 608 રોડ રસ્તાઓ બંધ થયા છે.
એસટી બસની કઈ ટ્રીપો અને કયા રુટ બંધ?
14512 રૂટ પૈકી 64 રૂટ તેમજ 40515 ટ્રીપ પૈકી 583 રૂટ બંધ
- દાહોદ- 15 રૂટ, 242 ટ્રીપ
- મહીસાગર- 10 રૂટ, 112 ટ્રીપ
- પંચમહાલ- 5 રૂટ, 63 ટ્રીપ
- આણંદ- 6 રૂટ, 12 ટ્રીપ
- ખેડા- 7 રૂટ, 18 ટ્રીપ
- સુરત- 5 રૂટ, 14 ટ્રીપ
- નવસારી- 3 રૂટ, 43 ટ્રીપ
- વલસાડ- 8 રૂટ, 27 ટ્રીપ
ગુજરાતના ભારે વરસાદને કારણે રેલવે ટ્રાફિક પ્રભાવિત
સમગ્ર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે. જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે. ભારે વરસાદના કારણે અમદાવાદ, આણંદ, વડોદરા અને મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા અનેક ટ્રેનો મોડી પણ ચાલી રહી છે.
આ ટ્રેનો રદ્દ કરાઈ
વડોદરા ડિવિઝનના બાજવા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે નીચેની ટ્રેનો 27.08.2024 ના રોજ રદ કરવામાં આવી છે
- 19256 મહુવા - સુરત એક્સપ્રેસ
- 12268 હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરાન્તો એક્સપ
- 22924 જામનગર - બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સ્પ
- 20907 દાદર - ભુજ સયાજીનગરી એક્સપ્રેસ
- 20960 વડનગર - વલસાડ સુપર
- 22955 બાંદ્રા ટર્મિનસ - ભુજ કચ્છ એક્સપ્રેસ
- 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સ્પ
- 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સ્પ
- 09495 વડોદરા - અમદાવાદ પેસેન્જર
- 09496 અમદાવાદ - વડોદરા પેસેન્જર
- 09181 પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર
- 09170 અલીરાજપુર - પ્રતાપનગર પેસેન્જર
હવાઈ મુસાફરી કરનાર પેસેન્જર માટે અમદાવાદ એરપોર્ટની એડવાઈઝરી
ગુજરાત રાજ્યનું અને તેમાં પણ અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલા જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us