Gujarat rain forecast : ગુજરાતમાં મેઘાની રમઝટ! આજે ક્યાં પડશે ભારે વરસાદ? IMDએ શું કરી આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે મંગળવાર માટે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે મંગળવાર માટે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ હજી પણ મેઘરાજાની રમઝટ યથાવત છે. જોકે, ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર ઘટી ગયો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવાર માટે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે, ગુરુવારે નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આજે 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે રાજ્યના ત્રણ વિસ્તારોના 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.

અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાછે.

આ ઉપરાંત વડોદરા, છોટા દેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,નવાસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ- Ambjai Bhadarvi Poonam 2025: અંબાજી જતાં પહેલા આટલું કામ કરશો તો નહીં પડે તકલિફ, કેવી રીતે કરવું ઓનલાઈન પાર્કિંગ બૂક?

ગુરુવારે નર્મદામાં ભૂક્કા બોલાવશે વરસાદ

હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે ગુરુવારે વરસાદ નર્મદા જિલ્લાઓમાં ભૂક્કા બોલાવશે. હવામાન વિભાગે નર્મદા જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત