Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ભાદરવો મહિનો ભરપૂર જઈ રહ્યો છે. વરસાદ એક પછી એક વિસ્તારમાં ધબધબાટી બોલાવી રહ્યો છે. અત્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારો વરસાદ પડી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવામાન વિભાગે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે 1 સપ્ટેમ્બર 2025, સોમવારના દિવસે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગરનો સમાવેશ થાય છે.
18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે સોમવાર માટે 18 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ- વડોદરામાં પોતાના ટ્રાંસફરનો બદલો લેવા એન્જિનિયરે ત્રણ દિવસ આખા વિસ્તારનો પાણી પૂરવઠો બંધ કરાવી દીધો
મંગળવારે 9 જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે મંગળવારના દિવસે 9 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.