ગુજરાત હાઈકોર્ટે વારંવાર ગેરહાજર રહેવા બદલ વકીલને ફટકાર્યો રૂ. 5,000 નો દંડ : શું છે મામલો?

ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં ચોક્કસ આદેશ છતા વકીલની સુનાવણી દરમિયાન ગેરહાજરી બાદ જજે વકીલને પાંચ હજારનો દંડ ફટકાર્યો.

Written by Kiran Mehta
April 04, 2024 14:14 IST
ગુજરાત હાઈકોર્ટે વારંવાર ગેરહાજર રહેવા બદલ વકીલને ફટકાર્યો રૂ. 5,000 નો દંડ : શું છે મામલો?
ગુજરાત હાઈકોર્ટ (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)

ગુજરાત હાઈકોર્ટે ચોક્કસ આદેશો હોવા છતાં તેના અસીલ વતી વારંવાર હાજર ન થવા બદલ વકીલને રૂ. 5,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે વકીલ પ્રશાંત ચાવડાની વર્તણૂક બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને રિફર કરી હતી અને તેમને 30 દિવસમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને દંડની રકમ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.

1 એપ્રિલના રોજ આપેલા આદેશમાં, ન્યાયમૂર્તિ નિખિલ કારિયાલની અદાલતે જણાવ્યું હતું કે, વકીલ તેના ક્લાયન્ટ્સની અવગણના કરીને તેના વ્યવસાય પ્રત્યે સાચા રહ્યા નથી. કોર્ટે બાર કાઉન્સિલને યોગ્ય નોટિસ આપી અને આ આદેશ અને અગાઉના આદેશોના આધારે વકીલ સામે યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો.

કોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજી એડવોકેટ ચાવડા મારફત દાખલ કરવામાં આવી હતી પરંતુ, તેઓ અનેક પ્રસંગોએ હાજર થવામાં કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અરજદારોએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે, વકીલ તેમના કૉલનો જવાબ પણ આપી રહ્યા નથી અને ન તો તેઓ તેમના કેસના કાગળો પરત કરી રહ્યા છે. કોર્ટે અરજદારને ચાવડાને કાર્યમુક્ત કરવા માટે અને ગુજરાત હાઈકોર્ટના નિયમો હેઠળ યોગ્ય પગલાં લઈને નવા વકીલની નિમણૂક કરવા અરજદારોને 8મી એપ્રિલ સુધીનો સમય આપ્યો હતો.

જસ્ટિસ કારિયાલે ચાવડાના વર્તનની નોંધ લીધી અને કહ્યું કે, કોર્ટમાં હાજર રહેવાનું ટાળવા અને માંદગી/ રજાની નોંધો સબમિટ કરવાની વકીલની વૃત્તિ કોર્ટ અને કાયદાની યોગ્ય પ્રક્રિયા પ્રત્યે આદરનો અભાવ દર્શાવે છે.

કોર્ટે કહ્યું કે, “ઉલ્લેખનીય છે કે, આ બાબતની સુનાવણી 13.02.2024 ના રોજ કરવામાં આવી હતી અને જ્યારે એવું જણાય છે કે, રાજ્ય સરકારના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ અદાલતે વિદ્વાન વકીલ પાસેથી જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે કે, કયા સંજોગોમાં આક્ષેપો થયા છે, અને આ પ્રશ્ન વિદ્વાન વકીલને અસ્વસ્થતા પેદા કરી રહ્યો છે, તે પછી આ વિદ્વાન વકીલ આ કોર્ટમાં હાજર થયા નથી.”

આ પણ વાંચો – ગુજરાત હાઇકોર્ટે પાણીપુરી વેચનારના પુત્રને મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવાના કોર્ટના આદેશને પલટ્યો, જાણો શું છે કેસ?

તેમણે ઉમેર્યું કે, “એક વિદ્વાન વકીલ તેના ગ્રાહકો માટે હાજર રહે છે તે માત્ર મુખપત્ર નથી. તેના બદલે વિદ્વાન વકીલ આવશ્યકપણે કોર્ટના અધિકારી હોય છે, જેમની એકમાત્ર ફરજ ન્યાયની ખાતરી કરવા માટે યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવામાં કોર્ટને મદદ કરવાની છે. વિદ્વાન વકીલની ગેરહાજરીને કારણે કોર્ટના કિંમતી સમયનો બિનજરૂરી બગાડ પણ થયો છે”.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ