Gujarat high court : સુનીતા અગ્રવાલ બનશે ગુજરાતના હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સાત રાજ્યોની હાઇકોર્ટ માટે નવા ન્યાયાધીશોની ભલામણ કરી

Sunita agrawal appointment as a Gujarat high court chief justice : સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત સહિત જે સાત રાજ્યોની હાઇકોર્ટ માટે નવા ન્યાયાધીશોની ભલમણ કરાઇ છે તેમાં જજ સુનીતા અગ્રવાલ એક માત્ર મહિલા જસ્ટિસ છે.

Sunita agrawal appointment as a Gujarat high court chief justice : સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ગુજરાત સહિત જે સાત રાજ્યોની હાઇકોર્ટ માટે નવા ન્યાયાધીશોની ભલમણ કરાઇ છે તેમાં જજ સુનીતા અગ્રવાલ એક માત્ર મહિલા જસ્ટિસ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gujarat high court chief justice sunita agrawal

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જજ સુનીતા અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે નિમણુંક કરવાની ભલામણ કરી છે. (photo - allahabadhighcourt.in)

Supreme Court Collegium Recommends Appointment of chief justice for 7 high court: ગુજરાત હાઇકોર્ટને વધુ એક મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે. આ વખતે સુનીતા અગ્રવાલની ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે નિમણુંક કરવામાં આવી છે. ચાલુ વર્ષે જજ સોનિયાબેન ગોકાણી બાદ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનનાર બીજા મહિલા જસ્ટિસ છે. તો હાલના ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ આશિષ દેસાઇની કેરળ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદે માટે ભલામણ કરાઇ છે. નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત સહિત જે સાત રાજ્યોની હાઇકોર્ટ માટે નવા ન્યાયાધીશોની ભલમણ કરાઇ છે, તેમાં 57 વર્ષીય જજ સુનીતા અગ્રવાલ એક માત્ર મહિલા જસ્ટિસ છે.

Advertisment

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ કોણ છે

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે સુનીતા અગ્રવાલની નિમણુંક કરાઇ છે. તેમનો જન્મ 30 એપ્રિલ 1966ના રોજ થયો હતો. તેમણે વર્ષ 1989માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ વર્ષ 1990માં તેઓ ઉત્તર પ્રદેશની બાર કાઉન્સિલના સભ્ય બન્યા. તેમને 21 નવેમ્બર 2011ના રોજ અલાહાબાદ હાઈકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાયા અને 6 ઓગસ્ટ, 2013 ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.

ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા

ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ હાલ ઉત્તર પ્રદેશમાં અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ છે. તેઓએ ભારતીય કાયદામાં ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે, જેમાં અલાહાબાદ હાઈકોર્ટના અધિકારક્ષેત્ર અંગે એક ઉલ્લેખનિય ચુકાદો લખ્યો છે. તે ઉપરાંત જસ્ટિસ અગ્રવાલે 2020ના ઝેન્હુઆ ડેટા લીક બાદ તેમના તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું કે, કારણ કે તેઓ ભારતના એવા 30 ન્યાયાધીશોમાં એક હતા જેમની ચીનની ડેટા એનાલિટિક્સ કંપની દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આમ તેઓ હાઇકોર્ટની કોર્ટ કાર્યવાહીનો 11 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા ન્યાયાધીશ છે.

સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ક્યા ન્યાયાધીશોની ભલામણ કરી

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડના વડપણ હેઠળના સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સાત હાઇકોર્ટ માટે નવા મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. કોલેજિયમ તરફથી કેરળ, ઓડિશા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાતની હાઇકોર્ટ માટે નવા ચીફ જસ્ટિસના નામ કેન્દ્રને મોકલ્યા છે. નવી રચાયેલી કોલેજિયમમાં જસ્ટિસ સંજય કિશન કોલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બી.આર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત પણ સામેલ છે. કોલેજિયમે બુધવારે પોતાની બેઠક બેઠકમાં આ નિર્ણય લીધો છે.

Advertisment

  • ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે જજ સુનીતા અગ્રવાલના નામની ભલામણ કરાઇ છે
  • તો ગુજરાતના હાઇકોર્ટના હાલના જજ આશિષ દેસાઇને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ કરાઇ છે
  • ઓરિસ્સાના હાઇકોર્ટના જજ સુભાસીસ તાલપત્રાની આ જ અદાલતના ચીફ જસ્ટિસ પદે નિમણુંક કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે.
  • દિલ્હી હાઇકોર્ટના જજ સિદ્ધાર્થ મ્રિદુલને મણિપુર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવા પ્રસ્તાવ મોકલાયો છે
  • આંધ્રપ્રદેશ હાઇકોર્ટ માટે બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરનના નામની ભલામણ કરાઇ છે.
  • તો બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના પદ માટે અલાહાબાદ હાઇકોર્ટના જજ દેવેન્દ્ર ઉપાધ્યાયનું નામ સૂચવ્યુ છે.
  • તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદ માટે કોલેજિયમના કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ આલોક આધ્રેનું નામ સૂચવ્યુ છે.
  • કોલેજિયમે તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાં અને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ. વેંકટનારાયણ ભટ્ટીના નામની સુપ્રીમ કોર્ટમાં બઢતી માટે પણ ભલામણ કેન્દ્રને મોકલાઇ છે.
  • સપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સ્વીકૃત સંખ્યા 34 છે, પરંતુ પાછલા મહિને 3 ન્યાયધીશો નિવૃત્તિ થયા બાદ હાલ 31 જજ છે.
ગુજરાત હાઇકોર્ટ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ સુપ્રીમ કોર્ટ ગુજરાત