ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે ઇતિહાસમાં પહેલીવા મહિલા જજની નિમણુંક કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદે સોનાયા જી ગોકાણીની નિમણુંક કરવાની ભલામણ કરી છે.
હાલના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં બઢતી થશે
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુરાતના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે સોનિયા બેન ગોકાણીની નિમણુંક કરવાની ભલામણ કરી છે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટના હાલના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવામાં આવશે. આથે તેમના સ્થાન સોનિયા ગોકાણીની મુખ્ય ન્યાયાધીશ પદે નિમણુંક કરાયા છે. આમ તેઓ ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે.
25 ફેબ્રુઆરી સુધી જ રહેશે ચીફ જસ્ટિસ પદે
સોનિયા બેન જી. ગોકાણ મૂળ જામનગરના વતની છે. જસ્ટિસ ગોકાણી હાલમાં ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. તેઓ 17 ફેબ્રુઆરી, 2011 ના રોજ ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પદેથી 25 ફેબ્રુઆરી, 2023 ના રોજ નિવૃત્તિ થશે છે. વયમર્યાદાને કારણે નવા ચીફ જસ્ટિસ માત્ર 15 દિવસમાં જ નિવૃત્ત થશે. જસ્ટિસ ગોકાણી ગુજરાત રાજ્યની જ્યુડિશિયલ સર્વિસમાંથી પસંદ કરવામાં આવ્યા છે.

કોણ છે નવા જસ્ટિસ સોનિયા જી. ગોકાણી
61 વર્ષીય જસ્ટિસ સોનિયા બેન જી. ગોકાણી મૂળ જામનગરના વતની છે. તેમનો જન્મ 26 ફેબ્રુઆરી 1961માં થયો હતો. તેમણે ગુજરાતમાં માઇક્રોબાયોલોજીમાં બીએસસી અને ત્યારબાદ એલએલબી અને એલએલએમનો અભ્યાસ કર્યો છે. તેમણે જામનગરની કે.પી.શાહ લો કોલેજમાં પાર્ટ-ટાઇમ લેક્ચરર તરીકે સેવા આપી હતી. ઉપરાંત પાંચ વર્ષ સુધી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના સભ્ય તરીકે સેવા આપી હતી.
10 જુલાઇ 1995ના રોજ તેમની અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ નિમણુંક કરાઇ હતી. તેમણે 2003 થી 2008 દરમિયાન ગુજરાતના આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સ્પેશિયલ કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની સ્પેશિયલ કોર્ટના જજ તરીકે પણ કામગીરી કરી છે. ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2011ના રોજ તેમની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણુંક કરવામાં આવી હતી અને 28 જાન્યુઆરી 2013ના રોજ કાયમી જજ બનાવવામાં આવ્યા હતા.