scorecardresearch

ખેડા જાહેરમાં માર મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ પોલીસને નોટિસ ફટકારી, પીડિતોએ કાર્યવાહી કરવાની માંગ કરી

Gujarat high court kheda police: ખેડા ગરબા કાર્યક્રમમાં યુવકોને માર મારવાના કિસ્સાઓમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આ ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ સહિત રાજ્યના અધિકારીઓ સામે નોટિસ ઈશ્યૂ કરી છે.

ખેડા જાહેરમાં માર મારવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટ પોલીસને નોટિસ ફટકારી, પીડિતોએ કાર્યવાહી કરવાની માંગ કરી
આરોપીને થાંભલા સાથે બાંધીને ફટકારતી પોલીસ

સોહિની ઘોષઃ નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લાના ઉંધેલા ગામમાં ગરબા કાર્યક્રમમાં પથ્થર મારો કરી કથિત રીતે ખલેલ પહોંચાડવાની ઘટનામાં પોલીસ દ્વારા મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવમાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આ ઘટનામાં સામેલ પોલીસકર્મીઓ સહિત રાજ્યના અધિકારીઓ સામે નોટિસ ઈશ્યૂ કરી છે.

મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ એ જે શાસ્ત્રીની પીઠ સમક્ષ અરજીકર્તાઓનું પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ એડવોકેટ આઈ એચ સૈયદે કહ્યું હતું કે, પોલીસકર્મીઓએ પોતે વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા ઉપર પણ અપલોડ કર્યો હતો. એક પોલીસ વાનમાં તેમને (પીડિતોને) પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. દરેક આરોપીને બહાર કાઢીને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને પોલીસ વાનમાં નાંખવામાં આવ્યા હતા. સાર્વજનિક દ્રષ્ટીએ આમ જ થયું હતું. આ ઘટનામાં અટકાયત અને ધરપકડ કરતા સમયે પોલીસ માટે સુપ્રીમ કોર્ટે આપેલા દિશા નિર્દેશોનું સંપૂર્ણ પણે ઉલ્લંઘન છે.

પીઠે 15 લોકોને નોટિસ ફટકારી ને 12 ડિસેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું

62 વર્ષીય જહીરમિયા માલેક, 45 વર્ષીય મકસૂદાબાનુ માલેક, 23 વર્ષીય સહદમિયા માલે, 24 વર્ષીય શાકિલ મિયા માલેક અને 25 વર્ષીય શાહિદરાજા માલેકે અરજી કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે મુસ્લિમ યુવકોને 4 ઓક્ટોબરના રોજ પોલીસે જાહેરમામાં માર માર્યો હતો. અરજીમાં 15 પોલીસ કર્મચારીઓમાં આઈજી (અમદાવાદ રેન્જ), ખેડા એસપી ઓફિસ, માતર પોલીસ સ્ટેશનના 10 કોન્સ્ટેબલ અને ખેડા એલસીબીના પીઆઈ અને બે બીએસઆઈનો સામે આરોપ લગાવવામાં આવ્યો છે.

અરજીમાં અરજીકર્તાઓએ માંગણી કરી છે કે પશ્વિ બંગાળ રાજ્યના ડીકે બસુ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દરપકડ કે અટકાયત દરમિયાન દિશાનિર્દેશોનું અવમાનના અને ગેર અનુપાલન કરવા માટે પોલીસ કર્મચારીઓને સજા કરવામાં આવે. અરજી કર્તાઓએ મારપીટ દરમિયાન પીડિતો માટે વળતરની પણ માંગણી કરી હતી.

કોના ઉપર લગાવાયો છે આરોપ?

એવી પરમાર, ઇન્સ્પેક્ટર (એલસીબી)
ડી બી કુમાવત, પીએસઆઈ (એલસીબી)
એચ એમ રબારી, પીએસઆઈ (માતર પોલીસ સ્ટેશન)
કનક સિંહ લક્ષ્મણસિંહ ડાભી, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
મહેશ રબારી, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
જયેશ રબારી, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
રતુરાજસિંહ ગોપાલસિંહ પરમાર, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
અશ્વિન, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
વનરાજસિંહ ભાગુભાઈ, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
અર્જુનસિંહ, હેડ કોન્સ્ટેબલ, એલસીબી
વિષ્ણુ હરજીભાઈ રબારી, કોન્સ્ટેબલ, માતર પોલીસ સ્ટેશન
રાજુભાઈ રમેશભાઈ ડાભી, કોન્સ્ટેબલ, એલસીબી
મહિપતસિંહ ભગવત સિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ,માતર પોલીસ સ્ટેશન
એસપી ખેડા
આઈજી (અમદાવા રેન્જ)ના કાર્યાલયમાં અધિકાર ક્ષેત્રમાં ખેડા જિલ્લાનો સમાવેશ થાય છે.

અરજીકર્તાએ માગણી કરી છે કે કોર્ટ એસપી ખેડાને મૂળ ડીવીઆર, એસઓજી કાર્યાલયના કેમેરા, ટોલ પ્લાઝા સહિત રસ્તામાં લાગેલા બધા સીસીટીવી કેમેરાને ઝડપી જપ્ત કરવાની સૂચના આપે. અરજી કર્તાએ જણાવ્યું હું કે 3 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઘેલા ગામમાં માતર ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને તેમના પક્ષના સભ્યા આવ્યા બાદ વિવાદ શરુ થયો હતો. ત્યારબાદ 11 પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને અરજી કર્તા સહિત અન્ય વ્યક્તિઓની અટકાય કરી હતી.

અરજીકર્તા અનુસાર લગભગ 2 વાગ્યે પોલીસ કર્મીઓ એક મહિલા કોન્સ્ટેબલની હાજરી વગર જ મકસૂદબાનુ નામની મહિલાના ઘરમાં દાખલ થયા હતા. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ કર્મીોએ મકસૂદબાનુને માર માર્યો હતો અને ઘાયલ કર્યા હતા. અરજીકર્તાઓએ એ પણ આરોપ લગાવ્યો હતો કે તેમને ખેડાના એસઓજી પોલીસ સ્ટેશન લઈ જવાયા અને આખી રાત લોકઅપમાં પુરી રાખ્યા હતા.

અરજીકર્તાઓ અનુસાર અરજીકર્તાઓ અને પાંચ અન્ય લોકોને ચાર ઓક્ટોબરે બપોરના સમયમાં ઉંધેલા ગામમાં મસ્જિદ ચોક લઈ જવાયા હતા. ચોક વચ્ચે આવેલા થાંભલા સાથે બાંધીને જાહેરમાં જ 13 પોલીસ કર્મચારીઓએ માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.

અરજીકર્તાઓએ એ પણ આરોપ લગાવ્યો હતો કે માર માર્યા બાદ હોસ્પિટલ લઈ જવાના અનુરોધને પોલીસે નકારી દીધો હતો. તેમને માતર પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. અને ઔપચારિક રૂપથી ચાર ઓક્ટોબર રાત્રે 9.15 વાગ્યે તેમની ધરપકડ બતાવવામાં આવી હતી. ત્યારબાદ 5 ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે તેમને મેજીસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યા હતા.

અરજીકર્તાઓએ એ પણ પ્રસ્તુત કર્યું કે મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરતા સમેય માતર વિધાનસભા ક્ષેત્રના 200 અન્ય વ્યક્તિઓ સાથે ધારાસભ્ય અદાલત પહોંચ્યા હતા. હાઈકોર્ટમાં જતા પહેલા, અરજદારોએ, ખેડા એસપી અને આઈજી (અમદાવાદ રેન્જ) ને કરેલી રજૂઆતમાં, 13 પોલીસ કર્મચારીઓના “ઉચ્ચ હાથના, ગેરકાયદેસર, અમાનવીય, ઘૃણાસ્પદ અને તિરસ્કારપૂર્ણ કૃત્યો” ની વિગતો આપી હતી.

Web Title: Gujarat high issue notice to the policemen kheda garba beaten issue

Best of Express