scorecardresearch

રેવડી સંસ્કૃતિ કે નક્કર વિકાસ? હિમાચલ અને ગુજરાતમાં ભાજપ માટે પ્રથમ કસોટી

Gujarat Himachal election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ (BJP) મફતખોરી (Freebies culture) સામે કલ્યાણકારી વિકાસ (welfare development) ની લડાઈ લડી રહી હોવાની વાતો કરે છે.

રેવડી સંસ્કૃતિ કે નક્કર વિકાસ? હિમાચલ અને ગુજરાતમાં ભાજપ માટે પ્રથમ કસોટી
ગુજરાત અને હિમાચલ ચૂંટણીમાં વિકાસ અને રેવડી સંસ્કૃતિ વચ્ચે લડાઈ?

“રેવડી સંસ્કૃતિ” વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મફતની સામે “સૈદ્ધાંતિક વિકાસ” સાથે આગળ વધવાની વાત કરી રહ્યા છે, ભાજપ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં એક જટિલ સંતુલન કાર્ય પર વાત કરી રહી છે, જ્યારે તેના હરીફો વચનો સાથે આગળ વધી રહ્યા છે.

ગયા રવિવારે પ્રકાશિત થયેલ હિમાચલ પ્રદેશ માટેના તેના ‘સંકલ્પ પત્ર’માં, ભાજપે જાહેરાત કરી હતી કે, જો તે રાજ્યમાં સત્તા પર પાછી ફરે છે, તો ધોરણ 6-12ની વિદ્યાર્થીનીઓને સાયકલ મળશે જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીનીઓને સ્કૂટી મળશે. પાર્ટીએ બીપીએલ પરિવારોમાં મહિલાઓ માટે મફત એલપીજી સિલિન્ડર, સગર્ભા મહિલાઓ માટે રૂ. 25,000 વગેરેનું વચન પણ આપ્યું હતું.

ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા, રાજ્યની ભાજપ સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ બે મફત એલપીજી સિલિન્ડરની જાહેરાત કરી હતી. તેમનો રાજ્યમાં મેનિફેસ્ટો બહાર પાડવાનો બાકી છે.

બીજેપી રાષ્ટ્રીય નેતૃત્વ, જે પાર્ટીનો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે શિમલામાં હતું, તેમણે વચનોને યોગ્ય ઠેરવતા કહ્યું કે, આ “મફતખોરી નથી પરંતુ મહિલાઓને સશક્ત કરવાનું પગલું છે”. જો કે, ખાનગીમાં, તેઓ કબૂલ કરે છે કે, “પાતળી લાઇન લોકોના નક્કર વિકાસના પગલાં અને રેવડી સંસ્કૃતિને અલગ પાડે છે” – એક દલીલ જે ​​વિપક્ષે ફોરવર્ડ કરી છે.

ભાજપના ટોચના નેતાએ કહ્યું, “મફત એ એવી વસ્તુઓ છે જેને તમે જાતે દૂર કરી શકો છો. (જેમ કે) લોન અથવા વીજળીના બિલ માફ કરવા વગેરે.” તેનાથી વિપરીત, તેમણે કહ્યું કે, સાયકલ અને સ્કૂટી છોકરીઓ અને મહિલાઓને સશક્ત બનાવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, જેઓ તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે કહ્યું: “સશક્તિકરણ અને આકર્ષણ વચ્ચે તફાવત છે. જ્યારે તમે કોઈને સશક્તિકરણ કરો છો… તે આકર્ષણ નથી. અમારી તમામ પ્રતિબદ્ધતાઓ મહિલાઓ, બાગાયતશાસ્ત્રીઓ, કૃષિકારોના સશક્તિકરણ માટે છે.”

આ પણ વાંચોPAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ભાજપ “મફત અને કલ્યાણના પગલાંને અલગ રીતે જુએ છે”. “ગરીબ ઘરને વીજળી પહોંચાડવી, જ્યાં 75 વર્ષમાં વીજળી પહોંચી નથી, તે માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે. પરંતુ વીજળી વપરાશ ચાર્જ માફ કરવો અને મફત વીજળી મફત આપવી આ રેવડી સંસ્કૃતિ છે. તેવી જ રીતે, ગરીબોને ઘર અને શૌચાલય પ્રદાન કરવા, અથવા મહામારી દરમિયાન ભોજન વિતરણ કરવું, તેને રાહત તરીકે લઈ શકાય નહીં, એમ તેમણે જણાવ્યું હતું.

જ્યારે ભાજપના સૂત્રો સ્વીકારે છે કે, આ એક “કઠીન કડી” છે, તેઓ કહે છે કે પાર્ટી પાસે કેટલાક વિકલ્પો છે. પાર્ટીના એક પદાધિકારીએ કહ્યું, “કોંગ્રેસ અને AAP સહિત અમારા હરીફો વિવિધ વર્ગોને વિવિધ વચનો આપી રહ્યા છે. ભાજપ પોતાનું મોઢું ફેરવી શકતી નથી”

ભાજપના એક વરિષ્ઠ નેતા કહે છે કે, માત્ર ભારતમાં જ નહીં, “કલ્યાણકારી રાજનીતિ સમગ્ર વિશ્વમાં સામાન્ય બની છે”.

આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી સર્વે: માત્ર 17 ટકા લોકો મોદી-શાહના કામને માને છે અસરકારક, શું હશે સૌથી મોટો મુદ્દો

“તમે આકર્ષણ અને નક્કર વિકાસ વચ્ચે તફાવત કરી શકો છો, આની કિંમત આર્થિક વિકાસ માટે અવરોધો ઊભા કરી શકે છે, પરંતુ તમે એવી દલીલ સામે કેવી રીતે જીતશો કે ગરીબોને સુવિધાઓ અને સામગ્રી પ્રદાન કરવી સરકારની ફરજ છે? સૈદ્ધાંતિક વલણ પર પ્રવચનો આપવા માટે ચૂંટણીનો સમય યોગ્ય સમય નથી.”

હિમાચલ પ્રદેશમાં, જ્યાં ભાજપ આંતરિક લડાઈ અને સત્તા વિરોધી બંને લડાઈ લડી રહ્યું છે, કોંગ્રેસે તેના ઢંઢેરામાં તમામ ઘરોને માસિક 300 યુનિટ સુધી મફત વીજળી અને 18 વર્ષથી ઓછી વયની મહિલાઓને 1,500 રૂપિયા પ્રતિ માસની નાણાકીય સહાયનું વચન આપ્યું છે.

ગુજરાતમાં, જ્યાં કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં સારી લડત આપી હતી, પાર્ટીએ કહ્યું છે કે, તે 500 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર, 300 યુનિટ સુધી મફત વીજળી, કેજીથી પીજી સુધી છોકરીઓ માટે મફત શિક્ષણ, 4 લાખ રૂપિયા ભથ્થું આપશે. જે પરિવારોએ કોવિડ-19થી પરિવારનું સભ્ય ગુમાવ્યું છે, તેમને રૂ. 3 લાખ સુધીની ખેતીની લોન માફી અને જો તેમની પાર્ટી રાજ્યમાં સત્તા આવે તો ખેડૂતો માટે મફત વીજળી.

ગુજરાતની ચૂંટણી માટે, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP, જે રાજ્યની રાજનીતિમાં ત્રીજા ખેલાડી તરીકે ઉભરી આવી છે, તેણે 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને 1,000 રૂપિયાનું માસિક ભથ્થું આપવાનું વચન આપ્યું હતું, જેના માટે તેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. AAPએ દરેક પરિવારને 300 યુનિટ સુધીની મફત વીજળી અને બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3,000ની ભથ્થાની ખાતરી આપી છે.

આ પણ વાંચોગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસે વધારે ગુનાહિત કેસ ધરાવતા ઉમેદવારો નામાંકિત કર્યા : Report

નડ્ડાએ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચનોને “માત્ર લાલચ” ગણાવ્યા. તેમણે કહ્યું. “કોંગ્રેસે (કોંગ્રેસ શાસિત) છત્તીસગઢ અથવા રાજસ્થાનમાં આપેલા વચનો પાળ્યા નથી,”

કોંગ્રેસના સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનાતેએ ભાજપ પર બેવડુ બોલવાનો આરોપ લગાવ્યો. “એક તરફ, ભાજપ અને પીએમ મોદી સામાન્ય લોકો માટે પ્રોત્સાહનો અને મદદને રેવડી તરીકે ટાંકે છે અને હુમલો કરે છે. બીજી તરફ, તેમનો મેનિફેસ્ટો રાહતના વચનોથી ભરેલો છે.”

તેણીએ કહ્યું કે, આ એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે ભાજપ હિમાચલ પ્રદેશમાં પોતાનું “સંપૂર્ણ વોશ આઉટ ” જોઈ રહી છે. “તેમની પાસે છેલ્લાં પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર અને કુશાસન સિવાય બતાવવા માટે કંઈ નથી. તેમનો 2022નો મેનિફેસ્ટો એ 2017ના મેનિફેસ્ટોની કોપી-પેસ્ટનું કામ છે, જ્યાં પોકળ વચનો અધૂરા જ રહ્યા છે.”

આ મુદ્દો સૌપ્રથમ ત્યારે સામે આવ્યો જ્યારે વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે આ વર્ષની શરૂઆતમાં, યુપી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, જેને તેમણે પક્ષકારોને મફતખોરીની ઓફર કરવાની પ્રથા તરીકે ઓળખાવી. જુલાઈમાં, મોદીએ વિપક્ષ પર “રેવડી” સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવીને આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ભાજપ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો પર નજર રાખી રહી છે, જે રાજ્યોમાં વિકાસની રાજનીતિ સક્સેસ છે, ભાજપ કલ્યાણકારી રાજકારણ અને નક્કર વિકાસના એજન્ડા સાથે જ આગળ વધે છે, વિરોધી પક્ષો સામે જીત મેળવવામાં ભાજપનું આ હથિયાર કારગર સાબિત થયેલું છે.

આ પણ વાંચોડીજી વણઝારાએ નવો રાજકીય પક્ષ બનાવ્યો ‘પ્રજા વિજય પક્ષ’, ગુજરાતમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડશે

ગયા મહિને, ચૂંટણી પંચે પક્ષકારોને એક દરખાસ્ત પર પત્ર લખ્યો હતો કે, તેઓ તેમના વચનો પુરા કરવા નાણા ક્યાંથી લાવશે તે કયા સંસાધનથી પ્રાપ્ત કરશે, તે માધ્યમો જણાવે, અને તેની અસર રાજ્ય અથવા કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિરતા પર પડશે કે નહીં

(સ્ટોરી – Liz Mathew, અનુવાદ – કિરણ મહેતા)

Web Title: Gujarat himachal election welfare development against revdi culture first test bjp

Best of Express