home minister harsh Sanghvi father passed away : ગુજરાતમાંથી આજે મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ભાજપના યુવા નેતા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું અવસાન થયું છે. આજે શનિવારે બપોરના સમયમાં હોસ્પિટલના બિછાને રમેશચંદ્ર સંઘવીએ અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી પ્રમાણે તેઓ લાંબા સમયથી બિમાર હતા અને છેલ્લા ત્રણ દિવસથી આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે 17 ઓગસ્ટ 2024, શનિવારે સાંજે પાંચ વાગ્યે અંતિમયાત્રા નીકળશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત તેઓ સ્વભાવે સેવાભાવી અને સામાજીક કાર્યોમાં હંમેશા આગળ પડતા રમેશચંદ્ર સંઘવી છેલ્લા ગણા સમયથી બીમાર રહેતા હતા.
તેમની નાદુરસ્ત તબિયતના કારણે તેમની સારવાર સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે બપોરે તેમની તબિયત વધારે બગડી હતી. જોકે, તેમણે હોસ્પિટલના બિછાનેથી દુનિયાને અલવિદા કહ્યું હતું.