Gujarat Police : ગુજરાતના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) નરસિમ્હા કુમાર (IPS) ને બુધવારે 2022-23માં ચૂંટણી વ્યવસ્થાપન માટે ભારતના ચૂંટણી પંચના રાષ્ટ્રીય પુરસ્કારોમાં સુરક્ષા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા માટે એવોર્ (Award)ડ મળ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ECI એ સ્વીકાર્યું હતું કે, તેમના નેતૃત્વ, આયોજન, વિવિધ એજન્સીઓ સાથેના સંકલન અને સુરક્ષા વ્યવસ્થાને કારણે ગુજરાતમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી.
ભારતના ચૂંટણી પંચે 25મી જાન્યુઆરી, 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસના રોજ ચૂંટણી વ્યવસ્થાપન અને નવીનતાઓમાં શ્રેષ્ઠતા માટેના રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરી હતી. હિમાચલ પ્રદેશને ગયા વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવવા બદલ ચૂંટણી વ્યવસ્થાપન 2022-23 માટે શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – રાજ કુમાર ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત, કોણ છે આ IAS?
નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે, “આધુનિક સમયની ચૂંટણીઓ જટિલ સુરક્ષા પડકારો રજૂ કરે છે અને અમે સાવચેતીપૂર્વક આયોજન કર્યું હતું, પોલીસ દળની મહત્તમ તૈનાતી કરી હતી અને ચૂંટણીના શાંતિપૂર્ણ સંચાલન માટે ગુનાહિત અને અસામાજિક તત્વો સાથે સખત રીતે વ્યવહાર કર્યો હતો. આ પુરસ્કાર મેગા આયોજન માટે સુરક્ષા વ્યવસ્થા કરવામાં ગુજરાત પોલીસના નેતૃત્વ અને ફીલ્ડ એકમોની ઓળખ છે.