પોલીસ આરોપીને મારતો વીડિયો બતાવતા એન્કરે કહ્યું, આ છે ગુજરાત પોલીસના ‘દાંડિયા’, લોકોએ શું કરી પ્રતિક્રિયા?

Gujarat kheda young man beating case : એન્કર અમન ચોપરા (anchor aman chopra) એ તેમના લાઈવ શો (Live Show) માં ગુજરાત પોલીસ (Gujarat Police) નો સાદા યુનિફોર્મમાં આરોપીઓને માર મારતો વીડિયો બતાવ્યો અને કહ્યું, 'ગરબામાં પથ્થરમારો કરી રહ્યા હતા, તો પોલીસે તેમની સાથે દાંડિયા (Gujarat police Dandiya) રમ્યા

Written by Kiran Mehta
Updated : October 07, 2022 09:47 IST
પોલીસ આરોપીને મારતો વીડિયો બતાવતા એન્કરે કહ્યું, આ છે ગુજરાત પોલીસના ‘દાંડિયા’, લોકોએ શું કરી પ્રતિક્રિયા?
ખેડા યુવાનને માર મારવાનો મામલો

young man beating case : સોમવારે રાત્રે ગુજરાત (Gujarat) ના ખેડા (Kheda) જિલ્લામાં એક ગરબા (Garba) કાર્યક્રમમાં કથિત રૂપે પથ્થરમારો કરવા બદલ ધરપકડ કરાયેલા લોકોનો એક વીડિયો વાયરલ (Video Viral) થયો હતો, જેને પોલીસ દ્વારા લોકો સમક્ષ કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. પોતાના લાઈવ શોમાં આ વીડિયો બતાવતા એન્કર અમન ચોપરાએ કહ્યું કે, આ ગુજરાત પોલીસનું દાંડિયા (Gujarat police Dandiya) છે. એન્કરના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણા સવાલો કરી રહ્યા છે.

એન્કરે કહ્યું- આ ગુજરાત પોલીસનું દાંડિયા છે

એન્કર અમન ચોપરાએ તેમના લાઈવ શોમાં ગુજરાત પોલીસનો સાદા યુનિફોર્મમાં આરોપીઓને માર મારતો વીડિયો બતાવ્યો અને કહ્યું, ‘ગરબામાં પથ્થરમારો કરી રહ્યા હતા, તો પોલીસે તેમની સાથે દાંડિયા રમ્યા. તમે લોકો જોઈ શકો છો કે, પોલીસે આ લોકો સાથે કેવી રીતે દાંડિયા રમ્યા છે. તમે લોકો પહેલા તેની સંપૂર્ણ તસવીર જુઓ અને પછી હું કહાની કહીશ. આ પછી, તેણે લાકડીઓ ગણીને કહ્યું કે, તેમને ગામમાં લાવીને, આ લોકોએ માર માર્યો છે.

યુઝર્સે ઉઠાવ્યા સવાલ

મીર ફૈઝલ નામના ટ્વીટર યુઝરે સવાલ કર્યો, ‘હવે કોઈ હિન્દુત્વવાદીને આહત નહીં થાય. શું આ રીતે માર મારવાને હિંદુ ધર્મમાં દાંડિયા કહેવાય છે? જો નહીં તો આ પત્રકાર ગુજરાત પોલીસની કાર્યવાહીને દાંડિયા કેમ કહી રહ્યા છે. મને લાગ્યું કે દાંડિયા એ હિંદુ ધર્મનો એક ભાગ છે, સારું. આના પર અહેમદ નામના યુઝરે લખ્યું કે, દુભાયેલી લાગણી હાલ રજા પર છે. પત્રકાર બરખા દત્તે ટિપ્પણી કરી – પ્રાઇમ ટાઇમમાં લોકશાહી પણ બચી શકતી નથી.

મોહમ્મદ ઇર્શાદ નામના ટ્વિટર યુઝરે લખ્યું, હાલના દિવસોમાં લોકો મીડિયા હાઉસથી ડરે છે કારણ કે, તેમણે તેમના અધિકારો અને સ્વતંત્રતા વેચી દીધી છે. અશ્વની નામના યુઝરે કોમેન્ટ કરી કે, તમારી પાસેથી આની જ અપેક્ષા હતી. આરોપી બનવાથી કોઈ ગુનેગાર બની જતું નથી, કદાચ તમને ખબર ન હોય તો વિચાર્યું કે કહેવું જોઈએ. પોલીસ ક્યારથી પોતાની જાતે ન્યાય કરવા લાગી? નવા ભારતમાં કદાચ કોર્ટ અને ન્યાયાધીશોની જરૂર નથી.

આ પણ વાંચો‘આ સરકાર 5-7 વર્ષ ચાલી તો દુનિયા તાલિબાનને ભૂલી જશે’, ગુજરાતના આ વિડિયો પર ભડક્યા ફિલ્મ મેકર, લોકોએ શું પ્રતિક્રિયા આપી?

અરીશ છાબરા નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે, ઉદ્યોગપતિ અંબાણીની ચેનલ પર પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક મુસ્લિમ યુવકને બાંધીને માર મારવામાં આવી રહ્યો તેનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું, સૌરભ નામના ટ્વીટર યુઝરે કોમેન્ટ કરી, ‘પ્રાઈમ ટાઈમમાં આવા શો બતાવવામાં આવી રહ્યા છે, જેના કારણે સમાજને કેટલું નુકસાન થઈ રહ્યું છે. આપણે એકતાની વાત કેમ ન કરી શકીએ.’ રાજેન્દ્ર ત્રિપાઠી નામના યુઝરે લખ્યું, આરોપી હિંદુ હોય કે મુસ્લિમ પરંતુ આ રીતે બાંધીને માર મારવો કેટલું યોગ્ય છે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ