leopard attack: ગુજરાતમાં દીપડાના હુમલાથી વધુ એક મોત, દાહોદમાં વૃદ્ધ મહિલાના ગળામાં દાંત ભરાવતા મોત

leopard attack: દીપડાના હુમલાની ઘટનાઓ દાહોદ (Dahod) અને અમરેલી (Amreli) જિલ્લામાં વધારે સામે આવી રહી છે. દાહોદમાં એક વૃદ્ધ મહિલા પર દીપડાના હુમલાથી મહિલાનું મોત થયું છે. લોકો ભયભીત.

leopard attack: દીપડાના હુમલાની ઘટનાઓ દાહોદ (Dahod) અને અમરેલી (Amreli) જિલ્લામાં વધારે સામે આવી રહી છે. દાહોદમાં એક વૃદ્ધ મહિલા પર દીપડાના હુમલાથી મહિલાનું મોત થયું છે. લોકો ભયભીત.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
leopard attack Dahod

દાહોદમાં દીપડાના હુમલાથી મોત (ફોટો - એક્સપ્રેસ)

leopard attack : ગુજરાતમાં દીપડા દ્વારા માનવ પર હુમલાની ઘટના દિવસેને દિવસે વધુ સામે આવી રહી છે. દાહોદ અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ હુમલા નોંધવામાં આવી રહ્યા છે. જંગલ નજીકના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ થવાયો છે. આજે ફરી એકવાર દાહોદ જિલ્લામાં એક 70 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કર્યો, જેમાં મહિલાનું સ્થળ પર જ મોત થયું છે. એમ વન અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું.

Advertisment

વન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે ગરબાડા ફોરેસ્ટ રેન્જમાં લગભગ 11 વાગ્યે બની હતી, જ્યારે મહિલા છરછોડા ગામમાં તેના ઘરેથી એક દુકાન તરફ ચાલીને જઈ રહી હતી.

દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા

વન અધિકારીઓએ જણાવ્યું હતું કે, દીપડાએ જે વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો, તેની ઓળખ રાજલીબેન ડામોર તરીકે થઈ હતી, જેને તેના ડાબા હાથ અને ગરદન પર ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેઓએ કહ્યું કે, દીપડાને પકડવા માટે વ્યૂહાત્મક સ્થળો પર પાંજરા મુકવામાં આવ્યા હતા.

રાજ્યમાં તાજેતરના ભૂતકાળમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લામાં દીપડાના હુમલામાં માનવ મૃત્યુના અસંખ્ય કિસ્સાઓ જોવા મળ્યા છે. અમરેલી જિલ્લાના સરોવાડા ગામમાં ગયા અઠવાડિયે એક દીપડાએ એક વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો, જ્યારે તે મહિલા ઘરમાં સૂતી હતી, મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં અમરેલીના કાતર ગામમાં દીપડાના હુમલામાં બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.

Advertisment

અમરેલી જિલ્લામાં ૧૫ દિવસમાં સિંહ-દીપડા દ્વારા માનવ પર હુમલાની સાતમી ઘટના

  • લીલીયાના ખારા ગામે સિંહણ દ્વારા પાંચ માસના બાળક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો
  • તે જ દિવસે સાવરકુંડલાના કળજાળા ગામે વાડી વિસ્તારમાં ત્રણ વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો અને ફાડી ખાધો હતો
  • રાજુલાના કાતર ગામે રહેણાક ઘરમાંથી બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી જઇ મોતને ઘાટ ઉતાર્યો હતો
  • પીપાવાવ પોર્ટની અંદર પરપ્રાંતિય મજુર પર સિંહણે હુમલો કર્યો હતો
  • ખાંભાના ભાણીયા ગામે 45 વર્ષીય ગ્રામજન પર દીપડાએ હુમલો કર્યો હતો
  • સરસીયા રેન્જ નીચેના જુના ચરખા ગામે બકરા ચરાવતા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો
  • આજે સોમવારે વહલી સવારે ફરી ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો અને ખેડૂતને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા
ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત