/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Allowed-to-drink-liquor-in-gift-whistle.jpg)
ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો
રિતુ શર્મા, સોહિની ઘોષ | Gujarat Lifts Liquor Ban in GIFT City : ગુજરાત સરકારે શુક્રવારે "ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવાના ઉદ્દેશ્ય" ને ટાંકીને ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) વિસ્તારને દારૂ પ્રતિબંધમાંથી મુક્તિ આપી છે.
જ્યારે ગિફ્ટ સિટીમાં કંપનીઓના માલિકો અને કર્મચારીઓને "દારૂની ઍક્સેસ પરમિટ" આપવામાં આવશે, ત્યારે આ કંપનીઓ "કાયમી કર્મચારીઓની હાજરીમાં" પીવા માટે "કામચલાઉ પરમિટ" સાથે મુલાકાતીઓને પણ "અધિકૃત" કરી શકે છે.
આ છૂટ 10 મા ત્રણ-દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત શિર સંમેલનના પ્રારંભના માંડ ત્રણ અઠવાડિયા પહેલા જ આપવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડેકિન યુનિવર્સિટી ઓફશોર કેમ્પસ દ્વારા થવાની ધારણા છે.
“ગિફ્ટ સિટી આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતા વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે ઉભરી આવ્યું છે. વૈશ્વિક રોકાણકારો, ટેક નિષ્ણાતો અને ત્યાં સ્થાપિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે GIFT સિટી વિસ્તારમાં 'વાઇન એન્ડ ડાઇન' સુવિધાઓને મંજૂરી આપવા માટે પ્રતિબંધના નિયમોમાં ફેરફાર કરવા માટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ નશાબંધી અને આબકારી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું.
"નવી નીતિ હેઠળ, ગિફ્ટ સિટી વિસ્તારમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબને વાઇન અને ફૂડ ફેસિલિટી ચલાવવા માટે પરમિટ આપવામાં આવશે." તેમણે ઉમેર્યું હતું કે, જો કે આ સુવિધાઓ પર દારૂ પી શકાય છે, પરંતુ તેમને દારૂની બોટલો વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નિવેદનમાં જણાવાયું છે કે, "ગિફ્ટ સિટી વિસ્તારમાં સત્તાવાર ફરજ પરના લોકો અને તેમના સત્તાવાર મહેમાનો વાઇન અને જમવાની સુવિધાઓ માટે આવી હોટલ, રેસ્ટોરાં અને ક્લબની મુલાકાત લઈ શકશે."
નિવેદનમાં જણાવાયું છે કે, “ગિફ્ટ સિટીના તમામ કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેનો ઉપયોગ કરીને તેઓ દારૂનું સેવન કરી શકશે. વધુમાં, કંપનીઓ દ્વારા અધિકૃત વ્યક્તિઓ અથવા તેમના મુલાકાતીઓને કામચલાઉ પરમિટનો ઉપયોગ કરીને નિયમિત કર્મચારીઓની હાજરીમાં આલ્કોહોલનું સેવન કરી શકે છે.”
886 એકરમાં ફેલાયેલા ગિફ્ટ સિટી પાસે 261 એકરનો બહુ-સેવા વિશેષ આર્થિક ક્ષેત્ર (SEZ) અને 625 એકરનો ડોમેસ્ટિક ટેરિફ એરિયા (DTA) છે. તે દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) પણ ધરાવે છે.
જ્યારે IBM, Bank of America, HSBC, Oracle, Bfree, HSBC, Citibank, Deutsche Bank, PwC જેવા કોર્પોરેટોએ ગિફ્ટ સિટીમાં ઓફિસો સ્થાપી છે, એવો અંદાજ છે કે, લગભગ 20,000 લોકો ત્યાં કામ કરી રહ્યા છે. જો કે, ગિફ્ટ સિટીમાં કામ કરતા લોકોમાંથી માત્ર એક ટકાથી વધુ જ લોકો આ વિસ્તારમાં રહે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હાઈ-એન્ડ પ્રોજેક્ટ સહિત હાઉસિંગ પ્રોજેક્ટ્સની યોજના છે. આ વિસ્તારમાં ઈન્ટરનેશનલ સ્કૂલ, એક નિર્માણાધીન હોસ્પિટલ અને અન્ય સુવિધાઓની સાથે એક ફાઈવ સ્ટાર હોટેલ પણ છે.
આ પણ વાંચો - 31st impact! પાર્ટી કરનારા ચેતી જજો, દારૂ પી ગાડી ચલાવનારને પકડનાર પોલીસને મળશે ઇનામ
એપ્રિલ 2022 માં, સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે ધ ઈન્ડિયન એક્સપ્રેસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કામના કલાકો પછી ગિફ્ટ સિટી "એકદમ ભૂતિયા નગર" છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us