Gujarat Lok Sabha Electio 2024 Date Schedule: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 મહાજંગ શરુ થઇ ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જીત માટે રાજકીય ચોખઠા ગોઠવી દીધા છે. ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી પહેલા ઘા મારી દીધો છે જ્યારે કોંગ્રેસ હજુ કેટલીક બેઠકોને લઇને અવઢવમાં દેખાઇ રહી છે. કોંગ્રેસ ગુજરાતની ચાર બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી.
7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે
ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરાવવાની 12 એપ્રિલને શુક્રવારથી શરૂઆત થશે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે.
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 શિડ્યુલ
- ચૂંટણીની તારીખની જાહેરાત: 16-03-2024 (શનિવાર)
- ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 12 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
- ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
- મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
- મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)
આ પણ વાંચો – રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય વિવાદ વચ્ચે પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર
લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલે પ્રથમ તબક્કો
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.
લોકસભાની સાથે ગુજરાતમાં પાંચ સીટો પર વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદરનો સમાવેશ થાય છે. જેનું મતદાન પણ 7 મે ના રોજ થશે.