/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-NRI-Rally-support-of-BJP.jpg)
ગુજરાતમાં ભાજપના સપોર્ટમાં એનઆરઆઈ ની રેલી (ફોટો - એક્સપ્રેસ)
Gujarat Loksabha Election 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે, ત્યારે પ્રથમ વખત, બિન-નિવાસી ભારતીયો (NRIs), જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે, તેઓ વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેના તેમના પ્રચારના ભાગરૂપે અમદાવાદથી સુરત સુધી કાર રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે.
ભાજપના વિદેશ વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ જણાવ્યું હતું કે, 28 એપ્રિલની રેલીમાં યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપ અને આફ્રિકાના એનઆરઆઈ અને બિન-નિવાસી ગુજરાતીઓ (એનઆરજી) ભાગ લેશે.
સોમપુરાએ કહ્યું, “વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકો પણ લોકસભા ચૂંટણીને લઈને એટલા જ ઉત્સાહિત છે. યુએસના 17 રાજ્યોમાં ગુજરાતીઓ સહિત ભારતીયોએ કાર રેલીનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં બ્રિટનમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના ચૂંટણી પંચે જે દિવસે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી તે દિવસે બ્રિટનમાં 400 કાર સાથેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, લંડન સ્થિત ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી સેક્રેટરી દીપક પટેલે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
તેમણે કહ્યું કે, હવે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાએ ભારતમાં આવી કાર રેલીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને આ માટે તેમણે ગુજરાતની પસંદગી કરી છે. “28 એપ્રિલે, NRIs અને NRGs કે જેઓ સામાન્ય ચૂંટણીઓ માટે તેમના દેશમાં આવ્યા છે તેઓ ભાજપ અને PM મોદીને સમર્થન આપવા અમદાવાદથી સુરત સુધી કાર રેલીનું આયોજન કરશે.
સોમપુરાએ જણાવ્યું હતું કે, રેલી સવારે સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ થશે અને લગભગ 100 કાર તેમાં ભાગ લેશે.”
આ રેલી નડિયાદ, આણંદ, વડોદરા અને ભરૂચ શહેરમાંથી પસાર થશે, અને સાંજે સુરતમાં સમાપન થશે, જ્યાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તેમનું સ્વાગત કરશે અને સહભાગીઓ સાથે રાત્રિભોજન કરશે.
સોમપુરાએ જણાવ્યું હતું કે, “આ પ્રથમ વખત છે જ્યારે NRI ભારતમાં રાજકીય પક્ષ માટે પ્રચાર કરવા કાર રેલીનું આયોજન કરશે. કાર રેલીમાં ગુજરાતીઓ ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબના NRI પણ ભાગ લેશે. તેઓ યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ અને આફ્રિકાથી અહીં આવશે.”
લગભગ 270 કિલોમીટરનું અંતર કાપતી આ રેલી નવ લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે, એમ તેમણે જણાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us