Gujarat Lok Sabha Election 2024 : ગુજરાતની 25 બેઠકો સહિત 11 રાજ્યોની 93 બેઠકો માટે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન માટે પહોંચ્યા હતા. આ સમયે રાણીપ વિસ્તારમાં મોટી ભીડ એકઢી થઈ હતી. મતદાન બાદ પીએમ મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતુ, અને લોકોને મતદાન કરવા અપિલ કરી હતી.
તમને જણાવી દઈએ કે, દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં મતદાન કર્યું છે. આ દરમિયાન પીએમ મોદી અલગ જ ઉત્સાહમાં જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે, ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે.
પીએમ નરેન્દ્ર મોદી મતદાન પહેલા કોને પગે લાગ્યા
પીએમ નરેન્દ્ર મોદી રાણીપ ખાતે મતદાન કરવા પહોંચ્યા ત્યારે ગેટની અંદર એક વૃદ્ધ વ્યક્તિ તેમની રાહ જોઈ રહ્યા હતા. પીએમ ત્યાં પહોંચતા જ ગેટ પાસે તેમને પગે લાગ્યા હતા, તો દરેકના મનમાં પ્રશ્ન થતો હશે કે, આ કોણ છે. તો અમે તમને જણાવી દઈએ કે, તે વૃદ્ધ વ્યક્તિ પીએમ નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી હતા.
પીએમ મોદી પ્રોટોકોલ તોડી દિવ્યાંગ યુવતીને સ્નેહ આપ્યો
પીએમ નરેન્દ્ર મોદીએ અભિવાદન કરતા સમયે અચાનક પ્રોટોકોલ તોડી ભીડમાં ઉભેલી એક દિવ્યાંગ બાળકીને મળવા પહોંચી ગયા હતા, આ સમયે તેઓ ભાવુક થયા હતા. તેમણે દિવ્યાંગ બાળકીની કોઈ વાત શાંતીથી સાંભળી અને તેના માથે હાથ મુકી તેની સાથે વાત કરી સ્નેહ દર્શાવ્યો હતો.
પીએમ નરેન્દ્ર મોદીને વૃદ્ધ મહિલાએ રાખડી બાંધી
ત્યારબાદ આગળ તેમણે, પીએમ નરેન્દ્ર મોદીએ ભીડમાં એક વૃદ્ધાને પણ મળ્યા અને વૃદ્ધાએ તેમના હાથે રાખડી બાંધી હતી.
પીએમ મોદીએ મતદાન બાદ લોકોને વધુમાં વધુ વોટ કરવા અપિલ કરી
વોટ આપ્યા બાદ પીએમ મોદીએ દેશવાસીઓને વધુમાં વધુ વોટ કરવા અપીલ કરી હતી. તેમણે દેશવાસીઓ સાથે દેશમાં કાળઝાળ ગરમીથી બચવા અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિશે પણ વાત કરી. જો કે તેમણે દરેકને પોતાની ફરજને ધ્યાનમાં રાખવા અનુરોધ પણ કર્યો છે. લોકશાહીમાં સક્રિયપણે ભાગ લેવો એ પોતાની ફરજો પૂરી કરવી છે. મતદાન બાદ પીએમ મોદીએ મતદાન કેન્દ્ર પર હાજર લોકોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેણે ત્યાં હાજર બાળકોના હાથ પર ઓટોગ્રાફ આપ્યા.
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024 Photos: પીએમ નરેન્દ્ર મોદીએ રાણીપ, તો અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું
ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કામાં 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં યુપી, ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ અને ગોવામાં મતદાન થઈ રહ્યું છે. આ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 સીટ પર આજે મતદાન થવાનું છે.