Gujarat Lok Sabha Election 2024 Result: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામમાં અમિત શાહ 5 લાખથી વધુ મતોની લીડ સાથે આગળ, સીઆર પાટીલનો રેકોર્ડ તૂટશે!

Gujarat Lok Sabha Election 2024 Result Update: ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ 5 લાખ અને નવસારીમાં સીઆર પાટીલ 4.90 લાખ મતોની લીડ સાથે આગળ છે. સીઆર પાટીલે વર્ષ 2014 અને 2019માં સૌથી વધુ મતોની લીડ સાથે જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. શું અમિત શાહ સીઆર પાટીલનો રેકોર્ડ તોડશે

Written by Ajay Saroya
June 04, 2024 13:30 IST
Gujarat Lok Sabha Election 2024 Result: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામમાં અમિત શાહ 5 લાખથી વધુ મતોની લીડ સાથે આગળ, સીઆર પાટીલનો રેકોર્ડ તૂટશે!
Gujarat Lok Sabha Election 2024 Result: ગુજરાતની ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને નવસારી બેઠક પર સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર છે.

Gujarat Lok Sabha Election 2024 Result Update: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024માં ભાજપ આગળ ચાલી રહી છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પરમાંથી ભાજપ 23 સીટ અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહી છે. આ વખતે ગુજરાતની ગાંધીનગર બેઠક પર ભાજપ ઉમેદવાર અમિત શાહર 5 લાખથી વધુ મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. તો નવસારી બેઠકના ભાજપ ઉમેદવાર સી આર પાટીલ 4.90 લાખ મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.

નોંધનિય છે કે, વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં સીઆર પાટીલ સમગ્ર દેશમાં સૌથી વધુ મતોની લીડ સાથે જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે શું અમિત શાહ સીઆર પાટીલનો સૌથી વધુ મતોની લીડ સાથે જીતવાનો રેકોર્ડ તોડશે કે કેમ તેના પર સૌની નજર છે.

ગજરાત નવસારી બેઠક પર સીઆર પાટીલ 4.90 લાખ મતની લીડ

ગુજરાતની નવસારી સહિત દેશની તમામ લોકસભા બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી થયેલી ગણતરી મુજબ સીઆર પાટીલ 490454 મતથી આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઇને 1.42 લાખ અને બસપાના મલખાન વર્માને 4387 મત મળ્યા છે. નવસારી બેઠક પર કુલ 15 ઉમેદવાર છે, જેમા 6 અપક્ષ ઉમેદવાર છે.

CR Patil
સીઆર પાટીલ (ફોટો – ફેસબુક)

ગુજરાતની સૌથી વધુ લીડ વાળી બેઠક

લોકસભા ચૂંટણી 2024 મત ગણતરી ચાલી રહી છે. 1 વાગ્યા સુધીમાં ગાંધીનગર બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહ 504091 મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર ડો. હેમાંગ જોશી 4.50 લાખ, પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ 3.85 લાખ મતોની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.

નવસારી બેઠક પર ભાજપનું વર્ચસ્વ

પ્રથમ લોકસભાની ચૂંટણી 2009માં નવસારી લોકસભા મતવિસ્તારમાં યોજાઇ હતી, જે 2008માં સંસદીય મતવિસ્તારોના સીમાંકન પછી રચવામાં આવી હતી. અત્યાર સુધી યોજાયેલી ત્રણ ચૂંટણીમાં ભાજપ જ જીત્યું છે. ભાજપ નેતા સીઆર પાટિલ સતત ત્રણ ટર્મથી અહીંથી સાંસદ છે. પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ છે. આ મતવિસ્તારમાં કુલ સાત વિધાનસભા મત વિસ્તાર છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. નવસારી બેઠક પર સીઆર પાટીલનો મુકાબલો કોંગ્રેસના નૈષધ દેસાઇ સાથે છે.

નવસારીમાં સૌથી વધુ આદિવાસી મતદાર

નવસારી લોકસભા બેઠક પર મતદારોનો સૌથી મોટો વર્ગ બહારના લોકો છે. યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને મહારાષ્ટ્રના મતદારોની સંખ્યા લગભગ પચાસ ટકા છે. આ જિલ્લાની કુલ વસ્તી 31,99,734 છે. અહીં આદિવાસી મતોની સંખ્યા પણ ઘણી વધારે છે. અનુસૂચિત જનજાતિની કુલ વસ્તીમાં 12 ટકા અને અનુસૂચિત જાતિઓની સંખ્યા 2 ટકા છે.

Lok Sabha Election 2024 Live Updates Key Constituenc
Lok Sabha Election 2024 Live Updates – ગુજરાતની આ હાઈ પ્રોફાઈલ બેઠકો પર બધાની નજર

નવસારી લોકસભા મતવિસ્તાર 7 મી સદીમાં નવસારિકા તરીકે જાણીતો હતો. 1 મે, 1949ના રોજ આ વિસ્તાર સુરત જિલ્લાનો એક ભાગ હતો. 1964માં સુરતનું પુનર્ગઠન થયું ત્યારે તેનો વલસાડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને 1997માં તેને અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.

નવસારી લોકસભા ચૂંટણી પરિણામ 2019 (Navsari Lok Sabha Election 2019 Result)

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને લગભગ સાત લાખ મતોથી હરાવ્યા હતા. સીઆર પાટીલને કુલ 972739 મત મળ્યા હતા, જ્યારે ધર્મેશ પટેલને 283071 મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીમત આપો
સી.આર.પાટીલભાજપ9,72,739
પટેલ ધર્મેશભાઈ ભીમભાકોંગ્રેસ2,83,071
વિનીતા અનિરુદ્ધ સિંહબસપા9,366

નવસારી લોકસભા ચૂંટણી પરિણામ 2014 (Navsari Lok Sabha Election 2014 Result)

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના મકસૂદ મિર્ઝાને લગભગ 5.5 લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. સીઆર પાટીલને કુલ 820831 મત મળ્યા હતા, જ્યારે મકસૂદ મિર્ઝાને 262715 મત મળ્યા હતા.

ઉમેદવારપાર્ટીમત આપો
સી.આર.પાટીલભાજપ8,20,831
મકસૂદ મિર્ઝાકોંગ્રેસ2,62,715
મેહુલ પટેલઆમ આદમી પાર્ટી14,299

નવસારી લોકસભા ચૂંટણી પરિણામ 2009 (Navsari Lok Sabha Election 2009 Result)

ઉમેદવારપાર્ટીમત આપો
સી.આર.પાટીલભાજપ4,23,413
ધનસુખ રાજપુતકોંગ્રેસ2,90,770
સત્યજિત જયંતીલાલ શેઠકોઈ જૂથ અથવા પક્ષ સાથે સંબંધિત નથી12,821

આ પણ વાંચો | લોકસભા ચૂંટણી પરિણામ 2024 ગુજરાત ઉમેશ પટેલ અને પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સહિત 6 અપક્ષ ઉમેદવાર આગળ

2009માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી માં ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને લગભગ એક લાખ ત્રીસ હજાર મતોથી હરાવ્યા હતા. સીઆર પાટીલને કુલ 423413 મત મળ્યા હતા, જ્યારે ધનસુખ રાજપૂતને 290770 મત મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ