/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-Lok-Sabha-Election-Result-2024-live.jpg)
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઈવ
Gujarat Lok Sabha Elections Result 2024 : લોકસભા ચૂંટણી પરિણામ 2024 માટે મત ગણતરી 4 જૂન 2024 થઈ. ગુજરાતની તમામ 26 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, રાજ્યની 26 બેઠકમાંથી એક બેઠક સુરત પર ભાજપના નેતા પહેલાથી જ બિન હરીફ જીતી ગયા છે, જ્યારે 25 બેઠકો પર મત ગણતરી ચાલી હતી. જેમાં ભાજપે 25 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ 01 બેઠક પર જીતવામાં સફળ રહી. તો જોઈએ ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામની પળેપળની માહિતી.
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 : કઈ બેઠક પર કોણ કેટલા મત-માર્જિનથી જીત્યું?
કચ્છ લોકસભા બેઠક પર ભાજપની જીત
કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાને 659574 મત તો કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલનને 390792 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 268782 માર્જિનથી જીત
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 641477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30406 મતના માર્જિનથી જીત થઈ.
પાટણ લોકસભા બેઠક પર ભાજપની જીત
પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને 591947 મત તો કોંગ્રેસ ઉમેદવાર ચંદનથી ઠાકોરને 560071 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 31876 માર્જિનથી જીત
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપની જીત
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ નેતા હરિભાઈ પટેલને 686406 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને 358360 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 328046 માર્જિનથી જીત્યા.
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપની જીત
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ નેતા શોભનાબેન બારૈયાને 677318 મત તો તુષાર ચૌધરીને 521636 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 155682 માર્જિનથી વિજેતા થયા.
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહની પ્રચંડ મત સાથે જીત
ગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહને 1010972 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને 266256 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પ્રચંડ 744716 મત માર્જિનથી જીત મેળવી છે.
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપની જીત
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપ નેતા હસમુખ પટેલને 770459 મત અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલને 308704 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 461755 માર્જિનથી જીત થઈ.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપની જીત
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ નેતા દિનેશભાઈ મકવાણાને 611704 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાને 325267 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 286437 માર્જિનથી જીત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપની જીત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ નેતા ચંદુભાઈ શિહોરાને 669749 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને 408132 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 261617 માર્જિનથી જીત
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની જીત
રાજકોટ બેઠક પર ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાને 857984 મત તો કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 373724 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 484260 મત માર્જિનથી જીત
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપની જીત
પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ નેતા મનસુખ માંડવિયાને 633118 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાને 249758 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 383360 માર્જિનથી જીત
જામનગર લોકસભા બેઠક પર ભાજપની જીત
જામનગર બેઠક પર ભાજપ નેતા પૂનમબેન માડમને 620049 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવારને 382041 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 238008 મત માર્જિનથી જીત
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપની જીત
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસ્માને 584049 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોતવાને 448555 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 135494 માર્જિનથી જીત.
અમરેલી લોકસભા બેઠક પર ભાજપની જીત
અમરેલી લોકસભા બેઠક પર ભાજપ નેતા ભરતભાઈ સુતરિયાને 580872 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને 259804 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 321068 માર્જિનથી જીત થઈ
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપની જીત
ભાવનગર બેઠક પર ભાજપ નેતા નિમુબેન બાંભણિયાને 716883 મત મળ્યા, તો આપ નેતા ઉમેશ મકવાણાને 261594 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 455289 મત માર્જિનથી જીત
આણંદ લોકસભા બેઠક પર ભાજપની જીત
આણંદ લોકસભા બેઠક પર ભાજપ નેતા મિતેશ પટેલને 612484 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાને 522545 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 89939 માર્જિનથી જીત થઈ
ખેડા લોકસભા બેઠક પર ભાજપની જીત
ખેડા બેઠક પર ભાજપ નેતા દેવુસિંહ ચૌહાણને 744435 મત મળ્યા, તો કોંગ્રેસ નેતા કાલુસિંહ ડાભીને 386677 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 357758 મત માર્જિનથી જીત
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની જીત
પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ નેતા રાજપાલસિંહ જાદવને 794579 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 285237 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 509342 માર્જિનથી જીત થઈ.
દાહોદ લોકસભા બેઠક પર ભાજપની જીત
દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોરને 688715 મત તો કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ને 355038 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 333677 મત માર્જિનથી જીત થઈ
વડોદરા લોકસભા બેઠક પર ભાજપની જીત
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીને 873189 મત મળ્યા તો જશપાલસિંહ પઢિયારને 291063 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 582126 માર્જિનથી જીત થઈ.
છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપની જીત
છોટા ઉદેપુર બેઠક પર ભાજપ નેતા જશુભાઈ રાઠવાને 796589 મત તો કોંગ્રેસ ઉમેદવાર 397812 મત મળ્યા. ભાજપ નેતાની 398777 મત માર્જિનથી જીત
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપની જીત
ભરૂચ બેઠક પર ભાજપ નેતા મનસુખ વસાવાને 608157 મત મળ્યા તો આપ નેચા ચૈતર વસાવાને 522461 મત મળ્યા. ભાજપના નેતાની 85696 મત માર્જિનથી જીત થઈ
બારડોલી લોકસભા બેઠક પર ભાજપની જીત
બારડોલી લોકસભા બેઠક પર ભાજપ નેતા પ્રભુભાઈ વસાવાને 763950 મત તો કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ ચૌધરીને 533697 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 230253 મત માર્જિનથી જીત થઈ
સુરત લોકસભા બેઠક ભાજપ ઉમેદવારની બીન હરીફ જીત
સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બિન હરીફ વિજેતા જાહેર થયા છે.
નવસારી લોકસભા બેઠક પર ભાજપની જીત
નવસારી લોકસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સી.આર પાટીલને 1031065 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને 257514 મત મળ્યા. ભાજપના ઉમેદવારની રેકોર્ડ બ્રેક 773551 મત માર્જિનથી જીત થઈ
વલસાડ લોકસભા બેઠક પર ભાજપની જીત
વલસાડ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલને 764226 મત મળ્યા, તો કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલને 553522 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 210704 માર્જિનથી જીત
Gujarat Lok Sabha Election Result 2024 : ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 : જીત-હાર
| ગુજરાત લોકસભા બેઠક | ભાજપ | જીત-હાર | કોંગ્રેસ – આપ | જીત-હાર |
| કચ્છ (SC) | વિનોદ ચાવડા | જીત | નિતેશ લાલણ | હાર |
| બનાસકાંઠા | ડો. રેખાબેન ચૌધરી | હાર | ગેનીબેન ઠાકોર | જીત |
| પાટણ | ભરતસિંહ ડાભી | જીત | ચંદનજી ઠાકોર | હાર |
| મહેસાણા | હરિભાઈ પટેલ | જીત | રામજી ઠાકોર | હાર |
| સાબરકાંઠા | શોભના બારૈયા | જીત | તુષાર ચૌધરી | હાર |
| ગાંધીનગર | અમિત શાહ | જીત | સોનલ પટેલ | હાર |
| અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | જીત | હિંમતસિંહ પટેલ | હાર |
| અમદાવાદ પશ્ચિમ (SC) | દિનેશ મકવાણા | જીત | ભરત મકવાણા | હાર |
| સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | જીત | ઋત્વિક મકવાણા | હાર |
| રાજકોટ | પરષોત્તમ રૂપાલ | જીત | પરેશ ધાનાણી | હાર |
| પોરબંદર | મનસુખ માંડવિયા | જીત | લલીત વસોયા | હાર |
| જામનગર | પુનમબેન માડમ | જીત | જે.પી. મારવિયા | હાર |
| જૂનાગઢ | રાજેશભાઈ ચુડાષ્મા | જીત | હિરા જોટવા | હાર |
| અમરેલી | ભરતભાઈ સૂતરિયા | જીત | જેની ઠુંમ્મર | હાર |
| ભાવનગર | નીમુબેન બાંભણિયા | જીત | ઉમેશ મકવાણા (AAP) | હાર |
| આણંદ | મિતેશ પટેલ | જીત | અમિત ચાવડા | હાર |
| ખેડા | દેવુસિંહ ચૌહાણ | જીત | કાળુસિંહ ડાભી | હાર |
| પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | જીત | ગુલાબસિંહ ચૌહાણ | હાર |
| દાહોદ (ST) | જસવંતસિંહ ભાભોર | જીત | ડો. પ્રભા તાવિયાડ | હાર |
| વડોદરા | ડો. હેમાંગ જોશી | જીત | જસપાલસિંહ પઢિયાર | હાર |
| છોટાઉદેપુર (ST) | જશુભાઈ રાઠવા | જીત | સુખરામ રાઠવા | હાર |
| ભરૂચ | મનસુખ વસાવા | જીત | ચૈતર વસાવા (AAP) | હાર |
| બારડોલી (ST) | પ્રભુભાઈ વસાવા | જીત | સિદ્ધાર્થ ચૌધરી | હાર |
| સુરત | મુકેશ દલાલ | જીત | નિલેશ કુંભાણી | હાર |
| નવસારી | સી.આર. પાટીલ | જીત | નૈષદ દેસાઈ | હાર |
| વલસાડ (ST) | ધવલ પટેલ | જીત | અનંત પટેલ | હાર |
Gujarat Lok Sabha Election Result 2019 | ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2019
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2019 ની વાત કરીએ તો, ભાજપ રાજ્યની તમામ 26 બેઠકો ક્લીન સ્વીપ કરી જીત્યું હતું. તો જોઈએ 2019 માં કયા ઉમેદવાર વિજેતા થયા હતા, કેટલું મતદાન થયું હતુ. કોને કેટલા મત મળ્યા હતા, અને કેટલા મારજીનથી જીત થઈ હતી.
| ક્રમ | મત વિસ્તાર | વિજેતા ભાજપ | મતદાન | મળેલ મત | માર્જીન |
| 1 | કચ્છ | વિનોદભાઇ ચાવડા | 58.71 | 6,37,034 | 3,05,513 |
| 2 | બનાસકાંઠા | પરબતભાઇ પટેલ | 65.03 | 6,79,108 | 3,68,296 |
| 3 | પાટણ | ભરતસિંહજી ડાભી | 62.45 | 6,33,368 | 1,93,879 |
| 4 | મહેસાણા | શારદાબેન પટેલ | 65.78 | 6,59,525 | 2,81,519 |
| 5 | સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | 67.77 | 7.01.984 | 2,68,987 |
| 6 | ગાંધીનગર | અમિત શાહ | 66.08 | 8,94,624 | 5,57,014 |
| 7 | અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | 61.76 | 7,49,834 | 4,34,330 |
| 8 | અમદાવાદ પશ્વિમ | કિરીટ સોલંકી | 60.81 | 6,41,622 | 3,21,546 |
| 9 | સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા | 58.41 | 6,31,844 | 2,77,437 |
| 10 | રાજકોટ | મોહન કુંડારીયા | 63.49 | 7,58,645 | 3,68,407 |
| 11 | પોરબંદર | રમેશભાઇ ધડૂક | 57.21 | 5,63,881 | 2,29,823 |
| 12 | જામનગર | પૂનમ બેન માડમ | 61.03 | 5,91,588 | 2,36,804 |
| 13 | જુનાગઢ | રાજેશ ચુડાસમા | 61.31 | 5,47,952 | 1,50,185 |
| 14 | અમરેલી | નારણ કાછડિયા | 55.97 | 5,29,035 | 2,01,431 |
| 15 | ભાવનગર | ભારતી શિયાળ | 59.05 | 6,61,273 | 3,29,519 |
| 16 | આણંદ | મિતેશભાઇ પટેલ | 67.04 | 6,33,097 | 1,97,718 |
| 17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | 61.04 | 7,14,572 | 3,67,145 |
| 18 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | 62.23 | 7,32,136 | 4,28,541 |
| 19 | દાહોદ | જશવંતસિંહ ભાભોર | 66.57 | 5,61,760 | 1,27,596 |
| 20 | વડોદરા | રંજનબેન ભટ્ટ | 68.18 | 8,83,719 | 5,89,177 |
| 21 | છોટા ઉદેપુર | ગીતાબેન રાઠવા | 73.90 | 7,64,445 | 3,77,943 |
| 22 | ભરુચ | મનસુખભાઇ વસાવા | 73.55 | 6,37,795 | 3,34,214 |
| 23 | બારડોલી | પરભુભાઇ વસાવા | 73.89 | 7,42,273 | 2,15,447 |
| 24 | સુરત | દર્શના જરદોષ | 64.58 | 7,95,651 | 5,48,230 |
| 25 | નવસારી | સી આર પાટીલ | 66.40 | 9,72,739 | 6,89,668 |
| 26 | વલસાડ | ડો કે સી પટેલ | 75.48 | 7,71,980 | 3,53,797 |
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ – 1962 થી 2019
ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામના ઈતિહાસ પર નજર કરીએ તો, ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 1962 માં ગુજરાતની લોકસભા બેઠકો 22 હતી, ત્યારબાદ 1967 અને 1971 ની ચૂંટણીમાં 24 બેઠકો પર ચૂંટણી થઈ હતી, તે પછીના સીમાંકન બાદથી રાજ્યમાં 26 બેઠકો પર ચૂંટણી લડવામાં આવી રહી છે. જેમાં અંતિમ બે 2014 અને 2019 માં ભાજપે 26માંથી 26 બેઠકો જીતી કોંગ્રેસને ક્લીન સ્વીપ આપી હતી.
| ક્રમ | લોકસભા ચૂંટણી | કુલ બેઠક | કોંગ્રેસ | ભાજપ | અન્ય |
| 1 | 1962 | 22 | 16 | 00 | SWP – 4, PSP 1, NGJP 1 |
| 2 | 1967 | 24 | 11 | 00 | SWP 12, IND 1 |
| 3 | 1971 | 24 | 11 | 00 | INC(O) 11, SWP 2 |
| 4 | 1977 | 26 | 10 | 00 | JP 16 |
| 5 | 1980 | 26 | 25 | 00 | JP 1 |
| 6 | 1984 | 26 | 24 | 01 | JP 1 |
| 7 | 1989 | 26 | 03 | 12 | JD 11 |
| 8 | 1991 | 26 | 05 | 20 | JD(G) 1 |
| 9 | 1996 | 26 | 10 | 16 | |
| 10 | 1998 | 26 | 07 | 19 | |
| 11 | 1999 | 26 | 06 | 20 | |
| 12 | 2004 | 26 | 12 | 14 | |
| 13 | 2009 | 26 | 11 | 15 | |
| 14 | 2014 | 26 | 00 | 26 | |
| 15 | 2019 | 26 | 00 | 26 | |
| 16 | 2024 | 26 | 01 |
- Jun 04, 2024 20:16 IST
Gujarat Lok Sabha Result 2024 Live : સુરત લોકસભા બેઠક ભાજપ ઉમેદવારની બીન હરીફ જીત
સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી બિન હરીફ વિજેતા જાહેર થયા છે.
- Jun 04, 2024 20:11 IST
Gujarat Lok Sabha Result 2024 Live : સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપની જીત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ નેતા ચંદુભાઈ શિહોરાને 669749 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાને 408132 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 261617 માર્જિનથી જીત
- Jun 04, 2024 20:09 IST
Gujarat Lok Sabha Result 2024 Live : બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસની જીત
બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 671883 મત મળ્યા, તો ભાજપ ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 641477 મત મળ્યા. કોંગ્રેસ ઉમેદવારની 30406 મતના માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 19:54 IST
Gujarat Lok Sabha Result 2024 Live : વડોદરા લોકસભા બેઠક પર ભાજપની જીત
વડોદરા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીને 873189 મત મળ્યા તો જશપાલસિંહ પઢિયારને 291063 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 582126 માર્જિનથી જીત થઈ.
- Jun 04, 2024 19:47 IST
Gujarat Lok Sabha Result 2024 Live : જુનાગઢ બેઠક પર ભાજપની જીત
જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસ્માને 584049 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોતવાને 448555 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 135494 માર્જિનથી જીત.
- Jun 04, 2024 19:30 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપની જીત
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ નેતા દિનેશભાઈ મકવાણાને 611704 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાને 325267 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 286437 માર્જિનથી જીત
- Jun 04, 2024 19:28 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપની જીત
અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપ નેતા હસમુખ પટેલને 770459 મત અને કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલને 308704 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 461755 માર્જિનથી જીત થઈ.
- Jun 04, 2024 19:26 IST
Gujarat Lok Sabha Result 2024 Live : મહેસાણા લોકસભા બેઠક પર ભાજપની જીત
મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ નેતા હરિભાઈ પટેલને 686406 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરને 358360 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 328046 માર્જિનથી જીત્યા.
- Jun 04, 2024 19:24 IST
Gujarat Lok Sabha Result 2024 Live : પાટણ લોકસભા બેઠક પર ભાજપની જીત
પાટણ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને 591947 મત તો કોંગ્રેસ ઉમેદવાર ચંદનથી ઠાકોરને 560071 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 31876 માર્જિનથી જીત
- Jun 04, 2024 19:22 IST
Gujarat Lok Sabha Result 2024 Live : કચ્છ લોકસભા બેઠક પર ભાજપની જીત
કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાને 659574 મત તો કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલનને 390792 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 268782 માર્જિનથી જીત
- Jun 04, 2024 19:11 IST
Gujarat Lok Sabha Result 2024 Live : સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપની જીત
સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપ નેતા શોભનાબેન બારૈયાને 677318 મત તો તુષાર ચૌધરીને 521636 મત મળ્યા. ભાજપ ઉમેદવાર 155682 માર્જિનથી વિજેતા થયા.
- Jun 04, 2024 19:09 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમરેલી લોકસભા બેઠક પર ભાજપની જીત
અમરેલી લોકસભા બેઠક પર ભાજપ નેતા ભરતભાઈ સુતરિયાને 580872 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરને 259804 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 321068 માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 19:07 IST
Gujarat Lok Sabha Result 2024 Live : આણંદ લોકસભા બેઠક પર ભાજપની જીત
આણંદ લોકસભા બેઠક પર ભાજપ નેતા મિતેશ પટેલને 612484 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાને 522545 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 89939 માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 19:05 IST
Gujarat Lok Sabha Result 2024 Live : દાહોદ લોકસભા બેઠક પર ભાજપની જીત
દાહોદ લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોરને 688715 મત તો કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ને 355038 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 333677 મત માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 19:04 IST
Gujarat Lok Sabha Result 2024 Live : પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપની જીત
પંચમગાલ લોકસભા બેઠક પર ભાજપ નેતા રાજપાલસિંહ જાદવને 794579 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણને 285237 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 509342 માર્જિનથી જીત થઈ.
- Jun 04, 2024 18:49 IST
Gujarat Lok Sabha Result 2024 Live : નવસારી બેઠક પર ભાજપની જીત
નવસારી લોકસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સી.આર પાટીલને 1031065 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈને 257514 મત મળ્યા. ભાજપના ઉમેદવારની રેકોર્ડ બ્રેક 773551 મત માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 18:47 IST
Gujarat Lok Sabha Result 2024 Live : બારડોલી બેઠક પર ભાજપની જીત
બારડોલી લોકસભા બેઠક પર ભાજપ નેતા પ્રભુભાઈ વસાવાને 763950 મત તો કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ ચૌધરીને 533697 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 230253 મત માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 18:44 IST
Gujarat Lok Sabha Result 2024 Live : છોટા ઉદેપુર બેઠક પર ભાજપની જીત
છોટા ઉદેપુર બેઠક પર ભાજપ નેતા જશુભાઈ રાઠવાને 796589 મત તો કોંગ્રેસ ઉમેદવાર 397812 મત મળ્યા. ભાજપ નેતાની 398777 મત માર્જિનથી જીત
- Jun 04, 2024 18:41 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ખેડા બેઠક પર ભાજપની જીત
ખેડા બેઠક પર ભાજપ નેતા દેવુસિંહ ચૌહાણને 744435 મત મળ્યા, તો કોંગ્રેસ નેતા કાલુસિંહ ડાભીને 386677 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 357758 મત માર્જિનથી જીત
- Jun 04, 2024 18:39 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ભાવનગર બેઠક પર ભાજપની જીત
ભાવનગર બેઠક પર ભાજપ નેતા નિમુબેન બાંભણિયાને 716883 મત મળ્યા, તો આપ નેતા ઉમેશ મકવાણાને 261594 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 455289 મત માર્જિનથી જીત
- Jun 04, 2024 18:37 IST
Gujarat Lok Sabha Result 2024 Live : જામનગર બેઠક પર ભાજપની જીત
જામનગર બેઠક પર ભાજપ નેતા પૂનમબેન માડમને 620049 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવારને 382041 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 238008 મત માર્જિનથી જીત
- Jun 04, 2024 18:36 IST
Gujarat Lok Sabha Result 2024 Live : રાજકોટ બેઠક પર ભાજપની જીત
રાજકોટ બેઠક પર ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાને 857984 મત તો કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને 373724 મત મળ્યા. ભાજપ ઉમેદવારની 484260 મત માર્જિનથી જીત
- Jun 04, 2024 17:28 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ગાંધીનગર બેઠક પર અમિત શાહની પ્રચંડ મત સાથે જીત
ભગાંધીનગર લોકસભા બેઠક પર ગૃહમંત્રી અમિત શાહને 1010972 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને 266256 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પ્રચંડ 744716 મત માર્જિનથી જીત મેળવી છે.
- Jun 04, 2024 17:25 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સાતમી વખત જીત
ભરૂચ બેઠક પર ભાજપ નેતા મનસુખ વસાવાને 608157 મત મળ્યા તો આપ નેચા ચૈતર વસાવાને 522461 મત મળ્યા. ભાજપના નેતાની 85696 મત માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 17:00 IST
વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ 2024 : ભાજપ ઉમેદવારની જીત
ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 127446 મત મળ્યા તો કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને 45338 મત મળ્યા, ભાજપ ઉમેદવારની 82108 મત માર્જિનથી જીત થઈ
- Jun 04, 2024 16:58 IST
ગુજરાત લોકસભા પરિણામ 2024 : કયા કયા ઉમેદવારની થઈ જીત
મહેસાણાથી હરિભાઈ પટેલની 328046 મતથી જીત
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલની 461755 મતથી જીત
અમદાવાદ પશ્ચિમથી દિનેશભાઈ મકવાણાની 286437 મતથી જીત
જુનાગઢથી રાજેશ ચુડાસ્માની 135494 મતથી જીત
સુરતથી મુકેશ દલાલ બિન હરીફ ઉમેદવાર છે.
- Jun 04, 2024 16:50 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ગુજરાતની પાંચ બેઠકો ભાજપ ઉમેદવારની જીત
ગુજરાતની પાંચ બેઠકો, મહેસાણા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, જુનાગઢમાં મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો સુરત બેઠક પહેલા જ ભાજપ જીત ચુકી છે. આ સાથે પાંચ બેઠકો પર પરિણામ સ્પષ્ટ થઈ ગયું
- Jun 04, 2024 16:19 IST
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ 2024 : ભાજપ ઉમેદવાર જીત
ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની પણ 116808 મતથી જીત મળી છે. તેમને 133163 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવારને 16355 મતથી જ સંતોષ માનવો પડ્યો
- Jun 04, 2024 16:18 IST
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ 2024 : ભાજપ ઉમેદવારની જીત
ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલની 38328 મતથી જીત થઈ છે. ચિરાગ પટેલને 88457 મત મળ્યા તો કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારને 50129 મત જ મળ્યા.
- Jun 04, 2024 15:48 IST
Gujarat Lok Sabha Result 2024 Live : જામનગર ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા પુનમબેન માડમ - 618120 મત
કોંગ્રેસ નેતા જે.પી. મારવિયા - 380949 મત
જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ 237171 મતથી આગળ
- Jun 04, 2024 15:48 IST
Gujarat Lok Sabha Result 2024 Live : જુનાગઢ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા રાજેશભાઈ ચુડાષ્મા - 584049 મત
કોંગ્રેસ નેતા હિરા જોટવા - 448555 મત
જુનાગઢમાં ભાજપના રાજેશભાઈ ચુડાસ્મા 135494 મતથી આગળ
- Jun 04, 2024 15:47 IST
Gujarat Lok Sabha Result 2024 Live : પાટણ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા ભરતસિંહ ડાભી - 583227 મત
કોંગ્રેસ નેતા ચંદનજી ઠાકોર - 553927 મત
પાટણમાં ભાજપના ભરતસિંહ ડાભી 29300 મતથી આગળ
- Jun 04, 2024 15:45 IST
Gujarat Lok Sabha Result 2024 Live : બનાસકાંઠા કોંગ્રેસ આગળ
ભાજપ નેતા ડો. રેખાબેન ચૌધરી - 628824 મત
કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર - 662630 મત
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેની બેન 33806 મતથી આગળ
- Jun 04, 2024 15:44 IST
Gujarat Lok Sabha Result 2024 Live : વલસાડ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા ધવલ પટેલ - 764226 મત
કોંગ્રેસ નેતા અનંત પટેલ - 553522 મત
વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલ 210704 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:43 IST
Gujarat Lok Sabha Result 2024 Live : નવસારી ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા સી.આર. પાટીલ - 975744 મત
કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈ - 245874 મત
નવસારી બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલ 729870 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:33 IST
Gujarat Lok Sabha Result 2024 Live : બારડોલી ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા પ્રભુભાઈ વસાવા - 753448 મત
કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ ચૌધરી - 521967 મત
બારડોલી બેઠક પર ભાજપના પ્રભુભાઈ વસાવા 231481 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:32 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ભરૂચ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા મનસુખ વસાવા - 604141 મત
આપ નેતા ચૈતર વસાવા - 517400 મત
ભરૂચ બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા 86741 મતથી આગળ તો આપ નેતા ચૈતર વસાવા પાછળ પડ્યા
- Jun 04, 2024 15:30 IST
Gujarat Lok Sabha Result 2024 Live : છોટા ઉદેપુર ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા જશુભાઈ રાઠવા - 791727 મત
કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા - 394433 મત
છોટા ઉદેપુર બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવા 397294 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:24 IST
Gujarat Lok Sabha Result 2024 Live : વડોદરા ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા ડો. હેમાંગ જોશી - 873189 મત
કોંગ્રેસ નેતા જસપાલસિંહ પઢિયાર - 291063 મત
વડોદરા બેઠક પર ભાજપના હેમાંગ જોશી 582126 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:23 IST
Gujarat Lok Sabha Result 2024 Live : દાહોદ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા જસવંતસિંહ ભાભોર - 667550 મત
કોંગ્રેસ નેતા ડો. પ્રભા તાવિયાડ - 345731
દાહોદ બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોર 321819 મતથી આગળ
- Jun 04, 2024 15:22 IST
Gujarat Lok Sabha Result 2024 Live : પંચમહાલ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા રાજપાલસિંહ જાદવ - 784086 મત
કોંગ્રેસ નેતા ગુલાબસિંહ ચૌહાણ - 278979 મત
પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલસિંહ યાદવ 505107 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:21 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ખેડા ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા દેવુસિંહ ચૌહાણ - 732912 મત
કોંગ્રેસ નેતા કાળુસિંહ ડાભી - 377657 મત
ખેડા બેઠક પર ભાજપના દેવુસિંહ ચૌહાણ 355255 મતથી આગળ
- Jun 04, 2024 15:20 IST
Gujarat Lok Sabha Result 2024 Live : આણંદ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા મિતેશ પટેલ - 612291
કોંગ્રેસ નેતા અમિત ચાવડા - 522441
આણંદ બેઠક પર મિતેશ પટેલ 89850 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:17 IST
Gujarat Lok Sabha Result 2024 Live : ભાવનગર ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા નીમુબેન બાંભણિયા - 679699 મત
આપ નેતા ઉમેશ મકવાણા - 245040 મત
ભાવનગર બેઠક પર નિમુબેન બાંભણિયા 434659 મતથી આગળ ચાલી રહ્યા
- Jun 04, 2024 15:15 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમરેલી ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા ભરતભાઈ સૂતરિયા - 577820
કોંગ્રેસ નેતા જેની ઠુંમ્મર - 258231
અમરેલી બેઠક પર ભરતભાઈ સુતરિયા 319589 મતથી આગળ
- Jun 04, 2024 15:14 IST
Gujarat Lok Sabha Result 2024 Live : પોરબંદર ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા મનસુખ માંડવિયા - 625962 મત
કોંગ્રેસ નેતા લલીત વસોયા - 245677 મત
પોરબંદર બેઠક પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા 380285 મતથી આગળ
- Jun 04, 2024 15:13 IST
ભાજપ નેતા પરષોત્તમ રૂપાલ - 805530 મત
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી - 344444
રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા 461086 મતથી આગળ
- Jun 04, 2024 15:12 IST
Gujarat Lok Sabha Result 2024 Live : સુરેન્દ્રનગર ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા ચંદુભાઈ શિહોરા - 658134 મત
કોંગ્રેસ નેતા ઋત્વિક મકવાણા - 396544 મત
સુરેન્દ્રનગર બેઠક પર ચંદુભાઈ શિહોરા 261590 મતથી આગળ
- Jun 04, 2024 15:08 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમદાવાદ પશ્ચિમ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા દિનેશ મકવાણા - 611704 મત
કોંગ્રેસ નેતા ભરત મકવાણા - 325267 મત
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના દિનેશભાઈ મકવાણા 286437 મતથી આગળ
- Jun 04, 2024 15:07 IST
Gujarat Lok Sabha Result 2024 Live : અમદાવાદ પૂર્વ ભાજપ જીત નિશ્ચિત
ભાજપ નેતા હસમુખ પટેલ - 676774 મત
કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ - 281647 મત
અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખ પટેલ 395127 મતથી આગળ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us