/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gujarat-Lok-Sabha-Election-Result.jpg)
Gujarat Lok Sabha Election 2024 Result: ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ ઈતિહાસ ચકાસીએ તો ભાજપે કોંગ્રેસને ક્લિનસ્વીપ કર્યું છે.
Gujarat Lok Sabha Election: દેશના રાજકારણમાં મહત્વનો રોલ ભજવતા ગુજરાતનો ચૂંટણી ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. બોમ્બે રાજ્યમાંથી અલગ થયા બાદ ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એક સમયે કોંગ્રેસનો પંજો મજબૂત હતો. લોકસભા ચૂંટણીમાં દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પાછું વળીને જોયું નથી. ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પણ ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
ભાજપ માટે અબકી પાર 400 પાર સાથેની ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ભાજપ માટે ઐતિહાસિક બની છે. ગુજરાતની 26 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. પરંતુ મતદાન પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીનું કમળ એક બેઠક પર ખીલી ગયું છે. સુરત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતાં અને અન્ય બાકીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી જાહેર કરાયા છે. બાકીની 25 બેઠકો પર આગામી 7 મે એ મતદાન થશે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધા જંગ છે.
દેશમાં 18મી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ભાજપ સામે કોંગ્રેસ સહિત અન્ય પક્ષો ભેગા થઇ બનાવેલા ઇન્ડિયા ગઠબંધન રચાયું છે. ગઠબંધનની સમજૂતી અનુસાર બેઠક ફાળવણીમાં ગુજરાતમાં બે બેઠકો આમ આદમી પાર્ટીને ફાળે આવતાં ભાવનગર અને ભરુચ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. જ્યારે બાકીની 23 બેઠકો પર ભાજપ સામે કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે.
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 ઉમેદવાર
| ક્રમ | બેઠક | ભાજપ ઉમેદવાર | કોંગ્રેસ ઉમેદવાર / આપ |
| 1 | કચ્છ | વિનોદ ચાવડા | નીતિશ લાલન |
| 2 | બનાસકાંઠા | રેખાબેન ચૌધરી | ગેનીબેન ઠાકોર |
| 3 | પાટણ | ભરતસિંહજી ડાભી | ચંદનજી ઠાકોર |
| 4 | મહેસાણા | હરિભાઇ પટેલ | રામજી ઠાકોર |
| 5 | સાબરકાંઠા | શોભનાબેન બારૈયા | તુષાર ચૌધરી |
| 6 | ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ |
| 7 | અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | હિંમતસિંહ પટેલ |
| 8 | અમદાવાદ પશ્વિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
| 9 | સુરેન્દ્રનગર | ચંદુભાઇ શિહોરા | ઋત્વિક મકવાણા |
| 10 | રાજકોટ | પરષોત્તમ રુપાલા | પરેશ ધાનાણી |
| 11 | પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા |
| 12 | જામનગર | પૂનમ માડમ | જે પી મારવિયા |
| 13 | જૂનાગઢ | રાજેશ ચૂડાસમા | હીરાભાઇ જોટવા |
| 14 | અમરેલી | ભરતભાઇ સુતરિયા | જેનીબેન ઠુમ્મર |
| 15 | ભાવનગર | નિમુ બાંભણિયા | ઉમેશભાઇ મકવાણા (આપ) |
| 16 | આણંદ | મિતેશ પટેલ | અમિત ચાવડા |
| 17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાલુસિંહ ડાભી |
| 18 | પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ગુલાબસિંહ ચૌહાણ |
| 19 | દાહોદ | જશવંતસિંહ ભાભોર | પ્રભાબેન તાવીયાડ |
| 20 | વડોદરા | હેમાંગ જોશી | જશપાલસિંહ પઢિયાર |
| 21 | છોટા ઉદેપુર | જશુભાઇ રાઠવા | સુખરામભાઇ રાઠવા |
| 22 | ભરુચ | મનસુખભાઇ વસાવા | ચૈતર વસાવા (આપ) |
| 23 | બારડોલી | પરભુભાઇ વસાવા | સિદ્ધાર્થ ચૌધરી |
| 24 | સુરત | મકેશ દલાલ (જીત) | |
| 25 | નવસારી | સી આર પાટીલ | નૈષધ દેસાઇ |
| 26 | વલસાડ | ધવલ પટેલ | અનંત પટેલ |
આઝાદી પછી ગુજરાત બોમ્બે રાજ્યનો ભાગ હતો. બાદમાં બોમ્બેથી વિભાજન થતાં 1960 થી ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. દેશમાં પહેલી લોકસભાની ચૂંટણી 1951-52 માં અને બીજી લોકસભા ચૂંટણી 1957 માં યોજાઇ હતી. જોકે એ સમયે ગુજરાત અલગ રાજ્ય ન હતું એટલે ગુજરાતની બેઠકો બોમ્બે રાજ્યમાં આવતી હતી.
ગુજરાત લોકસભા ચૂંટણી ઈતિહાસ તપાસીએ તો બોમ્બે રાજ્યથી અલગ થયા બાદ ગુજરાતમાં સૌપ્રથમ 1962 માં લોકસભા ચૂંટણી યોજાઇ હતી. એ સમયે કોંગ્રેસ ઉપરાંત સ્વતંત્ર પાર્ટી (SWP), પ્રજા સમાજવાદી પાર્ટી (PSP), જનતા પાર્ટી (JP), જનતા દળ (JD), જનતા દળ ગુજરાત (JDG), અને રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJP) ચૂંટણી જંગમાં હતા. ભારતીય જનતા પાર્ટી 1984 થી ચૂંટણી મેદાને જંગમાં આવી. એ વખતે માત્ર એક જ બેઠક પર જીત મેળવી જોકે એ બાદ ભાજપનું વર્ચસ્વ વધતું ગયું અને 1991 બાદથી તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ જ રહ્યા. બાકીના અન્ય પક્ષોનો છેદ ઉડી ગયો.
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ - 1962 થી 2019
| ક્રમ | લોકસભા ચૂંટણી | કુલ બેઠક | કોંગ્રેસ | ભાજપ | અન્ય |
| 1 | 1962 | 22 | 16 | 00 | SWP - 4, PSP 1, NGJP 1 |
| 2 | 1967 | 24 | 11 | 00 | SWP 12, IND 1 |
| 3 | 1971 | 24 | 11 | 00 | INC(O) 11, SWP 2 |
| 4 | 1977 | 26 | 10 | 00 | JP 16 |
| 5 | 1980 | 26 | 25 | 00 | JP 1 |
| 6 | 1984 | 26 | 24 | 01 | JP 1 |
| 7 | 1989 | 26 | 03 | 12 | JD 11 |
| 8 | 1991 | 26 | 05 | 20 | JD(G) 1 |
| 9 | 1996 | 26 | 10 | 16 | |
| 10 | 1998 | 26 | 07 | 19 | |
| 11 | 1999 | 26 | 06 | 20 | |
| 12 | 2004 | 26 | 12 | 14 | |
| 13 | 2009 | 26 | 11 | 15 | |
| 14 | 2014 | 26 | 00 | 26 | |
| 15 | 2019 | 26 | 00 | 26 | |
| 16 | 2024 |
ગુજરાતે દેશને આપ્યા ભાજપના પ્રથમ સાંસદ
દેશને ભાજપના પ્રથમ સાંસદ આપવાનું શ્રેય ગુજરાતને ફાળે છે. 1984 માં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં દેશમાં ભાજપનો બે બેઠક પર વિજય થયો હતો. જેમાંની એક બેઠક ગુજરાતની હતી. મહેસાણા બેઠક પરથી ડો.એ.કે.પટેલ જીત્યા હતા અને ગુજરાતના પ્રથમ ભાજપી સાંસદ બન્યા હતા.
ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધતું ગયું
1984 માં યોજાયેલ આઠમી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને એક જ બેઠક મળી હતી જોકે એ પછી વર્ષ 1989 માં યોજાયેલ નવમી લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કુલ 26 બેઠકો પૈકી ભાજપનો 12 બેઠક પર વિજય થયો હતો. એ પછી ભાજપે લોકસભા ચૂંટણી પરિણામમાં વિજય મેળવવામાં પાછું વળીને જોયું નથી.
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2019 : ભાજપ બધી બેઠક જીત્યું
| ક્રમ | મત વિસ્તાર | વિજેતાભાજપ | મતદાન | મળેલ મત | માર્જીન |
| 1 | કચ્છ | વિનોદભાઇ ચાવડા | 58.71 | 6,37,034 | 3,05,513 |
| 2 | બનાસકાંઠા | પરબતભાઇ પટેલ | 65.03 | 6,79,108 | 3,68,296 |
| 3 | પાટણ | ભરતસિંહજી ડાભી | 62.45 | 6,33,368 | 1,93,879 |
| 4 | મહેસાણા | શારદાબેન પટેલ | 65.78 | 6,59,525 | 2,81,519 |
| 5 | સાબરકાંઠા | દિપસિંહ રાઠોડ | 67.77 | 7.01.984 | 2,68,987 |
| 6 | ગાંધીનગર | અમિત શાહ | 66.08 | 8,94,624 | 5,57,014 |
| 7 | અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | 61.76 | 7,49,834 | 4,34,330 |
| 8 | અમદાવાદ પશ્વિમ | કિરીટ સોલંકી | 60.81 | 6,41,622 | 3,21,546 |
| 9 | સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા | 58.41 | 6,31,844 | 2,77,437 |
| 10 | રાજકોટ | મોહન કુંડારીયા | 63.49 | 7,58,645 | 3,68,407 |
| 11 | પોરબંદર | રમેશભાઇ ધડૂક | 57.21 | 5,63,881 | 2,29,823 |
| 12 | જામનગર | પૂનમ બેન માડમ | 61.03 | 5,91,588 | 2,36,804 |
| 13 | જુનાગઢ | રાજેશ ચુડાસમા | 61.31 | 5,47,952 | 1,50,185 |
| 14 | અમરેલી | નારણ કાછડિયા | 55.97 | 5,29,035 | 2,01,431 |
| 15 | ભાવનગર | ભારતી શિયાળ | 59.05 | 6,61,273 | 3,29,519 |
| 16 | આણંદ | મિતેશભાઇ પટેલ | 67.04 | 6,33,097 | 1,97,718 |
| 17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | 61.04 | 7,14,572 | 3,67,145 |
| 18 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | 62.23 | 7,32,136 | 4,28,541 |
| 19 | દાહોદ | જશવંતસિંહ ભાભોર | 66.57 | 5,61,760 | 1,27,596 |
| 20 | વડોદરા | રંજનબેન ભટ્ટ | 68.18 | 8,83,719 | 5,89,177 |
| 21 | છોટા ઉદેપુર | ગીતાબેન રાઠવા | 73.90 | 7,64,445 | 3,77,943 |
| 22 | ભરુચ | મનસુખભાઇ વસાવા | 73.55 | 6,37,795 | 3,34,214 |
| 23 | બારડોલી | પરભુભાઇ વસાવા | 73.89 | 7,42,273 | 2,15,447 |
| 24 | સુરત | દર્શના જરદોષ | 64.58 | 7,95,651 | 5,48,230 |
| 25 | નવસારી | સી આર પાટીલ | 66.40 | 9,72,739 | 6,89,668 |
| 26 | વલસાડ | ડો કે સી પટેલ | 75.48 | 7,71,980 | 3,53,797 |
1960 માં ગુજરાત અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થતાં ગુજરાત રાજ્યમાં લોકસભાની પહેલી ચૂંટણી 1962 માં ત્રીજી લોકસભા માટે યોજાઇ હતી. ગુજરાતમાં એ સમયે લોકસભાની 22 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ગુજરાતમાં પહેલી વખત યોજાયેલ ત્રીજી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું હતું. કુલ 22 બેઠકો પૈકી 16 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને બીજા નંબરે એસડબલ્યુપી પાર્ટીએ 4 બેઠકો જ્યારે પીએસપી અને એનજીજેપીએ એક એક બેઠક જીતી હતી.
1967 માં યોજાયેલ ચોથી લોકસભા ચૂંટણી માટે ગુજરાતની બેઠકોમાં વધારો થયો હતો. અગાઉની 22 બેઠકોમાં બે બેઠકો વધતાં કુલ 24 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પરિણામમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. ચૂંટણી 1962 કરતાં કોંગ્રેસનો જનમત ઘટ્યો હતો. અગાઉ કોંગ્રેસને 16 બેઠકો મળી હતી જે ઘટીને આ વખતે 12 થઇ હતી જ્યારે એસડબલ્યુપી 4 બેઠકોથી વધીને 11 બેઠકો પર પહોંચ્યપં હતું.એક બેઠક પર અપક્ષનો વિજય થયો હતો.
પાંચમી લોકસભા ચૂંટણી 1971 ગુજરાતની 24 બેઠકો પર યોજાઇ હતી. જેમાં કોંગ્રેસમાં વિખવાદને પગલે બે તડાં દેખાયા હતા. INC અને INC(O) બંનેને 11 બેઠકો મળી હતી જ્યારે એસડબલ્યુપીને માત્ર 2 બેઠકો પર જ જીત મળી હતી.
ગુજરાત લોકસભા ચૂંટણી 1977 પરિણામ
ગુજરાતમાં આ ચૂંટણીથી બેઠકોમાં વધારો થયો અને અગાઉની 24 બેઠકોમાં 2 બેઠકો વધતાં કુલ 26 બેઠકો પર ચૂંટણી લડાઇ હતી. બેઠકો વધતાં ફરી એકવાર કોંગ્રેસને ફટકો જોવા મળ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us