Gujarat Lok Sabha Election Results 2024, ગેનીબેન ઠાકોર : ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 જાહેર થયું છે. આ પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે. મોદી સરકારનું 400 પારનું સપનું પણ રોળાયું છે. અને તો બીજી તરફ કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો સારો દેખાવ પણ જોવા મળ્યો હતો. ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તમામ 26 બેઠકોનું પરિણામ જાહેર થયું છે.
જેમાંથી 25 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે ત્યારે માત્ર એક બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકરો બાજી મારી છે. એટલે રાજકીય વિષ્લેશકો માની રહ્યા છે કે ભાજપના ‘વંટોળ’ સામે કોંગ્રેસના ગેનીબેન અડક રહ્યા છે. ગેનીબેન ઠાકરોની જીત સાથે ગુજરાતમાં કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું હતું. આ સાથે ગેનીબેન ઠાકોરે 1962ની ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન કર્યું હતું.
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબેન ઠાકોરનો વિજય
ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામમાં બનાસકાઠા બેઠક પરથી ગેનીબેન ઠાકરોનો વિજય થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકરોને કૂલ 6,71,883 વોટ મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને 6,41,477 વોટ મળ્યા હતા. આમ ગેનીબેન ઠાકોરની 30,406 મતોની લીડ સાથે જીત થઈ થઈ છે.
ગેનીબેન ઠાકોરે કર્યું 1962ની ચૂંટણીનું પુનરાવર્તન
ઉલ્લેખનયી છે કે ગુજરાત લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારો ઉતાર્યા હતા. ભાજપ તરફથી ડો. રેખાબેન ચૌધરી અને કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકરોને મેદાનમાં ઉતાર્યા હતા. આ વખતની ચૂંટણી પરિણામમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા છે. 1962ની ચૂંટણી બાદ પહેલીવાર આ બેઠક ઉપરથી કોઈ મહિલા ઉમેદવાર વિજેતા બન્યા છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર બીજી વખત મહિલા સાંસદ ચૂંટાયા છે. અગાઉ 1962 ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર ઝોહરાબેન ચાવડા સાંસદ બન્યા હતા. એ પહેલીવાર એવું બન્યું છે કે આ બેઠક પરથી કોઇ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા છે.
લોકસભા ચૂંટણી બનાસકાંઠા બેઠકના વિજેતા સાંસદ
- વર્ષ ઉમેદવાર પક્ષ
- 2024 ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
- 2019 પરબતભાઇ પટેલ (ભાજપ)
- 2014 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
- 2013 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ, ઉપ ચૂંટણી)
- 2009 મુકેશ ગઢવી (કોંગ્રેસ)
- 2004 હરિસિંહ ચાવડા (કોંગ્રેસ)
- 1999 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
- 1998 હરિભાઇ પાર્થિવભાઇ ચૌધરી (ભાજપ)
- 1996 બી કે ગઢવી (કોંગ્રેસ)
- 1991 હરિસિંહ ચાવડા (ભાજપ)
- 1989 જ્યંતિલાલ શાહ (જનતા દળ)
- 1984 બી કે ગઢવી (કોંગ્રેસ)
- 1980 બી કે ગઢવી (કોંગ્રેસ)
- 1977 મોતીભાઇ ચૌધરી (જનતા પક્ષ)
- 1971 પોપટલાલ જોશી (કોંગ્રેસ)
- 1969 એસ કે પાટીલ (ઉપ ચૂંટણી)
- 1967 મનુભાઇ અમરસી (સ્વતંત્ર પક્ષ)
- 1962 ઝોહરાબેન ચાવડા (કોંગ્રેસ)
- 1957 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)
- 1951 અકબરભાઇ ચાવડા (કોંગ્રેસ)
આ પણ વાંચોઃ- ગુજરાત લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઈવ : 26 બેઠકનું પરિણામ જાહેર, જુઓ કોણ જીત્યું? કોણ હાર્યું?
બનાસકાઠાં બેઠક પર આઝાદીથી લઈને 1984 સુધી કોંગ્રેસનો દબદબો હતો
પાકિસ્તાન સરહદ અને રાજસ્થાન સરહદને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર તાલુકા વિસ્તારને સમાવતી બનાસકાંઠા લોકસભા બેઠક મત વિસ્તારમાં આઝાદીથી લઇને 1984 સુધી કોંગ્રેસનો દબદબો હતો. જોકે ત્યાર બાદ ભાજપનો ઉદય થયો અને હાલમાં છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ છે. આ બેઠક પર કોંગ્રેસ નવ વખત જ્યારે ભાજપ છ વખત જીત્યું છે. અગાઉ કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું હતું.





