ગોપાલ કટેશીયા | ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર હાર્દિક ઝાલાને કથિત રૂપે મતદાન કરતા વીડિયો શૂટ કર્યા બાદ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, આ મામલે તેની અટકાયત કરવામાં આવી હત, ચૂંટણી પંચ (EC) અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજ રીતે રાજકોટમાં પણ આવા જ ત્રણ વીડિયોની ઓળખ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જીલ્લા કલેકટર અને જીલ્લા ચૂંટણી અધિકારી ડી ડી જાડેજાએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિ ઈવીએમ દ્વારા મતદાન કરે છે અને તેના બેલેટ પેપરનું VVPAT દર્શાવે છે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેઓએ તાત્કાલિક પગલાં લીધા હતા. બાદમાં આ વ્યક્તિની ઓળખ હાર્દિક ઝાલા તરીકે કરવામાં આવી હતી. કલેકટરે જણાવ્યું હતું કે, આ ઘટના વેરાવળ શહેરના ડાભોર રોડ પર ઘીવાલા સ્કૂલમાં સ્થાપિત મતદાન મથક પર બની હતી, જે વેરાવળ જિલ્લાનું મુખ્ય મથક છે, જે જૂનાગઢ લોકસભા બેઠકનો ભાગ છે.
જિલ્લા કલેક્ટરે ફોન પર ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “મામલો તેમના ધ્યાન પર આવ્યા પછી, તે મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસરે પોલીસને આ બાબતની જાણ કરી. ત્યારબાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.”
ભાજપના ગીર સોમનાથ એકમના પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમની પાર્ટી પાસે વેરાવળમાં હાર્દિક ઝાલા નામનો કાર્યકર છે. “મેં મીડિયા રિપોર્ટ્સ દ્વારા વીડિયો વિશે સાંભળ્યું છે. પરંતુ હું હજી સુધી ઘટનાની વિગતોની પુષ્ટિ કરી શકતો નથી કારણ કે, હું તાલાલા (ગીર સોમનાથનો તાલુકો) ની મુલાકાત લઈ રહ્યો છું.”
જાડેજાએ જણાવ્યું હતું કે, ઝાલા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 128 હેઠળ તેમના મતની ગુપ્તતા તેમજ ભારતીય દંડ સંહિતાના મતદાન મથકમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધની સૂચનાનું ઉલ્લંઘન કરવા બદલ આરોપ મૂકવામાં આવશે, આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ દરમિયાન, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, તેમણે પણ રાજકોટમાં પણ મતદાન પ્રક્રિયાની ગોપનીયતાનો ભંગ કરતા ત્રણ વિડીયોની નોંધ લીધી છે. જોશીએ કહ્યું, “એક વીડિયોમાં ભાજપની તરફેણમાં વોટિંગ થઈ રહ્યું છે, જ્યારે બીજામાં કોંગ્રેસની તરફેણમાં વોટિંગ થઈ રહ્યું હોવાનો વીડિયો છે.”
આ પણ વાંચો – ગુજરાત લોકસભા ચૂંટણી 2024: ‘ઓન ધ નોટ, માય વોટ’, આ ચૂંટણીમાં મતદારોના મનના મુખ્ય મુદ્દા
કલેક્ટરે જણાવ્યું હતું કે, ત્રીજા વિડિયોમાં એક વ્યક્તિ ઈવીએમના બેલેટ યુનિટ પર હાથથી લખેલો સંદેશો મૂક્યા બાદ મતદાન કરતા બતાવે છે, જે મતદારને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે. કલેક્ટરે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે તપાસ અને આગળની કાર્યવાહી માટે આ મામલો રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને મોકલી રહ્યા છીએ.” એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી રાજકોટ જિલ્લામાં 37.42 ટકા મતદાન નોંધાયું હતું, જે પડોશી જિલ્લાઓ કરતાં વધુ છે.