ગુજરાતમાં રાજપૂતોના ગુસ્સાનો ભાજપ કેવી રીતે કરશે સામનો? PM મોદી પર બધાની નજર, જાણો સમગ્ર મામલો

Gujarat Lok Sabha Elections 2024 vs Kshatriya Protests : ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની નારાજગીથી ભાજપને સતાવી રહી, પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવવાના હોવાથી બધાની નજર હવે તેમના પર.

Written by Kiran Mehta
April 28, 2024 00:21 IST
ગુજરાતમાં રાજપૂતોના ગુસ્સાનો ભાજપ કેવી રીતે કરશે સામનો? PM મોદી પર બધાની નજર, જાણો સમગ્ર મામલો
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 અને ક્ષત્રિય વિરોધ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Loksabha Election 2024 | ગુજરાત લોકસભા ચૂંટણી : સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત બાદ, 7 મેના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 લોકસભા બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે 2014 અને 2019 માં રાજ્યની તમામ 26 બેઠકો જીતનાર ભાજપ, આ વખતે તેણે સુરતથી કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા સહિત 14 વર્તમાન સાંસદોની ટિકિટ રદ કરી છે. તેણે બે કેન્દ્રીય મંત્રીઓ, પોરબંદરમાંથી મનસુખ માંડવિયા અને રાજકોટમાંથી પરષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. જેમનો રાજ્યસભાનો કાર્યકાળ આ મહિનાની શરૂઆતમાં પૂરો થયો હતો.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાંથી ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડ્યા હતા.

અગાઉ, પાર્ટીના સ્થાનિક કાર્યકરોના વિરોધ બાદ ભાજપે બે બેઠકો પર ઉમેદવારો બદલવા પડ્યા હતા. વડોદરામાં, પાર્ટીએ શરૂઆતમાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમના સ્થાને રાજ્યના સૌથી યુવા ઉમેદવાર 33 વર્ષીય હેમાંગ જોશીને ઉતારવામાં આવ્યા હતા. તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની જગ્યાએ શોભનાબેન બારૈયાને સ્થાન આપવામાં આવ્યું છે.

આ બાજુ રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરમાંથી ચૂંટણી લડી રહી છે. સુરતના ઉમેદવારનું નામાંકન રદ્દ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ 23 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આમ આદમી પાર્ટીએ તેના બે વર્તમાન ધારાસભ્યો ભરૂચમાંથી ચૈત્ર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. મિસ્ટર વસાવા (36), ભરૂચમાં પાર્ટીના લોકપ્રિય આદિવાસી ધારાસભ્ય, પીઢ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે મેદાનમાં છે, જે ગુજરાતના સૌથી વરિષ્ઠ સાંસદ છે, જેઓ 1998 થી આ મુસ્લિમ અને આદિવાસી બહુલ બેઠક પરથી સંસદમાં ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસે આણંદમાંથી વર્તમાન ધારાસભ્ય અમિત ચાવડા, સાબરકાંઠામાંથી તુષાર ચૌધરી, બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર, પંચમહાલમાંથી ગુલાબસિંહ ચૌહાણ અને વલસાડમાંથી અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

કોંગ્રેસે ભાજપને ટક્કર આપવા માટે સાત પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ ધારાસભ્યોમાં રાજકોટથી પરેશ ધાનાણી, પોરબંદરથી લલિત વસોયા, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, ખેડાથી કાલુસિંહ ડાભી, પાટણથી ચંદનજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી ભરત મકવાણા અને છોટા ઉદેપુરથી સુખરામ રાઠવા જ્યારે દાહોદથી પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયા મેદાનમાં છે.

ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ પૈકી, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય (રાજપૂત) સમુદાય દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાએ કહ્યું હતું કે, પૂર્વ રાજાઓ અને રાજવીઓએ સંસ્થાનવાદી અંગ્રેજો સાથે મિત્રતા કરી, રોટી-બેટી વ્યવહાર સાથે વૈવાહિક સંબંધો બાંધ્યા.

આ ટિપ્પણી બાદ રૂપાલાએ ઘણી વખત માફી માંગી છે, પરંતુ રાજપૂત લોકો ગામડાઓ અને શહેરોમાં ભાજપનો વિરોધ કરી રહ્યા છે અને પાર્ટી વિરુદ્ધ મત આપશે તેવુ વચન પણ આપ્યું છે. અત્યાર સુધી સરકાર, શાસક પક્ષના નેતાઓ અને રાજપૂત સમાજના પ્રતિનિધિઓ વચ્ચે અનેક બેઠકો છતાં મામલો ઉકેલાયો નથી.

આ પણ વાંચો –

દરરોજ અનેક સ્થળોએ, રાજપૂત સમુદાયના સભ્યો સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો સામે વિરોધ કરે છે. આવા વિરોધોમાં જામનગર, સાબરકાંઠા, પાટણ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અન્ય સ્થળોએ ભાજપનો પ્રચાર ખોરવ્યો છે. બીજેપી હવે તેના ટ્રમ્પ કાર્ડ તરીકે વડાપ્રધાન પર નજર રાખી રહ્યું છે, જેઓ 1-2 મેના રોજ રાજ્યમાં છ રેલીઓ અને રોડ શો યોજવાના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ