Gujarat Lok Sabha Elections 2024 Schedule Dates : લોકસભા ચૂંટણી 2024 માટે તારીખો જાહેર કરી દેવામાં આવી છે. સાત તબક્કામાં દેશમાં લોકસભા ચૂંટણી યોજવામાં આવશે. જેમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. તો જોઈએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ની મતદાન તારીખ થી લઈ પૂરો કાર્યક્રમ
ગુજરાતમાં 26 બેઠકો માટે લોકસભા ચૂંટણી
ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. ભાજપે અત્યાર સુધીમાં ગુજરાતમાં 22 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો કોંગ્રેસે સાત ઉમેદવરના નામ જાહેર કર્યા છે. આ બાજુ આપ પાર્ટીએ પણ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં આપ અને કોંગ્રેસ ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે.
ગુજરાત લોકસભા ચૂંટણી 2024 શિડ્યુલ
- ચૂંટણીની તારીખની જાહેરાત: 16-03-2024 (શનિવાર)
- ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની તારીખ: 12 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ : 19 એપ્રિલ 2024 (શુક્રવાર)
- ઉમેદવારીની ચકાસણીની તારીખ : 20 એપ્રિલ 2024 (શનિવાર)
- ઉમેદવારી પત્ર પાછુ ખેચવાની છેલ્લી તારીખ : 22 એપ્રિલ 2024 (સોમવાર)
- મતદાન તારીખ : 07 મે 2024 (મંગળવાર)
- મત ગણતરી તારીખ : 04 જૂન 2024 (મંગળવાર)
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી બેઠકો
(1) વિજાપુર
(2) ખંભાત
(3) વાઘોડિયા
(4) માણાવદર
(5) પોરબંદર
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ
ઉલ્લેેખનીય છે કે, ચૂંટણી પંચે 13 રાજ્યો જેમાં બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા. હિમાચલ પ્રદેશે, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુમાં પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, ચૂંટણી પંચ અનુસાર, જે રાજ્યની જે તબક્કામાં લોકસભા ચૂંટણી હશે, એજ સમયે પેટા ચૂંટણી માટે સાથે જ મતદાન કરવામાં આવશે. એટલે કે ત્રીજા ફેજમાં 7 મે 2024ના દિવસે જ ગુજરાતની પાંચ ખાલી વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.