Patan Lok Sabha Election Result 2024 : પાટણ બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024, કોંગ્રેસ ઉમેદવાર ચંદુજી ઠાકોર જીત તરફ આગળ

Patan Lok Sabha Election Result 2024 Live News updates in Gujarati: પાટણ લોકસભા ચૂંટણી પરિણામ 2024 લાઇવ અપડેટ જોઇએ તો મત ગણતરીના પ્રારંભિક વલણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદુજી ઠાકોર હરિફ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભી કરતાં આગળ ચાલી રહ્યા છે.

Written by Ashish Goyal
Updated : June 04, 2024 11:59 IST
Patan Lok Sabha Election Result 2024 : પાટણ બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2024, કોંગ્રેસ ઉમેદવાર ચંદુજી ઠાકોર જીત તરફ આગળ
પાટણ લોકસભા બેઠક પર ભરતસિંહ ડાભીનો ચંદનજી ઠાકોર સામે વિજય (તસવીર - વિકીપીડિયા)

Patan Lok Sabha constituency : પાટણ લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઇ રહ્યા છે. સવારથી મત ગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદુજી ઠાકોર હરિફ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને ટક્કર આપી રહ્યા છે. ચંદુજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. છેલ્લા કેટલાર સમયથી ભાજપનો ગઢ મનાતી આ બેઠક ફરી એકવાર કોંગ્રેસ પોતાના હાથમાં લે એવા સંકેત જોવા મળી રહ્યા છે. પાટણ લોકસભાની સીટ પર ભાજપે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે.

પાટણ લોકસભા સીટમાં કુલ 7 વિધાનસભા સીટ

પાટણ લોકસભા વિસ્તારમાં કુલ 7 વિધાનસભા સીટો આવે છે. જેમાં પાટણ, રાધનપુર, વડગામ, કાંકરેજ, ચાણસ્મા, સિદ્ધપુર અને ખેરાલુનો સમાવેશ થાય છે. જેમાં 3 બેઠકો પર ભાજપ પાસે છે. જ્યારે 4 બેઠકો કોંગ્રેસ પાસે છે.

પાટણ લોકસભા ચૂંટણી પરિણામ 2024: કોંગ્રેસ મજબૂત

ઉમેદવારપક્ષમળેલ મતહાર જીત
ચંદુજી ઠાકોરકોંગ્રેસ244988આગળ
ભરતસિંહ ડાભીભાજપ234433પાછળ

2019માં શું હતું પરિણામ

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે વર્તમાન ઉમેદવાર ભરતસિંહ ડાભીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહનો 1,93,879 મતોથી વિજય થયો હતો. ભરતસિંહને 56.24 ટકા અને જગદીશ ઠાકોરને 39.02 ટકા વોટ મળ્યા હતા.

પાટણ લોકસભા બેઠક પર ચૂંટાયેલા સંસદ સભ્યો

વર્ષચૂંટાયેલા સંસદ સભ્યપાર્ટી
1957ઠાકોર મોતીસિંહકોંગ્રેસ
1962પરષોત્તમદાસ પટેલકોંગ્રેસ
1967ડીઆર પરમારસ્વતંત્ર પાર્ટી
1971ખેમચંદ ચાવડાકોંગ્રેસ
1977ખેમચંદ ચાવડાજનતા પાર્ટી
1980હીરાલાલ પરમારકોંગ્રેસ
1984પૂનમચંદ વણકરકોંગ્રેસ
1989ખેમચંદ ચાવડાજનતાદળ
1991મહેશ કનોડિયાભાજપ
1996મહેશ કનોડિયાભાજપ
1998મહેશ કનોડિયાભાજપ
1999પ્રવિણ રાષ્ટ્રપાલકોંગ્રેસ
2004મહેશ કનોડિયાભાજપ
2009જગદીશ ઠાકોરકોંગ્રેસ
2014લીલાધર વાઘેલાભાજપ
2019ભરતસિંહ ડાભીભાજપ

આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ, બે દિવસમાં 6 સભા સંબોધશે

સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના

પાટણ લોકસભા મતક્ષેત્રમાં જ્ઞાતિ સમીકરણ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. પાટણ બેઠક પર સૌથી વધુ મતદારો ઠાકોર જ્ઞાતિના છે, જે ઓબીસી કેટેગરીમાં આવે છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ આ બેઠક માટે ઠાકોર સમાજના નેતાને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર કુલ મતદાર 20,19,203 છે. જેમાંથી 10,39,108 પુરુષ મતદાર તથા 9,80,064 સ્ત્રી મતદાર અને અન્ય મતદાર 31 છે.

પાટણ લોકસભા બેઠક 10 ઉમેદવારો

ક્રમઉમેદવારપાર્ટી
1ચંદનજી ઠાકોરકોંગ્રેસ
2ભરતસિંહજી ડાભીભાજપા
3બળવંત છત્રાલીયાબસપા
4મસીહુલ્લાહ ઘાઘાસોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા
5રાકેશભાઈ શર્મારાષ્ટ્રીય સમાજ પક્ષ
6અબ્દુલકુદ્દુસઅપક્ષ
7અબ્દુલહક ઈસ્માઈલ નેદારીયાઅપક્ષ
8ધનજીભાઈ ચંદુરાઅપક્ષ
9કિશનભાઈ ઠાકોરઅપક્ષ
10સોયબ હાસમ ભોરણીયાઅપક્ષ

1957થી પાટણ બેઠક પર યોજાયેલી 16 ચૂંટણીઓમાં છ વાર કોંગ્રેસ, છ વાર ભાજપ, એક-એક વખત સ્વતંત્ર પક્ષ, જનતા પક્ષ અને જનતા દળ ચૂંટણી જીત્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ