/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Add-a-heading-2023-04-02T135912.187.jpg)
હેસાણાના ચૌધરી પરિવારના 4 સભ્યોના કેનેડા-અમેરિકાની સરહદ પર ગેરકાયદે ઘુષણખોરી કરતી વખતે મોતો (વાયરલ ફોટો)
અમેરિકા જવાના લાહ્યમાં વધુ એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવ્યો છે. ગુજરાતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ચૌધરી પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર બોટ મારફતે અમેરિકામાં ધૂસણખોરી કરી રહ્યા હતા. તે સમયે બોટી પલટી મારતા નદીમાં ડુબી જવાથી ચૌધરી પરિવારના ચારેય સભ્યોના મોત થયા છે. મોતના સમાચાર મળતા ચૌધરી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. નોંધનીય છે કે, ત્રણેક મહિના પહેલા પણ મહેસાણાના ડિંગુચા પરિવારના એક પટેલ પરિવારના ચાર સભ્યોએ કેનેડા - અમેરિકાની સરહદ પર હાડ થિજવતી ઠંડીમાં જીવ ગુમાવ્યો હતો.
ચૌધરી પરિવારનો કેનેડા ફરવાના બહાને અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતી વખતે જીવ ગુમાવનાર ચૌધરી પરિવારના મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુર ગામના રહેવાસી છે. મૃતકોના નામ ચૌધર પરિવારના ચાર સભ્યોમાં પ્રણીણભાઇ વેલજી ભાઇ (50 વર્ષ), પત્ની દક્ષાબેન ચૌધરી (45 વર્ષ), વિધિ બેન ચૌધરી (23 વર્ષ) અને મિતકુમાર ચૌધરી (20 વર્ષ) છે. આ ચારેય લોકો બે મહિના પહેલા ફરવાના બહાને કેનેડા ગયા હતા અને ત્યાંથી બોટમં બેસી સેન્ટ લોરેન્સ નદી પાર કરીને ગેરકાયદેસર અમેરિકામાં ઘુષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે ખરાબ હવામાનને કારણે બોટ પલટી જતા મહેસાણાના ચોધરી પરિવાર ચાર સભ્યો સહિત અન્ય 8 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. મોતના સમાચાર મળતા મહેસાણાના માણેકપુર ગામમાં માતમ છવાઇ ગયો છે. આ ઘટના ગત બુધવારે બની હતી.
અમેરિકાના પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર,બુધવારની રાત્રે દુર્ઘટનાનો ભોગ બનનાર બોટમાં લગભગ 8 લોકો સવાર હતા, જેમાં ભારતના મહેસાણાનો એક પરિવાર અને રોમાનિયાનો એક પરિવાર હતો. સેન્ટ લોરેન્સ નદીમાં બોટ ડુબી જવાની ઘટનાની માહિતી મળતા રેસ્ક્યુ ટીમે શોધખોળ હાથ ઠરી હતી, જેમાં નદીમાં ડુબી જનાર લોકોની શોધખોળ ચાલી રહી છે. જે મૃતહેદો મળ્યા છે તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર એક નાની બોટ મારફતે લગભગ 8 વ્યક્તિઓ ગેરકાયદેસર કેનેડા - અમેરિકાની સરહદ પાર કરવાની કોશિશ કરી રહ્યા હતા. જો કે ખરાબ હવામાન અને ભાર પવન સાથે વરસાદને કારણે તેમની બોટ પલટી ગઇ અને નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યા હોવાનું હાલ મનાય છે.
તાજેતરમાં આવી 3 ઘટના, જેમાં ગુજરાતી પરિવાર જીવ ગુમાવ્યો
અમેરિકા - કેનેડામાં સ્થાયી થવાની આશા સાથે ઘૂસણખોરી કરતી વખતે મોત મળ્યું હોય તેવી તાજેતરની ત્રીજી ઘટના છે. ગત વર્ષે કલોકમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના એક પરિવારના બ્રિજ કુમાર નામના યુવકની મેક્સિકોથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતી વખતે ટ્રમ્પ વોલ' તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દીવાલ ઉપરથી પટકાતાં મોત નિપજ્યું હતું. આ ઘટના વખતે બ્રિજકુમારની સાથે તેની પત્ની અને પુત્રને પણ ઇજા થઇ હતી. તો ગત વર્ષ જાન્યુઆરીમાં કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યો ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરતી વખતે માઇનસ 35 ડિગ્રીની કડકડતી ડિગ્રીમાં મોતને ભેટ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us