Gujarat Rain : ગુરુવારના રોજ 107 તાલુકામાં મેઘમહેર, 13 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

Gujarat Rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધારે લગભગ 2 ઇંચ (46 મીમી) વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : June 27, 2024 23:38 IST
Gujarat Rain : ગુરુવારના રોજ 107 તાલુકામાં મેઘમહેર, 13 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. ગુરુવારે પણ રાજ્યમાં વરસાદ વરસ્યો હતો

Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. ગુરુવારે પણ રાજ્યમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 27 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધારે લગભગ 2 ઇંચ (46 મીમી) વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધારે લગભગ 2 ઇંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં 41 મીમી, કચ્છના ભુજમાં 40 મીમી અને નખત્રાણામાં 39 મીમી, બોટાદના ગઢડામાં 35 મીમી, ભાવનગર શહેરમા 33 મીમી, કચ્છના માંડવી અને રાજકોટના જેતપુરમાં 31 મીમી, ભાવનગરના વલ્લભીપુર, ઘોઘા અને મહુવામાં 27-26 મીમી, બનાસકાંઠાના અમીરગઢ અને જુનાગઢના માણાવદરમાં 25 મીમી વરસાદ નોંધાયો છે.

આ બાજુ વાપીમાં 24 મીમી, પાટણના સાંતલપુરમા 22 મીમી, બનાસકાંઠાના ડીસામાં 22 મીમી, જામનગરના ધ્રોલમાં 20 મીમી, ભાવનગરના શિહોરમાં 20 મીમી, ખંભાળિયા, મેંદરડા, સરસ્વતી, નિઝર, બોટાદ, અબડાસા, કાંકરેજ, કોટડા સંઘાણી, લાઢી, ઉમરાળા, દાંતા, જોડિયા, કાવંત, લોધિકા, ઝાલોદ, પાલિતાણા, દાહોદ, વાપી, ધોરાજી, રાણાવાવ, કુતિયાણા, બગસરામાં 10 થી 19 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો –  10 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા મેઘરાજાની તોફાની બેટિંગ

કચ્છમાં ભચાઉના ખોળાસરમાં નદીના પ્રવાહમાં 15 ભેંસો તણાઇ

કચ્છમાં ભચાઉના ખોળાસરમાં નદીના પ્રવાહમાં ભેંસો તણાવવામાં ઘટના સામે આવી છે. 15 જેટલી ભેંસો નદીના પ્રવાહમાં તણાઈ છે. વરસાદના પગલે લાકડીયા-ખોળાસર વચ્ચે આવેલી નદીમાં ભારે પાણી આવતા ભેંસો તણાઇ હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

28મી જૂનની વરસાદની આગાહી

હવામાન વિભાગે શુક્રવારે 28મી જૂનના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવ ભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દણણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ