/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Rain-In-Gujarat.jpg)
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ. (Express Photo by Praveen Khanna)
Gujarat Rain: ગુજરાતમાં રાજ્યમાં બધી જ સારો વરસાદ વરસ્યો છે. જુલાઇની શરુઆતથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 4 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધારે 8 ઇંચ (202 મીમી)વરસાદ વરસ્યો છે. 17 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધારે 8 ઇંચ, નર્મદાના તીલકવાડા, બનાસકાંઠાના વડગામ અને પંચમહાલના શેહરામાં 2.5 ઇંચ, મહિસાગરના ખાનપુર અને ખેડાના ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય પાલનપુરમાં 47 મીમી, કઠલાલ,કુકરમુંડામાં 46 મીમી, ઠાસરા 45 મીમી, ઉમરપાડા 40 મીમી, નાંદોદ 39 મીમી, ઝઘડીયા 34 મીમી, હાલોલ 31 મીમી, સતલાસાણા 30 મીમી, ખેડબ્રહ્મા અને નસવાડી 25-25 મીમી, વડાલી, સાગબારા, ગરુડેશ્વર અને અંકલેશ્વરમાં 24-24 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં 1 થી લઇને 23 મીમી સુધી વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - અમદાવાદ રથયાત્રાની તાડામાર તૈયારી, ભરૂચમાં હત્યા-આપઘાતથી પરિવાર ખતમ
શુક્રવારને 5 જુલાઇની આગાહી
આઈએમડીના મતે શુક્રવારને 5 જુલાઇના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાહર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાાં મોટાભાગના સ્થળોએ અને સૌરાષ્ટ્ર-ક્ચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us