Gujarat Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની દે ધનાધન બેટિંગ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ, માણાવદરમાં 8.5 ઇંચ

Gujarat Weather Forecast, Monsoon Alert : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 22 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

Gujarat Weather Forecast, Monsoon Alert : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 22 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 38 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain, Gujarat, Rain

Gujarat Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે (તસવીર - એએનઆઈ સ્ક્રીનગ્રેબ)

Gujarat Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 22 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ અને જૂનાગઢમાં માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 38 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા કલ્યાણપુરમાં 281 મીમી (11 ઇંચ), માણાવદરમાં 234 મીમી (8.5 ઇંચ), સુરતના પલસાણામાં 162 મીમી (6.5 ઇંચ), વિસાવદર 149 મીમી (6 ઇંચ), બારડોલી 147 મીમી (6 ઇંચ), માળિયા હાટીના અને દ્વારકા 135 મીમી, ઉપલેટા 134 મીમી, કામરેજ 131 મીમી, ગીર ગઢડા 120 મીમી, કપરાડા 115 મીમી, વાપી 114 મીમી, સુરતના માંડવી અને જૂનાગઢમાં 107 મીમી, ઉમરગામ, કુતિયાણામાં 101 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 17 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ બે દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી, જુઓ ક્યાં કેવો માહોલ?

આ સિવાય વંથલી 97 મીમી, ઉમરપાડા 95 મીમી, ચીખલી 86 મીમી, રાણાવાવ 84 મીમી, કેશોદ 81 મીમી, સુરત શહેર 80 મીમી, અંકલેશ્વર 79 મીમી, ધરમપુર 75 મીમી, પારડી, વાલિયા 68 મીમી, શિહોર 64 મીમી, ચુડા 61 મીમી, ધોરાજી 60 મીમી, ખેરગામ 59 મીમી, નવસારી 58 મીમી, જલાલપોર 55 મીમી, અબડાસા, વલસાડ 54 મીમી, માંગરોળ, તારાપુર 53 મીમી અને સુરતના ચોર્યાસીમાં 51 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 38 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આ સિવાય 113 તાલુકામાં 1 થી લઇને 48 મીમી સુધી વરસાદ પડ્યો છે.

23 જુલાઇના રોજ વરસાદની આગાહી

23 જુલાઇને મંગળવારના રોજ આઇએમડીની આગાહીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જેમા દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અતિથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisment
વેધર ન્યૂઝ ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત