Gujarat Rain : શુક્રવારના રોજ 152 તાલુકામાં મેઘમહેર, 29 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં ઝાપટું

Gujarat Rain: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 28 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના પલસાણામાંમાં સૌથી વધારે લગભગ 3 ઇંચ (80 મીમી) વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
Updated : June 28, 2024 21:22 IST
Gujarat Rain : શુક્રવારના રોજ 152 તાલુકામાં મેઘમહેર, 29 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ, અમદાવાદમાં ઝાપટું
અમદાવાદમાં પણ સાંજે વરસાદની પધરામણી થઇ હતી (Express photo - Nirmal Harindran)

Gujarat Rain: ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું જમાવટ કરી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો શુક્રવારે 28 જૂનના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના પલસાણામાંમાં સૌથી વધારે લગભગ 3 ઇંચ (80 મીમી) વરસાદ વરસ્યો છે. 29 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે સુરતના પલસાણામાં સૌથી વધુ 80 મીમી, વલસાડના ઉંમરગામમાં 70 મીમી, નવસારીના ખેરગામમાં 67 મીમી, નવસારીમાં 64 મીમી, તાપીના વલોદમાં 62 મીમી, બોટાદમાં 61 મીમી, ગણદેવીમાં 58 મીમી, જલાલપોર 51 મીમી, ચીખલી 50 મીમી, સુરતના મહુવા 47 મીમી, વ્યારા 45 મીમી, બાવળા અને સૂત્રાપાડા 42 મીમી, કામરેજમાં 41 મીમી, ગારિયાધાર 38 મીમી વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – ગુજરાત વેધર : 24 જિલ્લામાં ભારે, તો 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

આ ઉપરાંત વલસાડ 37 મીમી, ડોલવાણ અને બારડોલી 36 મીમી, રાપર અને ઓલપાડ 35 મીમી, વાપી 34 મીમી, રાજુલા અને ધરમપુર 33 મીમી, સુરત શહેર 29 મીમી, પાલીતાણા અને ઉના 28 મીમી, લીલીયા અને પારડી 26 મીમી, સોનગઢમાં 25 મીમી, વિસનગર, વાગરા, મોડાસા અને હળવદમાં 24 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં પણ વરસાદની પધરામણી થઇ હતી. અમદાવાદમાં 12 મીમી વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરખેજ, પ્રહલાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી જોવા મળ્યા હતા. વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. લીધે એસ.જી હાઇવે પર ટ્રાફિક જામના દ્વશ્યો પણ સર્જાયા હતા.

29મી જૂનની વરસાદની આગાહી

29 જૂન શનિવારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાયના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. 30 જૂન રવિવારના દિવસે, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય બાકીના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ