/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Gujarat-Rainfall-.jpg)
Gujarat Rain: ગુજરાતમાં ફરી વરસાદનું જોર ઘટી રહ્યું છે (Express photo by Nirmal Harindran)
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું જમાવટ કરી રહ્યું છે. જુલાઇની શરુઆતથી જ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 2 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધારે 11 ઇંચ (270 મીમી)વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના લાખણીમાં સૌથી વધારે 11 ઇંચ, મહેસાણા, બેચરાજી, દાંતીવાડા અને ચીખલીમાં 4-4 ઇંચ, બનાસકાંઠાના વાવ અને સુઈગામમાં 3-3 ઇંચ, વઘઇ, સિદ્ધપુર, થરાદ અને વાંસદામાં 2.5 ઇંચ, તાપીના ડોલવણમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. આમ 12 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
આ સિવાય મહેસાણા 49 મીમી, ચાણસ્મા, ઓલપાડમાં 47 મીમી, નવસારી 46 મીમી, આહવા,જલાલપોર અને ખેરગામમાં 45-45 મીમી, સરસ્વતી 44 મીમી, પાટણ 43 મીમી, જોટાણા,હિંમતનગર 42 મીમી, દેત્રોજ-રામપુરા 40 મીમી, તલોદ 39, વ્યારા,વલોદમાં 36 મીમી, પ્રાંતિજ 35 મીમી, પાલનપુર, સમી, વડનગર, પલાસણામાં 32-32 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય ઘણા સ્થળો પર વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : 25 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
3 જુલાઇને બુધવારે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે 3 જુલાઇને બુધવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બુધવારે ચાર જિલ્લા સુરત, નવસારી, વલસાડ અને બનાસકાંઠા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ખેડા, મહિસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us