Gujarat Rain : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ

Gujarat Weather Forecast, Monsoon Alert : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 23 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે

Written by Ashish Goyal
July 23, 2024 20:55 IST
Gujarat Rain : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર, દ્વારકા અને માંડવીમાં 6-6 ઇંચ વરસાદ
ગુજરાતમાં વરસાદ - Photo - Social media

Gujarat Rain: ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે 23 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દ્વારકામાં 6 ઇંચ અને કચ્છના માંડવીમાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્વારકામાં 158 મીમી (6 ઇંચ), માંડવી 147 મીમી (6 ઇંચ), જોડિયા 134 મીમી (5 ઇંચ), નખત્રાણા 130 મીમી (5 ઇંચ), મુન્દ્રા 122 મીમી (5 ઇંચ), પલસાણા 120 મીમી (5 ઇંચ), ખેરગામ 119 મીમી (4.5 ઇંચ) , રાપર 110 મીમી (4.5 ઇંચ), ધોળકા 82 મીમી, બારડોલી અને લખપત 77 મીમી, ડોલવાન 75 મીમી, ગણદેવી 74 મીમી, ચોર્યાસી અને વ્યારા 71 મીમી, ભાણવડ 70 મીમી, સુરત શહેર અને કામરેજ 68 મીમી, મહુવા 65 મીમી, વાલોદ 60 મીમી, વંથલી 58 અને ડાંગ આહવા 58 મીમી, શુબીર અને વાંસદા 57 મીમી, વઘઇ 56 મીમી, સોનગઢ 55 મીમી, નવસારી 53 મીમી, પારડી 52 મીમી, ધરમપુર 51 મીમી અને વિસાવદરમાં 50 મીમી વરસાદ વરસ્યો છે. રાજ્યના 33 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો – ગુજરાતમાં 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમ 55 ટકા ભરાયો

આ સિવાય વલસાડ અને ચિખલીમાં 49 મીમી, જલાલપોર 47 મીમી, ખંભાળિયા 45 મીમી, કલ્યાણપુર 44 મીમી, માંગરોળ 43 મીમી, કપરાડા 42 મીમી, માણાવદર 41 મીમી, દસક્રોઇ અને કોડીનાર 39 મીમી, જૂનાગઢ 38 મીમી, માંગરોળ 37 મીમી, લાલપુર અને ઉમરપાડા 34 મીમી, ઉચ્છલ 33 મીમી, માળીયા હાટીના 32 મીમી, વેરાવળ 31 મીમી, કેશોદ 30 મીમી, લોધિકા 29 મીમી, ગાંધીધામ, સુરતના માંડવી અને વાપીમાં 28 મીમી, મહેમદાબાદમાં 27 મીમી, ઉમરગામ 26 મીમી, ડેડિયાપાડા અને સુત્રાપાડામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 97 તાલુકામાં 1 થી લઇને 22 મીમી સુધી વરસાદ પડ્યો છે.

24 જુલાઇના રોજ વરસાદની આગાહી

આઈએમડીની આગાહી પ્રમાણે બુધવારે 24 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ